Colors Upcoming Show ‘અપોલીના’ના કલાકારો અદિતિ શર્મા અને સંદીપ બસવાના બન્યા અમદાવાદના મહેમાન
કલર્સ પર ટૂંક સમયમાં 'અપોલીના – સપનો કી ઊંચી ઉડાન' સાથે સપનાને ઉડાન ભરનાર કલાકારો અમદાવાદના મહેમાન બન્યા છે. અદિતિ શર્મા અને સંદીપ બસવાના અમદાવાદ પહોંચ્યા જ્યાં તેમણે આગામી શો ને લઈ મહત્વની જાણકારી પણ આપી હતી.

કલર્સના નવા શો, 'અપોલીના – સપનો કી ઊંચી ઉડાન'ના લોકપ્રિય ટીવી કલાકારો અદિતિ શર્મા અને સંદીપ બસવાના અમદાવાદની મુલાકાતે આવ્યા હતા અને અમદાવાદની નવરાત્રી રંગરાત્રીમાં ગરબે પણ ઘૂમ્યા હતા. આ શોમાં એપોલિનાનું પાત્ર ભજવનાર અદિતિ શર્મા અને તેમના પિતાના કેરેક્ટરમાં સંદિપ બસવાના જોવા મળશે.

આ સિરીયલ એક ઈન્સ્પિરેશનલ ડ્રામા હશે જેમાં એપોલિના તેના પિતાનું એસ્ટ્રોનોટ બનવાની ઈચ્છાનું સપનું પૂરું કરવા ઈચ્છે છે. અમદાવાદ આવીને કલાકારોએ ગુજરાતી થાળીનો સ્વાદ પણ માણ્યો હતો.

એપોલીનાની અવકાશ સુધીની સફર પડકારોથી ભરેલી છે, ખાસ કરીને જ્યારે ગિરધર (તેના પિતા)ને અન્યાયી રીતે દેશદ્રોહી તરીકે જાહેર કરવામાં આવે છે, તેની અસર તેના સપનાઓ પર પણ પડે છે. શું તે દેશદ્રોહીની દીકરી કહેવાના કલંકથી ઉપર આવી શકશે?

'અપોલિના - સપનો કી ઊંચી ઉડાન' ટૂંક સમયમાં કલર્સ પર પ્રીમિયર થશે. ગિરધરની ભૂમિકા ભજવતાં સંદીપ બસવાના કહે છે, “નવરાત્રિની ઉજવણી કરવા માટે અમદાવાદ આવવું એ મારા માટે અતિ રોમાંચક અનુભવ રહ્યો છે! આ તહેવારની ઊર્જા, સંગીત અને આનંદ ખરેખર જાદુઈ છે.

આ તહેવાર એપોલીનાની વાર્તાની ભાવનાને સુંદર રીતે કેપ્ચર કરે છે. હું અહીં આવીને રોમાંચિત છું, માત્ર ઉત્સવનો આનંદ માણવા માટે જ નહીં, પણ મારા માટે ખૂબ મહત્વ ધરાવતા શોને પ્રમોટ કરવા માટે પણ હું રોમાંચિત છું. આવા ઉત્સાહપૂર્ણ સ્વાગત માટે શહેરનો ખૂબ ખૂબ આભાર, અને હું અમારા શોના પ્રારંભની રાહ જોઈ રહ્યો છું!”