TV9 Festival of India માં સિંદૂર ખેલા સાથે માતાને આપી વિદાય, જુઓ Photos
TV9 Festival of India : TV9 ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયાના છેલ્લા દિવસે મા દુર્ગાને ખૂબ જ ધામધૂમથી વિદાય આપવામાં આવી હતી. આ દરમિયાન મહિલાઓએ સિંદૂર ખેલા અને એકબીજાને ગુલાલ લગાવ્યા હતા.

TV9 ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયાના છેલ્લા દિવસે મા દુર્ગાને સિંદૂર લગાવીને વિદાય આપવામાં આવી હતી. જે દરમિયાન અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા.

TV9 ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયાના છેલ્લા દિવસે વિજયાદશમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન માતાને સંપૂર્ણ વિધિ સાથે વિદાય આપવામાં આવી હતી.

ગયા વર્ષની જેમ આ વખતે પણ TV9 એ દિલ્હીના ધ્યાનચંદ સ્ટેડિયમમાં દુર્ગા પૂજા સાથે મેળાનું આયોજન કર્યું હતું, જ્યાં અનેક પ્રકારના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા.

રવિવારે તહેવારના અંતિમ દિવસે વરણ નિમિત્તે મહિલાઓ લાલ અને સફેદ સાડીમાં જોવા મળી હતી. પરંપરા અનુસાર મા દુર્ગાને સિંદૂર અને અલ્તો લગાવીને વિદાય આપવામાં આવી હતી.

ઉત્સવમાં દિલ્હીના બંગાળી સમુદાયના ઘણા લોકોએ ભાગ લીધો હતો. તેઓએ સિંદૂર ખેલમાં ભાગ લીધો તેમજ તેઓએ એકબીજાને ગુલાલ લગાવ્યા હતા.

છેલ્લા કેટલાક દિવસોથી સ્ટેડિયમમાં માત્ર દુર્ગા પૂજા જ નહીં પરંતુ વિવિધ ઉત્સવોનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ રાજ્યોમાંથી દાંડિયાથી લઈને ગરબા સુધીના સાંસ્કૃતિક કાર્યક્રમોમાં અનેક લોકોએ ભાગ લીધો હતો.

TV9 ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયામાં કેન્દ્રીય મંત્રીઓ સહિત મહાનુભાવોએ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને પૂજામાં પણ ભાગ લીધો હતો.
