BAPSના વડા પ.પૂ મહંતસ્વામી મહારાજના હસ્તે 29 સુશિક્ષિત નવયુવાનોએ પાર્ષદી દિક્ષા ગ્રહણ કરી, જુઓ Photos

તા.23 ઓક્ટોબર, બુધવારના રોજ તીર્થધામ અક્ષર મંદિર, ગોંડલ ખાતે BAPS સંસ્થાના પ્રમુખ પ.પૂ.મહંતસ્વામી મહારાજની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં, સંસ્થાના 650થી વધુ સંતો અને દીક્ષાર્થીના માતા-પિતા તેમજ કુટુંબીજનોની હાજરીમાં દિવ્ય પાર્ષદી દિક્ષા મહોત્સવ સંપન્ન થયો હતો.

| Updated on: Oct 23, 2024 | 10:05 PM
પાર્ષદી દિક્ષા મહોત્સવમાં 2 ડૉકટર, 4 અનુસ્નાતક, 11 એન્જીનીયર, 7 સાયન્સ ગ્રેજ્યુએટ અને 4 અન્ય ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસ કરનાર યુવકો સહિત કુલ 29 સુશિક્ષિત નવયુવાનોએ પ.પૂ.મહંતસ્વામી મહારાજના વરદ હસ્તે પાર્ષદી દિક્ષા ગ્રહણ કરી હતી.

1 / 5
માતા-પિતા અને તમામ કુટુંબીજનોના મુખ પર દેખાઇ રહ્યો હતો. દિક્ષા મહોત્સવનો શુભારંભ સવારે ૮ વાગે વૈદિક મહાપૂજા વિધિથી થયો હતો. આ મહાપૂજા વિધિમાં સર્વે સાધકો તેમના પિતાશ્રી સાથે સંમિલિત થયા હતા. મુખ્ય દિક્ષાવિધિની શરૂઆતમાં પ.પૂ.મહંતસ્વામી મહારાજે સાધકોને યજ્ઞોપવિત ધારણ કરાવી. પૂ.સદગુરુ સંતોએ નવદિક્ષિત પાર્ષદોને ક્રમશઃ કંઠી, માળા, પાઘ અને ગાતરીયુ ધારણ કરાવ્યા.

2 / 5
ત્યારબાદ ગુરુહરિ મહંતસ્વામી મહારાજે પ્રત્યેક દીક્ષાર્થીને ગુરુમંત્ર આપી કૃપાઆશિષ પાઠવ્યા હતા. આ તકે સાધકના પિતાશ્રીને પણ રૂડા આશીર્વાદ સાથે આ અલૌકિક ક્ષણ કાયમ યાદ રહે તે માટે ફોટો સ્મૃતિ આપી હતી. દીક્ષા મહોત્સવની મુખ્યસભામાં દીક્ષાર્થી યુવાનોના પિતાશ્રીઓને સંસ્થાના વરિષ્ઠ સંતો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા જયારે વરિષ્ઠ અગ્રેસર મહિલાઓ દ્વારા તેઓના માતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. દિક્ષા મહોત્સવના સમાપનમાં પ્રગટ ગુરુહરિ મહંતસ્વામી મહારાજે કહ્યું કે, ‘બધુ આપવું સહેલું છે, પણ દીકરા આપવા ઘણું અઘરું છે. જેમણે દીકરા આપ્યા છે તે સર્વે માતાપિતાનો ખૂબ ખૂબ આભાર.

3 / 5
સર્વે પાર્ષદો સાધુતાના માર્ગે આગળ વધે તે આશીર્વાદ છે.’ સાધુની દીક્ષા લેનારા આ યુવાન સંતો માટે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, સારંગપુર ખાતે સંત તાલીમ કેન્દ્ર ચાલે છે. જ્યાં તેઓ સેવા, શિક્ષણ અને સંયમના પાઠ શીખે છે. આ સંતો સત્સંગ દ્વારા માનવકલ્યાણનું કાર્ય કરી શકે તે માટે તાલીમકેન્દ્રમાં અધ્યાપક સંતો દ્વારા વિવિધ પ્રકારની તાલીમ આપવામાં આવે છે.

4 / 5
તાલીમાર્થી સંતો સનાતન ધર્મના શાસ્ત્રોનો ઊંડાણપૂર્વક તલસ્પર્શી અભ્યાસની સાથે સાથે મેનેજમેન્ટનાં પાઠો પણ શીખે છે. અધ્યાત્મ સાધનાની સાથે સાથે આ યુવાન સંતો સદાચાર અને વ્યસનમુક્તિ જેવા અનેક પ્રકારનાં સામાજિક સેવાઓના કાર્યમાં પણ જોડાતા હોય છે. આમ, સનાતન હિન્દુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિમાં જેનું અનેરું મહત્વ છે એ ત્યાગાશ્રમની જીવંતતાના દર્શન આજના દીક્ષા સમારોહમાં સૌને થયા હતા.

5 / 5
Follow Us:
ઓગસ્ટ મહિનામાં થયેલી અતિવૃષ્ટિ નુકસાન પેકેજ કરાયું જાહેર, જુઓ Video

વડોદરાની મહિલાનો ડિજિટલ અરેસ્ટનો વીડિયો આવ્યો સામે

વાત્સલ્ય સ્કૂલના વિદ્યાર્થીઓ ભરેલી વાન પલટાઈ, જુઓ Video

નકલી જજ મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચનને PI દ્વારા માર મરાયો હોવાની કોર્ટમાં

ચિલોડાના સાદરા ગામે વિધર્મીએ હિન્દુ દેવતા પર કરી વિવાદાસ્પદ ટિપ્પણી

દિવાળી પહેલા આરોગ્ય વિભાગની તવાઇ, 50 સ્થળ પર હાથ ધર્યું ચેકિંગ

થરાદમાં ઝડપાયેલ શંકાસ્પદ ખાતરના નમૂના ફેલ, પોલીસે તપાસ હાથ ધરી

Gir Somnath Rain : સુત્રાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ

વડોદરામાં મચ્છર અને પાણીજન્ય રોગચાળો વકર્યો

આ 4 રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો થવાના સંકેત

g clip-path="url(#clip0_868_265)">