AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરતમાં 100 કરોડથી વધુનું હવાલા કૌભાંડ ઝડપાયું, પાકિસ્તાન, ચીન, દુબઇ, અફધાનિસ્તાન સુધી ફેલાયેલુ છે નેટવર્ક

સુરતમાં 100 કરોડથી વધુનું હવાલા કૌભાંડ ઝડપાયું, પાકિસ્તાન, ચીન, દુબઇ, અફધાનિસ્તાન સુધી ફેલાયેલુ છે નેટવર્ક

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 16, 2024 | 5:10 PM
Share

સુરત શહેર SOGએ કરેલ તપાસમાં, 8 સેવિંગ પાસ બુક, 29 ચેક બુક, 2 કરન્ટ એકાઉન્ટ પાસબુક, 38 ડેબિટ કાર્ડ, 497 સિમ કાર્ડ, 7 મોબાઈલ અને 16 લાખ રોકડ મળી આવ્યા છે. સુરતમાં હવાલા કૌંભાડનો મુખ્ય સૂત્રધાર મકબુલ ડોકટર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. દુબઈથી મહેશ સુરત ખાતે આંગડિયા મારફત રૂપિયા મોકલતો હતો. તે રૂપિયા માંથી USDT ખરીદી અલગ અલગ દેશમાં મોકલાતા હતા.

સુરત SOGએ શહેરમાંથી રૂપિયા 100 કરોડથી વધુનુ હવાલા કૌંભાડ ઝડપી પાડ્યું છે. સુરત શહેર SOG એ હાથ ધરેલ તપાસમાં, સમગ્ર કૌંભાડ દુબઇ ખાતેથી ચલાવવામાં આવતું હોવાનું ખુલ્યું છે. મૂળ અમદાવાદનો પરંતુ દુબઈ સ્થિત મહેશ દેસાઈ નામનો વ્યક્તિ આ કૌંભાડ ચલાવતો હોવાનું ખુલ્યું છે. પાકિસ્તાન, ચીન, દુબઇ, અફધાનિસ્તાન દેશો મારફતે રૂપિયાની હેરાફેરી કરવામાં આવી રહી હતી. બે વર્ષમાં બેક ખાતામાંથી 100 કરોડનું ટ્રાન્જેક્શન મળી આવ્યું.

સુરત શહેર SOGએ કરેલ તપાસમાં, 8 સેવિંગ પાસ બુક, 29 ચેક બુક, 2 કરન્ટ એકાઉન્ટ પાસબુક, 38 ડેબિટ કાર્ડ, 497 સિમ કાર્ડ, 7 મોબાઈલ અને 16 લાખ રોકડ મળી આવ્યા છે. સુરતમાં હવાલા કૌંભાડનો મુખ્ય સૂત્રધાર મકબુલ ડોકટર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. દુબઈથી મહેશ સુરત ખાતે આંગડિયા મારફત રૂપિયા મોકલતો હતો. તે રૂપિયા માંથી USDT ખરીદી અલગ અલગ દેશમાં મોકલાતા હતા. આખું રેકેટ બે રીતે ચાલતું હતું. જેમાં રોકડ રકમ દુબઈથી આવે તે આ USDT ખરીદતા હતા અને અહીંયા જેને જરૂર હોય તેની પાસેથી રોકડ રકમ લઈને USDT આપતા હતા.

સુરત શહેર SOGએ કરેલ તપાસમાં એવુ પણ સામે આવ્યું છે કે, હવાલા કૌંભાડમાં 28 જેટલા એકાઉન્ટનો સાયબર ફ્રોડ માટે ઉપયોગ થયો છે. સુરતની 8 આંગડિયા પેઢીના નામો પણ સામે આવ્યા છે. આંગડિયા પેઢીમાં પણ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે. આંગડિયા પેઢીની કેવી રીતે અને કેટલી સંડોવણી છે તેની તપાસ કરવામાં આવી રહી છે. કેન્દ્રીય એજન્સીઓની મદદથી દુબઇમાં બેઠેલા મહેશ દેસાઈને સુરત લાવવા પ્રયાસ કરાશે. આટલા મોટા પ્રમાણમાં જે સિમ કાર્ડ મળ્યા તે બાબતે પણ તપાસ કરવામાં આવશે.

With Input Baldev Suthar- Surat

g clip-path="url(#clip0_868_265)">