AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિદ્યાર્થીઓના ટેલેન્ટને પ્રોત્સાહિત કરવા અમદાવાદની શાંતિ એશિયાટિક સ્કૂલ ખાતે એન્યુઅલ સ્ટુડન્ટસ એક્ઝિબિશન 'જુનિયર પ્રભાત'ની શરૂઆત

વિદ્યાર્થીઓના ટેલેન્ટને પ્રોત્સાહિત કરવા અમદાવાદની શાંતિ એશિયાટિક સ્કૂલ ખાતે એન્યુઅલ સ્ટુડન્ટસ એક્ઝિબિશન ‘જુનિયર પ્રભાત’ની શરૂઆત

Chirag Shah
| Edited By: | Updated on: Oct 16, 2024 | 8:13 PM
Share

અમદાવાદની ખાનગી શાળામાં "જુનિયર પ્રભાત"નું ઉદધાટન કરવામાં આવ્યું છે. પ્રથમ દિવસે લીડર ઈન મી, એન્વાયર્મેન્ટલ અવેરનેસ, તેમજ ઈન્ટરનેટ સોશ્યલ મીડિયા વિષયોને લગતી વિદ્યાર્થીઓની પ્રસ્તુતિએ મુલાકાતીઓનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.

શાંતિ એશિયાટિક સ્કૂલ બોપલ ખાતે પાંચ દિવસીય એન્યુઅલ એક્ઝિબિશન “જુનિયર પ્રભાત”નું ઉદધાટન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓમાં રહેલી પ્રતિભાઓને પ્રોત્સાહિત કરવા દર વર્ષે શાંતિ એશિયાટિક સ્કૂલ, બોપલ ખાતે ધોરણ એક થી પાંચના વિદ્યાર્થીઓ માટે વાર્ષિક પ્રદર્શન ‘જુનિયર પ્રભાત’ સેલિબ્રેશન ઓફ નોલેજ” નું આયોજન થાય છે.

આ એક્ઝિબિશનમાં પર્યાવરણ, યોગ, સંગીત, નૃત્ય, નાટક, ક્વિઝ વિજ્ઞાન, ગણિત, નેતૃત્વ, આર્ટ, ક્રાફ્ટ, કૂકિંગ વગેરે જેવી વિવિધ કલા અને વિષયો અંગેની 23 સ્ટુડન્ટસ ક્લબ્સ ભાગ લઈ રહી છે. જેમાં ધોરણ એક થી પાંચના લગભગ સાતસોથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે.

પ્રથમ દિવસે લીડર ઈન મી, એન્વાયર્મેન્ટલ અવેરનેસ, તેમજ ઈન્ટરનેટ સોશ્યલ મીડિયા વિષયોને લગતી વિદ્યાર્થીઓની પ્રસ્તુતિએ મુલાકાતીઓનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં પેરેન્ટસ પણ હાજર રહ્યા હતા.

g clip-path="url(#clip0_868_265)">