નકલી જજ મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચનને PI દ્વારા માર મરાયો હોવાની કોર્ટમાં કરી ફરિયાદ, જુઓ Video
અમદાવાદમાંથી ઝડપાયેલા નકલી જજને આજે કોર્ટમાં રજૂ કરાશે. આરોપી મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચનને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાશે. અગાઉ આરોપીને કોર્ટમાં રજૂ કરાયો ત્યારે PI વિરુદ્ધ ફરિયાદ કરી હતી.
અમદાવાદમાંથી ઝડપાયેલા નકલી જજને આજે કોર્ટમાં રજૂ કરાશે. આરોપી મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચનને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાશે. અગાઉ આરોપીને કોર્ટમાં રજૂ કરાયો ત્યારે PI વિરુદ્ધ ફરિયાદ કરી હતી. આરોપીએ PI દ્વારા માર મરાયો હોવાની કોર્ટમાં ફરિયાદ કરી હતી.
આરોપીએ ફરિયાદ કરતાં મેડિકલ માટે કોર્ટમાંથી મંજૂરી આપવામાં આવી છે. સાબરમતી જેલ તરફથી સારવાર સર્ટિફિકેટ રજૂ કરવામાં આવશે. કારંજ પોલીસ દ્વારા આજે આરોપીના રિમાન્ડની માગ કરવામાં આવશે. પ્રાથમિક તપાસમાં ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે. આરોપીએ અનેક લોકો સાથે છેતરપિંડી કરી હોવાની આશંકા છે.
અબજો રૂપિયાની જમીનના ખોટા ઓર્ડર કર્યા
અમદાવાદમાં નકલી જજે AMCને ચૂનો લગાડવાના કરેલા પ્રયાસોના મામલે AMCના લીગલ ચેરમેન એક્શનમાં છે. કોર્ટમાં થયેલા દાવા મામલે AMC પણ ફરિયાદ કરશે. અમદાવાદના 5 સર્વે નંબરના પ્લોટમાં ખોટો ઓર્ડર કર્યો હતો. આરોપીએ AMCની નારોલ-શાહીવાડીની અબજો રૂપિયાની જમીનના ખોટા ઓર્ડર કર્યા હતા. 6 સરકારી, કોર્પોરેશનની 4 જમીનમાં મનસ્વી રીતે હુકમ કર્યા હતા. ઓર્ડર વિન્સેન્ટ કાર્પેન્ટરના હિતમાં ઓર્ડર કર્યા હતા.