Gujarati News » Photo gallery » Friends shower flowers on Mouni Roy in Haldi ceremony, see beautiful pictures of marriage
Mouni Roy Wedding Photos : હલ્દી સેરેમનીમાં મૌની રોય પર તેના ફ્રેન્ડ્સે કરી ફૂલોની વર્ષા, જુઓ સુંદર તસવીરો
ટીવીની લોકપ્રિય અભિનેત્રી મૌની રોયે 27 જાન્યુઆરીએ ગોવામાં તેના બોયફ્રેન્ડ સૂરજ નામ્બિયાર સાથે લગ્ન કર્યા હતા. હવે તે ધીમે ધીમે તેના લગ્ન સમારોહની સુંદર તસવીરો શેર કરી રહી છે.
મૌનીએ તેના ઈન્સ્ટાગ્રામ પર હલ્દી સેરેમનીની ખૂબ જ સુંદર તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં હલ્દીની આખી વિધિની ઝલક જોવા મળી રહી છે. મૌની-સૂરજના નજીકના મિત્રો અને પરિવારજનો આ સેરેમનીમાં સામેલ જોવા મળે છે. આ સેરેમનીમાં દરેક જણ એકબીજા સાથે મસ્તી કરતા જોવા મળે છે.
1 / 5
મૌનીની હલ્દી સેરેમનીમાં બધાએ ખૂબ જ મસ્તી કરી હતી. મૌની પર ફૂલોની વર્ષા થઈ હતી. મૌનીના લગ્નમાં પ્રખ્યાત અભિનેત્રી અને તેની મિત્ર મંદિરા બેદીએ પણ હાજરી આપી હતી.
2 / 5
આ હલ્દી સમારોહની સૌથી સુંદર તસવીર છે. જેમાં મૌની પરીની જેમ બેઠી છે અને તેના મિત્રો તેના પર ફૂલ વરસાવી રહ્યા છે. મૌની ખૂબ જ ખુશ અને સુંદર લાગી રહી છે.
3 / 5
આ હલ્દી સમારોહમાં માત્ર વર-કન્યાએ હલ્દી લગાવી હતી અને તેમના પર ફૂલોની વર્ષા કરવામાં આવી હતી, આ દરમિયાન સંગીતનો કાર્યક્રમ પણ યોજાયો હતો. આ કપલ ખૂબ જ મસ્તી કરતા જોવા મળ્યુ હતુ. બંનેની જોડી શાનદાર લાગી રહી છે.
4 / 5
આ દરમિયાન સૂરજના મિત્રો પણ હાજર હતા. તેઓ સૂરજને મહેંદી લગાવી રહ્યા હતા. આ લગ્નમાં ટીવી ઈન્ડસ્ટ્રીની ઘણી મોટી હસ્તીઓ આવી હતી. મૌની સાથે નાગીનમાં લીડ એક્ટર અર્જુન બિજલાની પણ આ લગ્નમાં હાજર રહ્યો હતો અને તેણે ખૂબ જ મસ્તી પણ કરી હતી.