23 ઓક્ટોબરના મહત્વના સમાચાર : તુર્કીની રાજધાની અંકારામાં આતંકી હુમલો ! 10 ના મોત
News Update : આજે 23 ઓક્ટોબરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..
બ્રિક્સ સંમેલનનાં આજે PM મોદી ચીની અને ચીનનાં રાષ્ટ્રપતિ જિનપિંગ વચ્ચે મુલાકાત થશે. બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાશે. વાયનાડ લોકસભા બેઠકની પેટાચૂંટણી માટે પ્રિયંકા ગાંધી આજે ઉમેદવારી પત્ર ભરશે. રાહુલ ગાંધી સાથે રોડ-શો બાદ નામાંકન ભરશે. ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં એકપણ બેઠક ન મળતા HAM પ્રમુખ જીતનરામ માંઝી ભાજપથી નારાજ છે. 3 બેઠકો માટે હદકાર હોવાનો દાવો કર્યો છે. પાક નુકસાની મુદ્દે કોંગ્રેસ આક્રમક બની છે. સરકાર સમક્ષ 10 હજાર કરોડના પેકેજ સાથે લીલો દુકાળ જાહેર કરવાની માગ છે. નકલી જજ મોરિસ ક્રિશ્ચયનની કરતૂતનો પર્દાફાશ થયો છે. કોર્ટમાં પોલીસ પર ગુનો કબૂલવા માર માર્યાનો લગાવ્યો આરોપ છે. આજે રિમાન્ડ પર સુનાવણી હાથ ધરાશે. ડિજિટલ અરેસ્ટનો લાઇવ વીડિયો સામે આવ્યો. પોતાના જ ઘરમાં વડોદરાની શિક્ષિકા કેદ થઈ. નકલી IPS બની ઠગે રૂપિયા પડાવ્યા.
LIVE NEWS & UPDATES
-
ખેડૂતો માટે રાહત પેકેજની જાહેરાત સિંગના દાણા જેટલી : શક્તિસિંહ ગોહિલ
ગુજરાત સરકારે ખેડૂતો માટે કરેલી જાહેરાત બાદ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની પ્રતિક્રિયા સામે આવી છે. શક્તિસિંહે કહ્યું કે, નાની જાહેરાત કરી અને બૂમરાંગ એવી મચાવી કે જાણે ખેડૂતોને માલામાલ કર્યા છે. ઓગસ્ટ મહિનાની જાહેરાતમાં ખેડૂતો સાથે બનાવટ કરી છે. પિયત પાકના એકર દીઠ 44 હજારની જગ્યાએ માત્ર 22 હજાર જ લિમિટેડ આપ્યા છે. આજની જાહેરાત સિંગના દાણા જેટલી હોવાનું શક્તિસિંહે જણાવ્યું હતું. ખેડૂતોને એક લાખ કરોડનું નુક્સાન થયું તેની સામે આ નજીવી જાહેરાત છે. ખેડૂતોમાં પુષ્કળ રોષ હોવાથી આ જાહેરાત કરવી પડી છે. ખેડૂતોને યોગ્ય વળતર મળે તેવી કોંગ્રસની માંગ.
-
તુર્કીની રાજધાની અંકારામાં ’26/11′ જેવો આતંકી હુમલો ! 10 માર્યા ગયા, ઘણાને બંધક બનાવ્યા; સતત ગોળીબાર ચાલુ
તુર્કી બ્લાસ્ટ ન્યૂઝ: તુર્કીના અંકારામાં ઉડ્ડયન કંપની ટર્કિશ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ (TUSAS) ના મુખ્યાલયની બહાર બુધવારે એક પ્રચંડ વિસ્ફોટ થયો હતો. આ પછી પણ ત્યાં હાજર બે આતંકીઓ સતત ગોળીબાર કરી રહ્યા છે.
-
-
શિવસેના ઉદ્ધવ જૂથે 65 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, આદિત્ય ઠાકરે વરલીથી લડશે ચૂંટણી
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે શિવસેના ઉદ્ધવ જૂથે આજે 65 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. શિવસેના ઉદ્ધવ જૂથે જાહેર કરેલ પ્રથમ યાદીમાં આદિત્ય ઠાકરેને વરલીથી ટિકિટ આપવામાં આવી છે.
-
5 વર્ષ પછી BRICS સમિટમાં મોદી-જિનપિંગ મળ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાના પ્રવાસે છે. આજે બુધવારે PMએ કઝાનમાં BRICS સમિટને સંબોધિત કરી હતી. બ્રિક્સ બેઠક બાદ પીએમ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઈ છે. મોદી અને જિનપિંગ વચ્ચે પાંચ વર્ષ બાદ વાતચીત થઈ રહી છે. આ પહેલા 11 ઓક્ટોબર 2019ના રોજ પીએમ મોદી અને જિનપિંગની મુલાકાત થઈ હતી.
-
કેશોદના બામણાસા ગામે વેરાવળી ધામે 25 ઓક્ટોબરે યોજાશે ખેડૂત મહાપંચાયત
આગામી 25 ઓક્ટોબરના રોજ કિસાન સયુંકત મોરચાની ખેડૂત મહાપંચાયત કેશોદના બામણાસા ગામે વેરાવળી ધામે યોજાશે. આ મહાપંચાયતમાં યોગેન્દ્ર યાદવ અને બજરંગ પુનિયા પણ જોડશે. ઘેડ વિસ્તારના પ્રાણપ્રશ્નનો કાયમી ઉકેલ લાવવાની ખેડૂત મહાપંચાયતમાં કરાશે માંગ. ઇકો સેન્સેટિવ ઝોન રદ્દ કરવાની માંગ આ મહાપંચાયતમાં કરવામાં આવશે. ખેડૂતોનું ચાલુ વર્ષનું પાક ધિરાણ સંપૂર્ણપણે માફ કરવામાં આવે તેવી પણ માંગણી કરાશે. ભાદર-ઊબેણ-ઓઝતમાં છોડવામાં આવતા ઝેરી કેમિકલ કચરાથી કાયમી મુક્તિ મળે તેવી વ્યવસ્થા ઉભી કરવા રજૂઆત કરાશે. ઘેડ વિસ્તાર માટે ખાસ ઘેડ વિકાસ નિગમ બનાવવાની માંગ કરાશે.
-
-
નકલી જજ મોરિસ ક્રિશ્ચિયન 3 નવેમ્બર સુધી રિમાન્ડ પર
અમદાવાદમાંથી પકડાયેલા નકલી જજ મોરિસ ક્રિશ્ચિયનના, કોર્ટે આગામી 3 નવેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. નકલી જજ મોરિસ ક્રિશ્ચિયન હજુ પણ સેશન્સ જજની સમકક્ષ હોવાનો દાવો કરી રહ્યો છે.
-
ગુજરાત સરકારે ખેડૂતો માટે જાહેર કર્યું રૂ. 1419.62 કરોડનું રાહત પેકેજ
ગુજરાતમાં ગત ઓગસ્ટ મહિનામાં થયેલી અતિવૃષ્ટિ માટે રાજ્ય સરકારે ખેડૂતો માટે રૂપિયા 1462 કરોડની આર્થિક સહાયની જાહેરાત કરી છે. 20 જિલ્લાના 136 તાલુકામાં 6000થી વધુ ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે. પિયત પ્રકાર, બિન પિયત , બાગાયતી પાકનો સમાવેશ કરવામાં આવ્યો છે. 33 % થી વધુ નુકસાની વાળો વિસ્તાર 8 લાખ હેકટરથી વધુ હોવાનું સરકારે જણાવ્યું છે. જેમાં મુખ્યત્વે મગફળી, કપાસ, ડાંગર, તુવેર અને સોયાબિનના પાકને પારાવાર નુકસાન થયું હતું.
-
સોના-ચાંદીનો ભાવ ઓલટાઈમ હાઈ, સોનુ 81000 તો ચાંદી 1 લાખને પાર
સોના ચાંદીનો ભાવ ઓલ ટાઈમ હાઈ થયો છે. દિવાળી પર્વ અને લગ્ન સિઝન પહેલા જ ભાવમાં ભડકો જોવા મળ્યો છે. સોનુ 81,100 પહોચ્યું છે તો ચાંદી એક લાખ બે હજારને આસપાસ પહોંચી છે. ફેડરેલ બેંકે વ્યાજદર ઘટાડતા સોનાના ભાવમાં વધારો થયો હોવાનું બજારના જાણકારોનું માનવું છે. ભાવ વધારાની અસર સોના-ચાંદીના દાગીનાંની ખરીદી ઉપર જોવા મળી રહી છે. ભાવ વધારાના કારણે સોના-ચાંદીમાં ખરીદદારી 50 ટકા થઇ ગઈ છે.
-
ગુજરાતની સરકારી કચેરીઓમાં આગામી 1 નવેમ્બરે રજા રહેશે
ગુજરાતની તમામ સરકારી કચેરીઓમાં આગામી 1 નવેમ્બરના રોજ રજા જાહેર કરવામાં આવી છે. ગુજરાત સરકારે 1 નવેમ્બરના રોજ વટાઉખત અધિનિયમ 1961 અંતર્ગત આ રજા જાહેર કરી છે. આ અંગે ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગે જાહેરનામુ બહાર પાડ્યું છે. સરકારના આ જાહેરનામાના પગલે, ગુજરાતની સરકારી કચેરીઓ, 31 ઓક્ટોબરથી 3 નવેમ્બર સુધી દિવાળી, નવા વર્ષ નિમિત્તે બંધ રહેશે.
-
બોટાદ ટ્રાફિક પોલીસનું વાહન ચેકીંગ દરમ્યાન ટ્રકની અડફેટે મોત
બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસનું ફરજ દરમ્યાન અકસ્માતમાં મોત થયું છે. રાજકોટ – ભાવનગર હાઈવે પર વાહન ચેકીંગ દરમ્યાન ટ્રકની અડફેટે બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસ વાસુરભાઈ ડાંગરનું મોત થયું છે. 37 વર્ષીય વાસુરભાઈ ડાંગરનું ઢસા આરોગ્ય કેન્દ્રમાં સારવાર દરમિયાન મોત થતા જિલ્લા પોલીસમાં શોકનું મોજૂ ફરી વળ્યું છે.
-
IPS રાજકુમાર પાંડિયનને સસ્પેન્ડ કરવા કોંગ્રેસની માંગ
ગાંધીનગર ખાતે પોલીસ ભવન તરફ કૂચ કરી રહેલા ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીના સમર્થનમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ, ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા, અને અમદાવાદના દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર પહોંચ્યા હતા. રાજકુમાર પાંડિયાન વિરુદ્ધ તપાસ કરીને વિશેષ અધિકાર ભંગની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરી છે. સરકાર જીગ્નેશ મેવાણીની સુરક્ષા સુશ્ચિતત કરે અને રાજકુમાર પાંડિયનને સસ્પેન્ડ કરવાની માગણી કરવામાં આવી છે.
-
MLA જીજ્ઞેશ મેવાણીએ દલિત આગેવાનો, કોંગ્રેસ કાર્યકરો સાથે પોલીસ ભવન તરફ કરી કૂચ
ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ, દલિત આગેવાનો અને કોંગ્રેસના કાર્યકરો સાથે પોલીસ ભવન તરફ કૂચ કરી છે. રાજકુમાર પાંડિયન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા કરતા આગળ વધ્યા છે. આ દરમિયાન ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ વધુ એકવાર આઈપીએસ અધિકારી રાજકુમાર પાંડિયન સામે ગંભીર આક્ષેપો કર્યા છે.
જીગ્નેશ મેવાણી દ્વારા આજના ઘોષિત કાર્યક્રમને લઈને પોલીસ ભવન ખાતે લોખંડી બંદોબસ્ત ગોઠવાયો છે. 15 મી ઓક્ટોબરે જીગ્નેશ મેવાણી ADGP રાજકુમાર પાંડિયનને રજુઆત કરવા આવ્યા ત્યારે મોબાઈલના મુદ્દે વિવાદ સર્જાયો હતો. પોલીસ ભવન જવાના માર્ગો પર બેરીકેડ લગાવવામાં આવ્યા છે.
-
અમદાવાદ RTOમાં યોજાયેલી ડ્રાઇવમાં વસૂલાયો દંડ
અમદાવાદ RTOમાં યોજાયેલી ડ્રાઇવમાં દંડ વસૂલાયો. 2 દિવસમાં 80 હજાર રૂપિયાનો દંડ વસૂલ કરાયો છે. હેલમેટ નહીં પહેરનાર સામે કડક કાર્યવાહી થઇ. રાજ્યની તમામ સરકારી કચેરીમાં હેલમેટ ફરજિયાત છે. RTOમાં જતા તમામ લોકોની તપાસ કરાઇ. HCના આદેશ બાદ તમામ સ્થળો પર કાર્યવાહી થઇ.
-
વાવ બેઠક પર આપ અને કોંગ્રેસ વચ્ચે થઈ શકે ગઠબંધન
વાવ બેઠક પર આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થઈ શકે છે. બંને પક્ષના સિનિયર નેતાઓ વચ્ચે બેઠકોનો દૌર ચાલુ છે. ગેનીબેન ઠાકોર સાંસદ બનતા વાવ બેઠક ખાલી થઈ છે. બંનેમાંથી એક પણ પાર્ટીએ પોતાના ઉમેદવાર જાહેર કર્યો નથી. 13 નવેમ્બરે વાવ બેઠક પર મતદાન યોજાશે.
-
સુરતમાં વાત્સ્લય સ્કૂલની વિદ્યાર્થી ભરેલી સ્કૂલ વાન પલ્ટી ગઇ
સુરત શહેરના ડભોલી વિસ્તારમાં વાત્સ્લય સ્કૂલની વિદ્યાર્થી ભરેલી સ્કૂલ વાન પલ્ટી ગઇ. અનેક બાળકોને ઇજાઓ પહોંચી છે. સ્કૂલ વાન ચાલાકની ગંભીર બેદરકારી સામે આવી છે. ઇજાગ્રસ્ત બાળકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
-
સુરત: કાપડ માર્કેટમાં હિંદુ નામ ધારણ કરી ઠગાઇ
સુરત: કાપડ માર્કેટમાં હિંદુ નામ ધારણ કરી ઠગાઇ કરી હોવાનું સામે આવ્યુ છે. રિઝવાન સૈયદે જગદીશ કુમાવત નામ ધારણ કરી છેતરપિંડી આચરી. 70 લાખનું કાપડ ખરીદી કરી ઠગાઈ આચરી. ઠગાઈ કરવા માટે દુકાનનું નામ મહાવીર ટ્રેડિંગ રાખ્યું હતું. ઠગ ટોળકીની સરોલી અને ગોડાદરામાં દુકાન હોવાનું પણ સામે આવ્યુ છે.
-
અમદાવાદ: નકલી જજને આજે કોર્ટમાં કરાશે રજૂ
અમદાવાદ: નકલી જજને આજે કોર્ટમાં રજૂ કરાશે. આરોપી મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચનને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાશે. અગાઉ આરોપીને કોર્ટમાં રજૂ કરાયો ત્યારે PI વિરુદ્ધ ફરિયાદ કરી હતી. આરોપીએ PI દ્વારા માર મરાયો હોવાની કોર્ટમાં ફરિયાદ કરી હતી. આરોપીએ ફરિયાદ કરતાં મેડિકલ માટે કોર્ટે મંજૂરી આપી હતી. સાબરમતી જેલ તરફથી સારવાર સર્ટિફિકેટ રજૂ કરાશે. કારંજ પોલીસ દ્વારા આજે આરોપીના રિમાન્ડની માંગ કરાશે.
-
બનાસકાંઠા: થરાદમાં ઝડપાયેલ શંકાસ્પદ ખાતરના નમૂના ફેલ
બનાસકાંઠા: થરાદમાં ઝડપાયેલ શંકાસ્પદ ખાતરના નમૂના ફેલ ગયા છે. થરાદના એગ્રો સેન્ટરમાંથી ખાતર ઝડપાયું હતુ. 23થી વધુ કટ્ટા નકલી ખાતર હોવાનું સામે આવ્યું. આશીર્વાદ એગ્રો સેન્ટરમાંથી ડુપ્લીકેટ ખાતર ઝડપાયું હતુ. DAP ખાતરના નામે નકલી ખાતરનું વેચાણ થતુ હતુ. ખેડૂતની રજૂઆતના આધારે ખેતીવાડી વિભાગે કાર્યવાહી કરી હતી.
-
દિલ્હીના વસંત કુંજ વિસ્તારમાં વિસ્ફોટ, 4 લોકો ઘાયલ
દિલ્હીના વસંત કુંજ વિસ્તારમાં એક ઘરમાં રહસ્યમય રીતે થયેલા વિસ્ફોટમાં ચાર લોકો ઘાયલ થયા છે. ઘાયલોની ઓળખ સની (20), અનિતા (40), આકાશ મંડલ (45), લક્ષ્મી મંડલ (45) તરીકે થઈ છે. દરેકને એઈમ્સમાં લઈ જવામાં આવ્યા છે. ફાયરની બે ગાડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી.
-
ઓડિશા અને પશ્ચિમ બંગાળ પર ભાયનક દાના ચક્રવાતનો ખતરો
ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે બંગાળની ખાડી પર બનેલું નીચા દબાણનું ક્ષેત્ર બુધવાર (23 ઓક્ટોબર)ના રોજ ગંભીર ચક્રવાતમાં ફેરવાઈ જશે. વિભાગની આગાહી મુજબ, ગંભીર ચક્રવાતી તોફાન ‘દાના’ 24 ઓક્ટોબરે ઓડિશા અને પશ્ચિમ બંગાળને અડીને આવેલા દરિયાકાંઠે પહોંચશે, જેના કારણે આ બંને રાજ્યોમાં આગામી ત્રણ દિવસ એટલે કે ભારે વરસાદની સંભાવના છે. આ સિવાય વિભાગના જણાવ્યા અનુસાર ઝારખંડ અને બિહારમાં 24 ઓક્ટોબરની રાત્રે અને 25 ઓક્ટોબરની સવારે પણ વાવાઝોડાની અસર જોવા મળશે.
Subject: Depression over eastcentral Bay of Bengal (Pre-Cyclone Watch for Odisha and West Bengal coasts)
Yesterday’s well marked low pressure area over Eastcentral Bay of Bengal moved west-northwestwards, concentrated into a depression and lay centred at 0530 hrs IST of today,… pic.twitter.com/W5pNJEzFtR
— India Meteorological Department (@Indiametdept) October 22, 2024
-
પ્રિયંકા ગાંધી આજે વાયનાડ પેટાચૂંટણી માટે ઉમેદવારી નોંધાવશે
દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પાર્ટીના સાંસદ અને લોકસભા નેતા રાહુલ ગાંધી પોતપોતાના નિવાસસ્થાનથી રવાના થયા. તેઓ આજે વાયનાડ જશે. પ્રિયંકા ગાંધી વાડ્રા વાયનાડ પેટાચૂંટણી માટે ઉમેદવારી નોંધાવશે.
#WATCH | Delhi: Congress chief Mallikarjun Kharge and party MP and Lok Sabha LoP Rahul Gandhi leave from their respective residences; they will be going to Wayanad today as Priyanka Gandhi Vadra will be filing her nomination for Wayanad by-polls. pic.twitter.com/RytaJCjYCH
— ANI (@ANI) October 23, 2024
-
વડોદરા: પહેલીવાર ડિજિટલ અરેસ્ટનો વીડિયો સામે આવ્યો
છેલ્લા ઘણા સમયથી ડિજિટલ અરેસ્ટના દૂષણે માઝા મૂકી છે. ડગલેને પગલે લોકોને હાઉસ અરેસ્ટ કરીને લાખો પડાવતી ગેંગે આંતક મચાવ્યો છે. ડિજિટલ અરેસ્ટના કિસ્સા વધતા પોલીસ પણ દોડતી થઈ છે. ત્યારે પહેલીવાર ડિજિટલ અરેસ્ટનો LIVE વીડિયો સામે આવ્યો છે. વડોદરાની મહિલા સાથે થયેલા ડિજિટલ અરેસ્ટનો વીડિયો સામે આવ્યો. વાઘોડિયા રોડ પર રહેતી મહિલાને ઘરમાં જ 4 કલાક સુધી હાઉસ અરેસ્ટ રાખી ટોર્ચર કરી. જુઓ આ LIVE વીડિયોમાં કેવી રીતે ઠગબાજ નકલી IPS અધિકારી બનીને વડોદરાની શિક્ષિકાને ડિજિટલ અરેસ્ટ કરીને પૈસા પડાવી લે છે.
-
સુરત: દિવાળી પહેલા નબીરાઓ બેફામ
સુરત: દિવાળી પહેલા નબીરાઓ બેફામ બન્યા છે. નબીરાઓએ રોકેટ સળગાવી રોડ પર ફેંક્યા હતા. હાથમાં રોકેટ સળગાવી જાહેર રસ્તા પર ફેંક્યા. સળગતા રોકેટ ફેંકી લોકોના જીવ જોખમમાં મૂક્યા. લોકોના જીવ જોખમમાં મૂકતા નબીરાઓનો વીડિયો વાયરલ થયો. વાયરલ વીડિયો વરિયાવ રિંગ રોડ નજીકનો હોવાનું અનુમાન છે.
Published On - Oct 23,2024 7:28 AM