Jamnagar Rain : કાલાવડ પંથકમાં સતત ચોથા દિવસે વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ, જુઓ Video
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. જામનગરના કાલાવડ તાલુકામાં સતત ચોથા દિવસે ભારે વરસાદ વરસ્યો છે. મોડી રાત્રે પ્રચંડ પવન સાથે મેઘરાજા મનમૂકીને વરસ્યા હતા.
એક તરફ ચોમાસુ ગુજરાતમાં વિદાય લેવાના આરે છે, બીજી તરફ હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. જામનગરના કાલાવડ તાલુકામાં સતત ચોથા દિવસે ભારે વરસાદ વરસ્યો છે. મોડી રાત્રે પ્રચંડ પવન સાથે મેઘરાજા મનમૂકીને વરસ્યા હતા.
ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ
કાલાવડના ગ્રામ્ય વિસ્તારમાં એટલે કે નવાગામ, માછરડા, ગુંદા, ખરેડી, માખાકરોડ, કાલમેઘડા સહીતના ગામોમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યુ હતુ. વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદ પડતાં ખેડૂતો ચિંતિત બન્યા છે.
કપાસના પાકને નુકસાનની ભીતિ !
ભારે વરસાદના કારણે ખેડૂતોના મગફળીના પાથરણા ભીના થઈ ગયા છે. તો કપાસના પાકને મોટું નુકસાન થવાની પણ ભીંતિ છે. ખેડૂતોને પડ્યા પર પાટું એવી સ્થિતિ સર્જાઈ છે. 3 ઇંચથી વધુ વરસાદ પડતાં ખેતરોમાં પાણી ભરાયા છે.
Latest Videos