AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

5 ભાઈ બહેનોમાં સૌથી નાના હતા અબ્દુલ કલામ, ચાલુ લેક્ચરમાં થયું મૃત્યુ, આવો છે પરિવાર

અવુલ પાકિર જૈનુલાબ્દીન અબ્દુલ કલામનો જન્મ 15 ઓક્ટોબર 1931ના રોજ રામેશ્વરમમાં થયો હતો.તેમનું મૃત્યુ 27 જુલાઇ 2015ના રોજ શિલોંગમાં થયો હતું. ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ ભારતના એરોસ્પેસ વૈજ્ઞાનિક હતા અને ઇ.સ. 2002 થી 2007સુધી ભારતના રાષ્ટ્રપતિ પદે રહ્યા હતા.

| Updated on: Oct 17, 2024 | 7:39 AM
Share
 એ. પી. જે. અબ્દુલ કલામનો જન્મ મુસ્લિમ પરિવારમાં થયો હતો. તેમના પિતા જૈનુલાબ્દીન એક નાવના માલિક અને સ્થાનિક મસ્જિદના ઇમામ હતા.તેમની માતા આશિઅમ્મા ગૃહિણી હતી.

1 / 11
 એ. પી. જે. અબ્દુલ કલામના પરિવાર તેમજ તેના જીવન સંધર્ષ વિશે રસપ્રદ વાતો જાણો.

2 / 11
તેમના પિતા તેમની નાવમાં હિન્દુ તીર્થયાત્રીઓને રામેશ્વરમ લાવવા લઈ જવાનું કામ કરતા હતા.કલામ તેમના પરિવારમાં ચાર ભાઈઓ અને એક બહેનમાં સૌથી નાના હતા.તેમનો પરિવાર ગરીબ હોવાથી બાળપણમાં આવક માટે તેઓ ન્યુઝપેપર વહેંચવાનું કામ કરતા હતા.

3 / 11
 પ્રાથમિક અભ્યાસ રામેશ્વરમાં જ પૂર્ણ કર્યા બાદ તેમણે તિરુચિરાપલ્લી ખાતેની સેંટ જોસેફ કોલેજમાં પ્રવેશ મેળવ્યો. 1954માં તેમણે ભૌતિકવિજ્ઞાનમાં સ્નાતકની પદવી મેળવી.1955માં મદ્રાસ (હાલ ચેન્નઈ) ખાતેની મદ્રાસ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી (MIT)માં એરોસ્પેસ ઇજનેરીના અભ્યાસ માટે પ્રવેશ મેળવ્યો.

4 / 11
તેમનો જન્મ અને ઉછેર તમિલનાડુ રાજ્યના રામેશ્વરમ ખાતે થયો હતો. તેમણે ભૌતિકવિજ્ઞાનનો અભ્યાસ સેંટ જોસેફ કોલેજ, તિરુચિરાપલ્લી અને એરોસ્પેસ ઇજનેરીનો અભ્યાસ મદ્રાસ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી (MIT), ચેન્નઈ ખાતેથી કર્યો હતો.

5 / 11
કારકિર્દીના શરૂઆતના ચાર દશકમાં તેઓ એક વૈજ્ઞાનિક અને વૈજ્ઞાનિક પ્રશાસકના રૂપમાં મુખ્યત્ત્વે સંરક્ષણ અને વિકાસ સંગઠન (ડી.આર.ડી.ઓ) તેમજ ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઇસરો) ખાતે કાર્યરત રહી ભારતના અંતરિક્ષ કાર્યક્રમ તેમજ મિસાઇલ વિકાસ પ્રકલ્પ સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલા હતા.

6 / 11
બેલેસ્ટીક મિસાઇલ અને પ્રક્ષેપણ વાહન પ્રૌદ્યોગિકીના વિકાસમાં તેમના પ્રદાન બદલ તેઓ મિસાઇલમેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે.1998ના પોખરણ પરમાણુ પરિક્ષણ કાર્યક્રમમાં તેમને મહત્વની ભૂમિકા ભજવી હતી.

7 / 11
2002ના રાષ્ટ્રપતિ નિર્વાચનમાં સતાધારી ભારતીય જનતા પાર્ટી અને તત્કાલીન વિપક્ષ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સમર્થનથી ભારતના 11મા રાષ્ટ્રપતિ બન્યા હતા. તેમની અનોખી કાર્યપદ્ધતિને કારણે તેઓ ખૂબ પ્રખ્યાત થયા અને "જનસામાન્યનાં રાષ્ટ્રપતિ" (પીપલ્સ પ્રેસીડેન્ટ) તરીકે લોકચાહના મેળવી.

8 / 11
રાષ્ટ્રપતિ પદના કાર્યકાળ બાદ તેઓ શિક્ષણ, લેખન અને સાર્વજનિક સેવાના નાગરિક કાર્યમાં સક્રીય રહ્યા હતા. તેમને ભારતના સર્વોચ્ચ સન્માન ભારત રત્ન સહિત ઘણા પ્રતિષ્ઠિત પુરસ્કારો તેમને મળ્યા હતા.

9 / 11
ભારતના મેઘાલય રાજ્યના પાટનગર શિલોંગ ખાતે ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ શિલોંગમાં વ્યાખ્યાન આપતી વખતે હ્રદય રોગના હુમલાને કારણે 27 જુલાઇ 2015ના દિવસે 83 વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું.

10 / 11
તમને જણાવી દઈએ કે, અબ્દુલ કલામે લગ્ન કર્યા ન હતા. આ વિશે તેમણે કોઈ સ્પષ્ટતા પણ કરી નથી કે,ક્યાં કારણોસર તેમણે લગ્ન કર્યા નથી.

11 / 11
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video

હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે

જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક

ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ

યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો

g clip-path="url(#clip0_868_265)">