વડોદરાની મહિલાનો ડિજિટલ અરેસ્ટનો વીડિયો આવ્યો સામે, CBI અધિકારીનો દમ બતાવી કરી એક લાખની કરી ઠગાઇ
ઘટના વડોદરાની છે. વડોદરાની મહિલા સાથે થયેલા ડિજિટલ અરેસ્ટનો વીડિયો સામે આવ્યો છે. વાઘોડિયા રોડ પર રહેતી મહિલાને ઘરમાં જ 4 કલાક સુધી હાઉસ અરેસ્ટ રાખી ટોર્ચર કરી કરવામાં આવી હતી.
છેલ્લા ઘણા સમયથી ડિજિટલ અરેસ્ટના દૂષણે માઝા મૂકી છે. અવારનવાર સમાચાર આવતા હોય છે કે ડિજિટલ અરેસ્ટ કરીને કોઇને બ્લેકમેઇલ કરવામાં આવે છે. ડગલેને પગલે લોકોને હાઉસ અરેસ્ટ કરીને લાખો પડાવતી ગેંગે આંતક મચાવ્યો છે. ડિજિટલ અરેસ્ટના કિસ્સા વધતા પોલીસ પણ સજાગ થઇ છે ત્યારે પ્રથમ વખત ડિજિટલ અરેસ્ટનો LIVE વીડિયો સામે આવ્યો છે, ઘટના વડોદરાની છે. વડોદરાની મહિલા સાથે થયેલા ડિજિટલ અરેસ્ટનો વીડિયો સામે આવ્યો છે.
વાઘોડિયા રોડ પર રહેતી મહિલાને ઘરમાં જ 4 કલાક સુધી હાઉસ અરેસ્ટ રાખી ટોર્ચર કરી કરવામાં આવી, ઠગબાજ નકલી IPS અધિકારી બનીને વડોદરાની શિક્ષિકાને ડિજિટલ અરેસ્ટ કરીને પૈસા પડાવામાં આવ્યા. ગઠીયો મહિલાને હાઉસ અરેસ્ટ કરી તેને ટોર્ચર કરે છે. તેના પતિને ગોળી મારી દેવાની ધમકી આપી અને એક લાખ રૂપિયા પડાવી લે છે. આ મહિલા તેમને વિનંતી કરતી રહી અને સામે આરોપીઓ તેને પોલીસ અને CBI અધિકારીનો દમ બતાવી પોતાની કરતૂતને અંજામ આપ્યો.