Manmohan Singh Death : ‘મેરા ઘર તો બહુત પહલે ખતમ હો ગયા ‘ મનમોહન સિંહની એવી ઈચ્છા જે ક્યારેય નહીં થઈ શકે પૂરી, જાણો
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું 92 વર્ષની વયે અવસાન થયું છે. તેમના અવસાનના સમાચાર મળતા જ તેમની કેટલીક ઈચ્છાઓ ચર્ચામાં આવી છે. જોકે હવે તેમની ઈચ્છાઓ પુરી થઈ શકે તેવી નથી. મનમોહન સિંહની આ ઈચ્છાનો ઉલ્લેખ કોંગ્રેસના નેતા રાજીવ શુક્લાએ તેમના એક ઈન્ટરવ્યુમાં કર્યો હતો.

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું 92 વર્ષની વયે અવસાન થયું છે. તેમના અવસાનના સમાચાર મળતા જ તેમની કેટલીક ઈચ્છાઓ ચર્ચામાં આવી છે. જોકે હવે તેમની ઈચ્છાઓ પુરી થઈ શકે તેવી નથી. મનમોહન સિંહની આ ઈચ્છાનો ઉલ્લેખ કોંગ્રેસના નેતા રાજીવ શુક્લાએ તેમના એક ઈન્ટરવ્યુમાં કર્યો હતો.

દેશના પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહનું 92 વર્ષની વયે અવસાન થયું છે. ગુરુવારે સાંજે અચાનક બેહોશ થઈ જતાં તેમને દિલ્હીની AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધો હતો. આ સમાચાર મળતાની સાથે જ તેની છેલ્લી ઈચ્છા પણ ચર્ચામાં આવી છે. જે પુરી ન થવા પર તેમને જીવનભર પસ્તાવો રહ્યો હતો.

26 સપ્ટેમ્બર, 1932ના રોજ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં જન્મેલા મનમોહન સિંહનો પરિવાર ભાગલા પછી ભારત આવી ગયો હતો. પરંતુ તે જગ્યાની યાદો ક્યારેય તેમના મગજમાંથી નીકળી ન હતી.

એક ઈન્ટરવ્યુમાં કોંગ્રેસ નેતા રાજીવ શુક્લાએ મનમોહન સિંહની ઈચ્છાનો ખુલાસો કર્યો હતો અને કહ્યું હતું કે વિદેશમાં કામ કરતી વખતે મનમોહન સિંહ તેમના પાકિસ્તાની મિત્ર સાથે રાવલપિંડી ગયા હતા.પરંતુ તે તેમના વતનમાં જઈ શક્યા ન હતા.

જ્યારે મનમોહન સિંહની માતાનું અવસાન થયું ત્યારે મનમોહન સિંહ ખૂબ જ નાના હતા. ત્યારબાદ તેમનો ઉછેર તેમના દાદાએ કર્યો હતો. પરંતુ તેના દંગામાં તેમના દાદાની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાએ મનમોહન સિંહના મન પર ઊંડી છાપ છોડી. આ ઘટના પછી તે પેશાવરમાં તેના પિતા પાસે પાછો ફર્યો હતા. ભારતના વિભાજન વખતે તેમને પાકિસ્તાન છોડીને તેમના પિતા સાથે ભારત આવવું પડ્યું જ્યારે તેઓ હાઈસ્કૂલમાં હતા.

રાજીવ શુક્લાના કહેવા પ્રમાણે, જ્યારે તેઓ ભારતના વડાપ્રધાન હતા ત્યારે તેઓ એકવાર પાકિસ્તાન જવા માગતા હતા. તે જ્યાં મોટો થયા હતો તે ગામ જોવા માગતો હતા. જ્યાંથી તેમણે પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું તે શાળા જોવા માગતો હતા.

રાજીવ શુક્લાને જણાવ્યુ હતુ કે એકવાર તેઓ મનમોહન સિંહ સાથે પીએમ હાઉસમાં બેઠા હતા. ત્યારે વાતચીત દરમિયાન તેણે મને કહ્યું કે તેને પાકિસ્તાન જવાની ખૂબ ઈચ્છા છે. જ્યારે મેં તેમને પૂછ્યું કે ત્યાં કેમ જવુ છે.ત્યારે તેમણે જણાવ્યુ કે મારા વતને જવુ છે.

જ્યારે રાજીવ શુક્લાએ તેમને પૂછ્યું કે શું તમે તેમનું પિતાનું ઘર જોવા ઈચ્છો છો, તો મનમોહન સિંહે જવાબ આપ્યો, મારું ઘર ઘણા સમય પહેલા જ ખતમ થઈ ગયું હતું. હવે હું તે શાળા જોવા ઈચ્છું છું જ્યાં હું ચોથા ધોરણ સુધી ભણ્યો હતો.

જો કે તેમણે જ્યાં પ્રારંભિક શિક્ષણ મેળવ્યું હતું તે શાળાને જોવાનો તેમના માટે ક્યારેય મોકો નહોતો, પરંતુ પાકિસ્તાનના ગાહ ગામમાં જે શાળામાંથી તેણે અભ્યાસ કર્યો તે શાળા હવે મનમોહન સિંહ સરકારી બોય્ઝ સ્કૂલ તરીકે ઓળખાય છે. ( All Pic - Getty Image , PTI )






































































