AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad Breaking News: આસારામ આશ્રમ પાસે AMCના બુલડોઝર એક્શનમાં, 36 ગેરકાયદે બાંધકામો સામે કાર્યવાહી

Ahmedabad Breaking News: આસારામ આશ્રમ પાસે AMCના બુલડોઝર એક્શનમાં, 36 ગેરકાયદે બાંધકામો સામે કાર્યવાહી

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 06, 2026 | 12:45 PM
Share

અમદાવાદના મોટેરા ગામમાં આવેલા આસારામ આશ્રમની આસપાસના વિસ્તારમાં ગેરકાયદે દબાણો દૂર કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સ્થાનિકોના ભારે વિરોધ વચ્ચે પાલિકાની ટીમે ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવી ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરી હતી.

અમદાવાદના મોટેરા ગામમાં આવેલા આસારામ આશ્રમની આસપાસના વિસ્તારમાં ગેરકાયદે દબાણો દૂર કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સ્થાનિકોના ભારે વિરોધ વચ્ચે પાલિકાની ટીમે ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવી ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરી હતી.

ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન શરૂ

માહિતી મુજબ, મોટેરા ગામ તળ વિસ્તારમાં આવેલા 36 જેટલા ગેરકાયદે બાંધકામોને નિશાન બનાવી કાર્યવાહી કરવામાં આવી રહી છે. પાલિકાએ અગાઉ માપણી પૂર્ણ કર્યા બાદ સંબંધિત લોકોને નોટિસ પાઠવી હતી. ત્યારબાદ શનિવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું હતું.

AMCની ટીમનો ઘેરાવ કર્યો હતો

જો કે, પાલિકાની ટીમ સ્થળ પર પહોંચતા જ સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. મહિલાઓ સહિત મોટી સંખ્યામાં રહેવાસીઓએ AMCની ટીમનો ઘેરાવ કર્યો હતો અને કાર્યવાહીનો વિરોધ નોંધાવ્યો હતો. ડિમોલિશન શરૂ થાય તે પહેલાં જ સ્થાનિકો અને અધિકારીઓ વચ્ચે બોલાચાલીની સ્થિતિ સર્જાઈ હતી. વિરોધ વધુ ઉગ્ર બનતા પોલીસે કેટલાક લોકોને અટકાયતમાં પણ લીધા હતા.

બાંધકામ તોડવાની કાર્યવાહી શરૂ

સ્થાનિકોનો આક્ષેપ છે કે તેઓ કાયદાનું પાલન કરવા તૈયાર છે, પરંતુ પાલિકા દ્વારા પૂરતી કાયદાકીય પ્રક્રિયા અને સમય આપ્યા વિના જ બાંધકામ તોડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. રહેવાસીઓનું કહેવું છે કે જો કોઈ વધારાનું અથવા નિયમ વિરુદ્ધનું બાંધકામ હોય તો તે નિયમ મુજબ દૂર કરવા તૈયાર છે, પરંતુ તેમને યોગ્ય તક આપવામાં આવી નથી.

ગેરકાયદે બાંધકામો ઉભા કર્યા

બીજી તરફ AMCના અધિકારીઓએ તમામ આક્ષેપોને નકારી કાઢ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર ઈન્દિરા આવાસ યોજના હેઠળ પ્લોટ ફાળવતી વખતે કેટલીક શરતો નક્કી કરવામાં આવી હતી. જેમાં પ્લોટના એક ચતુર્થાંસ ભાગને ખુલ્લો રાખવાની શરતનો સમાવેશ થતો હતો. પરંતુ રહેવાસીઓએ આ નિયમોનું પાલન કર્યા વગર વધારાના ગેરકાયદે બાંધકામો ઉભા કર્યા હોવાનું પાલિકાનું કહેવું છે.

હાલ સમગ્ર વિસ્તારમાં પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને કાર્યવાહી યથાવત ચાલુ છે.

Ahmedabad Breaking News: મોટા અધિકારીઓ સાથેના ફોટાથી જીતતા હતા વિશ્વાસ, ઠગ દંપતીએ 15 લોકોને ફસાવી ₹20 કરોડથી વધુની છેતરપિંડી કરી

Follow Us
g clip-path="url(#clip0_868_265)">