AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chana-Methi pickle recipe : ઉનાળામાં બનાવો પ્રોટીન યુક્ત ચણા-મેથીનું સ્વાદિષ્ટ અથાણું, જાણો સંપૂર્ણ રેસિપી

મોટાભાગના લોકોને મસાલેદાર અને ચટાકેદાર વાનગીઓ ખાવાનો શોખ હોય છે. ત્યારે કેટલાક લોકો ઘરે અવનવા પ્રકારના અથાણા બનાવીને રાખતા હોય છે. તો આજે અમે તમને ચણા-મેથીના અથાણાની રેસિપી જણાવીશું.

| Updated on: Apr 30, 2025 | 8:22 AM
ભારતમાં વિવિધ પ્રકારના અથાણા બનાવવામાં આવતા હોય છે. ત્યારે આજે ચણા-મેથીના અથાણાની રેસિપી જણાવીશું.ચણા-મેથીનું અથાણું બનાવવા માટે કેટલીક સામગ્રીની જરુર પડશે.

1 / 6
ચણા-મેથીનું અથાણું બનાવવા માટે કેરી, તેલ, ચણા, મેથી, અથાણાનો મસાલો, મીઠું સહિતની સામગ્રીની જરુર પડશે.

2 / 6
ચણા-મેથીનું અથાણું બનાવવા માટે સૌથી પહેલા એક વાસણમાં કેરીની છાલ કાઢી કેરીની છીણી નાખો. ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું અને હળદર ઉમેરી 3 કલાક માટે મુકી દો.

3 / 6
ત્યારબાદ ચણા-મેથીને 6થી7 કલાક માટે પાણીમાં પલાળી રાખો. કેરીમાંથી પાણી અલગ થઈ જાય ત્યારે કેરી અને તેના પાણીને અલગ કરી દો. હવે આ પાણીમાં પલાળેલા ચણા-મેથીને કેરીના પાણીમાં પલાળી લો. જેથી ખટાશ ચણા-મેથીમાં આવી જાય.

4 / 6
ચણા-મેથીને 2 કલાક પછી સુતરાઉ કાપડ પર પાથરી લો. જેથી તેની અંદર રહેલું પાણી દૂર થઈ જાય. હવે એક પેનમાં તેલ ગરમ કરો. ત્યારબાદ એક વાસણમાં અથાણાનો મસાલો, સ્વાદ અનુસાર મીઠું ઉમેરો. આ પછી કેરીની છીણ, ચણા-મેથી ઉમેરી બરાબર મિક્સ કરો.

5 / 6
હવે તેલ ઠંડુ થઈ જાય ત્યાર બાદ થોડું થોડું તેલ કેરીની છીણ, ચણા-મેથીમાં ઉમેરી બરાબર મિક્સ કરો. ત્યારબાદ આ અથાણાને કાચની બરણીમાં ભરી લો. આ અથાણું તમે 2 દિવસ પછી ખાઈ શકો છો. જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે.

6 / 6

Tv9 ગુજરાતી પર હેલ્ધી, ટેસ્ટી અને યુનિક વાનગીઓ બનાવવાની સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ રેસિપિની સ્ટોરી વાંચી તમે ઘરે જ વાનગીઓ બનાવી શકો છો.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">