Morbi Breaking News : હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત, 2 લોકોને ગંભીર ઈજા! જુઓ CCTV Video
મોરબીના હળવદ નજીક આવેલા ચરાડવા પાસે કારનો ભારે અકસ્માત થયો છે. આ અકસ્માત રાત્રિના સમયે થયો છે. કારમાં 7 લોકો સવાર હતા. કારમાં સવાર 7 લોકો પૈકી 5 લોકોને તેમનો પોતાના જીવ ગુમાવ્યા પડ્યો છે. જ્યારે 2 લોકોની હાલત નાજુક છે.
હળવદના ચરાડવા પાસે અકસ્માતમાં 5 લોકોએ જીવ ગુમાવ્યા છે. કારમાં સવાર 7 લોકોમાંથી 5 લોકોના મોત થયા છે અને 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ચરાડવા પાસે કાર ડમ્પર પાછળ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. બાઈક અકસ્માતમાં ઈજાગ્રસ્ત વ્યક્તિને દવાખાને લઈ જતા સમયે કારનો અકસ્માત થયો હતો. બાઈક સ્લિપ થઈ જવાતી એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. 2 JCBના મદદથી કારમાંથી લોકોને બહાર કાઢવામાં આવ્યા જ્યારે ગંભીર ઇજાગ્રસ્તોને મોરબી સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે.
કારનો થયો ચકનાચૂર
CCTV Videoમાં જોવા મળી રહ્યું છે કે એક ભારે ભરખમ ડમ્પર રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે કાર આ ડમ્પર સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કાર સંપૂર્ણ રીતે ચકનાચૂર થઈ ગઈ હતી અને ડમ્પર સાથે ટકરાઈને દૂર ફંગોળાઈ ગઈ હતી. ગંભીર અકસ્માતની જાણ થતાં જ હળવદ તાલુકા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી.
આ પણ વાંચો, Ahmedabad Breaking News: મોટા અધિકારીઓ સાથેના ફોટાથી જીતતા હતા વિશ્વાસ, ઠગ દંપતીએ 15 લોકોને ફસાવી ₹20 કરોડથી વધુની છેતરપિંડી કરી
ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral
આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
માંડલ તાલુકામાં મેઘતાંડવ, અનેક ગામોમાં જળબંબાકારથી લોકોને ભારે હાલાકી
ગુજરાતમાં બસ સ્ટેન્ડ સળગાવવા અને પથ્થરમારો કરવાની ઓડિયો ક્લિપ વાયરલ
