Gold : રોકાણકારો માટે સોનાની સવાર પણ મધ્યમ વર્ગનું શું ? આવનારા 2 મહિનામાં સોનું નવી ઊંચાઈએ પહોંચશે ! થઈ ગઈ મોટી ભવિષ્યવાણી
31 ઓક્ટોબરના રોજ એટલે કે શુક્રવારે 24 કેરેટ સોનાના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો. જો કે, આ બધા વચ્ચે એક એવા સમાચાર બહાર આવ્યા છે કે, જે સાંભળીને રોકાણકારોમાં ખુશીઓનું માહોલ છવાયું છે.

જો તમે સોનાના ભાવમાં નોંધપાત્ર ઘટાડાની અપેક્ષા રાખી રહ્યા છો, તો તમે નિરાશ થઈ શકો છો. નિષ્ણાતો માને છે કે, વિશ્વભરમાં ચાલી રહેલ અનિશ્ચિતતા વચ્ચે સોનાના ભાવ ફરી વધી શકે છે.

CPM ગ્રુપના મેનેજિંગ પાર્ટનર જેફરી ક્રિશ્ચિયન કહે છે કે, રોકાણકારોની વધતી ચિંતા, આર્થિક અનિશ્ચિતતા અને કિંમતોને લઈને થતી અટકળો કિંમતી ધાતુઓમાં વધારાનું કારણ બની રહી છે. જેફરી ક્રિશ્ચિયનનો અંદાજ છે કે, વર્ષ 2026 સુધીમાં સોનાનો સરેરાશ ભાવ ઔંસ દીઠ $5,000 ની આસપાસ પહોંચી શકે છે, જે વર્તમાન લેવલથી લગભગ 25 ટકાનો વધારો દર્શાવે છે.

ક્રિશ્ચિયને કહ્યું કે, "આ વર્ષના અંત સુધીમાં સોનું $4,500 પ્રતિ ઔંસ સુધી પહોંચી શકે છે અને 2026 ના વર્ષમાં ત્રિમાસિક સરેરાશ (Quarterly Average) $5,000 ની આસપાસ રહેશે તેવી શક્યતા છે." તેમણે વધુમાં કહ્યું કે, સોનાના ભાવમાં વધઘટ હોવા છતાં લાંબા ગાળાનું આઉટલૂક પોઝિટિવ બની રહ્યું છે.

ક્રિશ્ચિયનના મતે, આ વર્ષે સોનું $4,400 ની નજીક પહોંચ્યું હતું, જેના પછી ભાવ ઘટ્યા છે. જો કે, સોનું ફક્ત 1 કે 2 દિવસ માટે હાઇ લેવલ પર પહોંચ્યું હતું. સોનાનું વાસ્તવિક ચિત્ર સરેરાશ ભાવોના આધારે જોવા મળે છે અને સરેરાશ ભાવ સતત વધી રહ્યા છે, તેવું કહી શકાય.

ક્રિશ્ચિયને ચાંદી અંગે કહ્યું કે, આ ધાતુ મજબૂત અને અસ્થિર બંને રહેશે, કારણ કે તેના ભાવ પહેલાથી જ $48 થી $54 પ્રતિ ઔંસના રેકોર્ડ સ્તરની નજીક છે. તેમણે સમજાવ્યું કે, ચાંદીની ઉદ્યોગોમાંથી માંગ ઊંચી રહે છે. જો કે, ટૂંકા ગાળામાં થોડો ઘટાડો જોવા મળી શકે છે, કારણ કે બજારમાં પુરવઠો વધી રહ્યો હોવાથી ટૂંકા ગાળે થોડો ઘટાડો શક્ય છે.

સેન્ટ્રલ બેંકની ખરીદદારી વર્ષ 2025 માં અપેક્ષા કરતા ઘણી ધીમી રહી છે, તેવું ક્રિશ્ચિયનનું કહેવું છે. ક્રિશ્ચિયનના મતે, બેંકોએ અત્યાર સુધીમાં ફક્ત 6 મિલિયન ઔંસ સોનું ખરીદ્યું છે, જે બજારના અંદાજ કરતા નોંધપાત્ર રીતે ઓછું છે. આનું મુખ્ય કારણ સોનાના ઊંચા ભાવ છે.
ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો
