AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં પણ મહારાષ્ટ્રની માફક ગાયને રાજ્ય માતા જાહેર કરવા માંગ

ગુજરાતમાં પણ મહારાષ્ટ્રની માફક ગાયને રાજ્ય માતા જાહેર કરવા માંગ

Ronak Varma
| Edited By: | Updated on: Oct 16, 2024 | 6:13 PM
Share

બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે, જણાવ્યું હતું કે, ગુજરાત એ હિન્દુ ધર્મનું કેપિટલ છે. ત્યારે ગુજરાત સરકારે, મહારાષ્ટ્રની જેમ ગાયને રાજ્ય માતાનો દરજ્જો આપવો જોઈએ. આના માટે વિધાનસભામાં ઠરાવ પસાર કરીને ગાયને રાજ્ય ગૌમાતાનો દરજ્જો આપવા સમયે કોંગ્રેસ પણ સમર્થન આપશે.

ગૌ માતાને રાષ્ટ્ર માતા જાહેર કરવાની માંગ સાથે અમદાવાદમાં વિરાટ સંમેલન યોજાયુ હતું. સોલા ભાગવત ખાતે ગૌ ધ્વજ ભારત યાત્રાનું આગમન થતા વિરાટ ગૌ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જગદગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરનંદજી અને દ્વારકા શારદાપીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી સંમેલનમાં ઉપસ્થિત રહ્યાં હતા.

કૃષ્ણ જન્મસ્થળથી રામજન્મ સ્થળ સુધી દેશમાં 2500 કિમીની ગૌ ધ્વજ ભારત યાત્રા નીકળી રહી છે. મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ ગૌ માતાને રાજય માતા જાહેર કરવા માગ કરવામાં આવી હતી. શંકરાચાર્યની ઉપસ્થિતિમાં ગૌ ધ્વજની સ્થાપના કરી ગુજરાતમાં પણ ગાયને રાજ્ય માતા જાહેર કરવાની માંગ કરાઈ હતી. આ સંમેલનમાં એવી પણ જાહેરાત કરાઈ હતી કે, જો ગૌ માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો ના મળે તો 7, 8 અને 9 નવેમ્બરના રોજ દિલ્હીમાં વિશાળ સંમેલન મળશે.

બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે, જણાવ્યું હતું કે, ગુજરાત એ હિન્દુધર્મનું કેપિટલ છે. ત્યારે ગુજરાત સરકારે, મહારાષ્ટ્રની જેમ ગાયને રાજ્ય માતાનો દરજ્જો આપવો જોઈએ. આના માટે વિધાનસભામાં ઠરાવ પસાર કરીને ગાયને રાજ્ય ગૌમાતાનો દરજ્જો આપવા સમયે કોંગ્રેસ પણ સમર્થન આપશે.

ગૌ ધ્વજ ભારત યાત્રાને લઈને યોજાયેલા ગૌ સંમેલનમાં કોંગ્રેસ નેતાઓ ગેની બેન ઠાકોર, અમિત ચાવડા, આપના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી ઉપસ્થિત રહ્યાં હતા.

g clip-path="url(#clip0_868_265)">