વિશ્વમાં આ જગ્યાએ આવેલા છે ભૂતિયા જંગલો, જ્યાં જોવા મળે છે વૃક્ષોના મૃતદેહ ! કારણ છે ડરામણું

વિશ્વમાં આ જગ્યાએ આવેલા છે ભૂતિયા જંગલો, જ્યાં જોવા મળે છે વૃક્ષોના મૃતદેહ ! કારણ છે ડરામણું

| Updated on: Oct 16, 2024 | 7:29 PM

ક્લાઈમેટ ચેન્જના કારણે દુનિયાભરમાં ઘણા ફેરફારો જોવા મળી રહ્યા છે. ગરમી વધી રહી છે અને હિમનદીઓ પીગળી રહી છે. સમુદ્રનું સ્તર વધી રહ્યું છે, જેના કારણે ઘણા શહેરો ડૂબી જવાના ભયમાં છે. ક્લાઈમેટ ચેન્જના કારણે અમેરિકામાં ઘણા જંગલો લુપ્ત થઈ રહ્યા છે.

દુનિયામાં ઘણી એવી અજીબોગરીબ જગ્યાઓ છે, જેની વારંવાર ચર્ચા થતી રહે છે. દુનિયામાં આવી જ એક જગ્યા છે, જ્યાં વૃક્ષોના મૃતદેહ જોવા મળ છે. અહીં વૃક્ષોના અવશેષો જોઈને એવું લાગે છે કે તે કોઈનો મૃતદેહ પડ્યો છે. આજે અમે તમને એક એવી જગ્યા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જ્યાં દરેક જગ્યાએ વૃક્ષોના મૃતદેહો પડ્યા છે. લોકો તેને ભૂતિયા જંગલના નામથી ઓળખવા લાગ્યા છે.

ક્લાઈમેટ ચેન્જના કારણે દુનિયાભરમાં ઘણા ફેરફારો જોવા મળી રહ્યા છે. ગરમી વધી રહી છે અને હિમનદીઓ પીગળી રહી છે. સમુદ્રનું સ્તર વધી રહ્યું છે, જેના કારણે ઘણા શહેરો ડૂબી જવાના ભયમાં છે. ક્લાઈમેટ ચેન્જના કારણે અમેરિકામાં ઘણા જંગલો લુપ્ત થઈ રહ્યા છે. આ સ્થિતિ ખાસ કરીને નોર્થ કેરોલિના અને મેસેચ્યુસેટ્સમાં જોવા મળે છે. અહીં દરિયા કિનારે આવેલા જંગલો પણ કબ્રસ્તાનમાં ફેરવાઈ રહ્યા છે.

રિપોર્ટ અનુસાર, સમુદ્રનું સ્તર ત્રણ ગણું ઝડપથી વધી રહ્યું છે. જેના કારણે જંગલો ખારા પાણીથી ભરાઈ રહ્યા છે અને વૃક્ષો સુકાઈ રહ્યા છે. તેથી આવા ભૂતિયા જંગલો વધુ જોવા મળે છે. દરિયાના ખારા પાણી અને ક્ષાર જંગલોમાં પ્રવેશવાને કારણે વૃક્ષો સુકાઈ જાય છે. વૃક્ષો સુકાઈ જાય પછી, તેમના ઉપરના ભાગો મૃતદેહો જેવા દેખાય છે.

g clip-path="url(#clip0_868_265)">