દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનનો Video આવ્યો સામે, આધુુનિકતા સાથે આરામનું રાખવામાં આવ્યુ છે પુરુ ધ્યાન
વંદે ભારત સ્લીપર ટ્રેન એ ભારતીય રેલવે દ્વારા રજૂ કરવામાં આવેલી એક અત્યાધુનિક અને આરામદાયક ટ્રેન છે, જે લાંબા અંતરની મુસાફરીને અનુકૂળ અને આરામદાયક બનાવવાના ઉદ્દેશ્ય સાથે ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે.
નવેમ્બર મહિનાના અંત સુધીમાં દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર એક્સપ્રેસ ટ્રેન શરુ થઇ જવાની સંભાવના છે. આ પહેલા વંદે ભારત ટ્રેનનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં વંદે ભારત સ્લીપર ટ્રેન કેટલી અતિ આધુનિક સુવિધાઓ અને પ્રવાસીઓના આરામને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે, તે જોવા મળી રહ્યુ છે.
વંદે ભારત સ્લીપર ટ્રેન એ ભારતીય રેલવે દ્વારા રજૂ કરવામાં આવેલી એક અત્યાધુનિક અને આરામદાયક ટ્રેન છે, જે લાંબા અંતરની મુસાફરીને અનુકૂળ અને આરામદાયક બનાવવાના ઉદ્દેશ્ય સાથે ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. આ ટ્રેન ખાસ કરીને એવા મુસાફરો માટે બનાવવામાં આવી છે જેઓ લાંબા અંતરની મુસાફરી કરે છે.
વંદે ભારત સ્લીપર વર્ઝન ટૂંક સમયમાં મુસાફરોને સમર્પિત કરવામાં આવશે. તેનું શેડ્યૂલ અને ટ્રાયલ રનનો કાર્યક્રમ રેલવે બોર્ડ સ્તરે નક્કી કરવાનો બાકી છે, પરંતુ ટૂંક સમયમાં તેની જાહેરાત થવાની અપેક્ષા છે.
મહત્વનું છે કે મધ્યપ્રદેશમાં પ્રથમ વંદે ભારત સ્લીપર એક્સપ્રેસ ટ્રેન નવેમ્બરના અંત સુધીમાં શરૂ થવાની સંભાવના છે. રેલવે મંત્રાલયે દિલ્હી-કોલકાતા અને દિલ્હી-મુંબઈ રેલ રૂટ પર વંદે ભારતનું સ્લીપર વર્ઝન ચલાવવાનો નિર્ણય લીધો છે. ભોપાલ વિભાગમાં RKMP થી લખનૌ વચ્ચે ટ્રાયલ રન શરૂ થશે.