IND vs NZ : સતત વરસાદને કારણે બેંગલુરુ ટેસ્ટનો પ્રથમ દિવસ રદ્દ, ટોસ પણ ન થઈ શક્યો

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બેંગલુરુમાં રમાનાર પ્રથમ ટેસ્ટનો પ્રથમ દિવસ રદ્દ કરવામાં આવ્યો છે. સવારથી જ ધીમીધારે વરસાદ વરસી રહ્યો હતો, જેના પછી પ્રથમ દિવસ રદ્દ કરવો પડ્યો હતો. હવામાન વેબસાઇટ્સ અનુસાર, મેચના તમામ પાંચ દિવસ વરસાદ પડી શકે છે.

| Updated on: Oct 16, 2024 | 3:29 PM
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 મેચની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ આજથી એટલે કે 16 ઓક્ટોબર બુધવારથી બેંગલુરુમાં રમાવાની હતી. પરંતુ આ મેચના પહેલા જ દિવસે ચાહકો માટે એક ખરાબ સમાચાર આવ્યા હતા, સતત વરસાદને કારણે પ્રથમ દિવસ રદ કરવો પડ્યો હતો.

1 / 5
મેચના એક દિવસ પહેલા વરસાદ શરૂ થયો હતો અને તે સંપૂર્ણપણે બંધ થયો ન હતો. સવારથી જ ધીમીધારે વરસાદ વરસી રહ્યો હતો. પ્રથમ અને બીજા સત્ર રદ્દ થયા બાદ વરસાદ બંધ થયો હતો. તેથી, ત્રીજા સત્રમાં કેટલીક રમતોની અપેક્ષા હતી.

2 / 5
પરંતુ ફરી વરસાદ શરૂ થયો હતો. પ્રથમ દિવસે રદ કરવાનો નિર્ણય લેવાયો હતો. તમને જણાવી દઈએ કે વેધર વેબસાઈટ મુજબ મેચના પાંચેય દિવસે વરસાદ પડી શકે છે. આવી સ્થિતિમાં, રમત શરૂ થાય તો પણ તેને વારંવાર બંધ કરવી પડી શકે છે.

3 / 5
આવતીકાલે મેચના બીજા દિવસે બેંગલુરુનું વાતાવરણ કેવું રહે છે તેના પર બધાની નજર રહેશે. જો આવું જ હવામાન રહ્યું તો કાલે પણ મેચ મોદી શરૂ થઈ શકે છે, અને જો વરસાદ રહેશે તો વધુ એક દિવસ રદ્દ થઈ શકે છે.

4 / 5
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સિરીઝની આ પહેલી જ મેચ છે અને પહેલા જ દિવસે સતત વરસાદના કારણે મેચ રદ્દ કરવામાં આવતા ટોસ પણ શક્ય ન થયો, એવામાં જો આવતીકાલે વાતાવરણ સારું હશે તો સૌપ્રથમ બંને ટીમના કપ્તાનો વચ્ચે ટોસ થશે અને બાદમાં મેચ શરૂ કરવામાં આવશે. (All Photo Credit : PTI/GETTY/BCCI)

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">