Plant In Pot : પ્રોટીનથી ભરપુર ચોળાને ઘરે કૂંડામાં આ સરળ ટીપ્સથી ઉગાડો, જુઓ તસવીરો
વર્તમાન સમયમાં મોટાભાગના લોકોને કિચન ગાર્ડન કરવામાં છોડ ઉગાડવાનો શોખ હોય છે. ત્યારે આપણે કિચન ગાર્ડનમાં કઠોળ પણ ઉગાડી શકો છો. આજે આપણે જોઈશું કે ઘરે સરળતાથી ચોળાનો છોડ કેવી રીતે ઉગાડી શકાય.

ચોળા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. ચોળા પ્રોટીનનો સારો સ્રોત માનવામાં આવે છે. તો આજે પણ ઘરે કેવી રીતે ચોળાનો છોડ ઉગાડી શકાય તે જાણીશું

ઘરે ચોળા ઉગાડવા માટે સૌથી પહેલા મગને એક દિવસ પલાળી દો. ત્યારબાદ એક છિદ્ર વાળુ કૂંડુ લો. તેમાં સારી ગુણવત્તાવાળી માટીમાં છાણિયું ખાતર ઉમેરી બરાબર મિક્સ કરો.

ઘરે ચોળા ઉગાડવા માટે સૌથી પહેલા ચોળાને એક દિવસ પલાળી દો. ત્યારબાદ એક છિદ્ર વાળુ કૂંડુ લો. તેમાં સારી ગુણવત્તાવાળી માટીમાં છાણિયું ખાતર ઉમેરી બરાબર મિક્સ કરો.

છોડને પાણી વધારે પીવડાવવાનું ટાળો. નહીંતર છોડના મૂળમાં પાણી ભરાઈ જવાથી છોડ સૂકાઈ જાય છે. છોડ થોડો ત્યારે તેને લાકડીનો ટેકો આપો. તેમજ સમય સમય પર નીંદણ કરતા રહેવુ જોઈએ.

છોડમાં રોગ ન થાય તે માટે તેમાં જંતુનાશક દવાનો છંટકાવ કરો અથવા લીમડાના તેલનો પણ છંટકાવ કરી શકો છે. (આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે.આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી ) All Image - Social Media
