RO નું પાણી પીવાથી શરીરમાં થાય છે વિટામિનની કમી ? જાણો ગેરફાયદા
RO પાણી આપણને ઘણી બીમારીઓ પણ આપી શકે છે. તેમાં હાજર ફિલ્ટર પાણીમાં મળતા ઘણા જરૂરી મિનરલ્સને પણ દૂર કરે છે. ઘણા સ્વાસ્થ્ય નિષ્ણાતો માને છે કે એક મર્યાદાથી વધુ આરઓ પાણીનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

આપણા ઘરોમાં વારંવાર નળમાંથી પીવાનું પાણી મળતું નથી, તેથી આપણે આર.ઓ.નો ઉપયોગ કરીએ છીએ. પરંતુ આ RO પાણી આપણને ઘણી બીમારીઓ પણ આપી શકે છે. તેમાં હાજર ફિલ્ટર પાણીમાં મળતા ઘણા જરૂરી મિનરલ્સને પણ દૂર કરે છે. ઘણા સ્વાસ્થ્ય નિષ્ણાતો માને છે કે એક મર્યાદાથી વધુ આરઓ પાણીનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. આવો જાણીએ કઇ બીમારીઓથી આનો ખતરો વધી શકે છે.

બ્લડ પ્રેશર- RO પાણી પીવાથી શરીરમાં બ્લડ પ્રેશર વધી શકે છે. આ કારણથી તમને બેચેની અને નર્વસનેસની ફરીયાદ પણ થઇ શકે છે.

વિટામિન B12 ની ઉણપ- RO નું પાણી તમારા શરીરમાં વિટામિન B12 નું સ્તર ઘટાડી શકે છે. જેના કારણે તમે ડિપ્રેશન જેવી બીમારીનો ભોગ બની શકો છો.

પેટ સંબંધિત રોગો- RO ના પાણીથી પેટમાં ફૂલવું અને ગેસ થઈ શકે છે. તેનાથી તમને ભારે લાગશે અને તમે ઝડપથી થાકી જશો. ક્યારેક ROનું પાણી પણ કબજિયાતનું કારણ બની શકે છે.

ગર્ભાવસ્થા દરમિયાન થઇ શકે છે નુકસાન- ગર્ભાવસ્થા દરમિયાન આરઓનું પાણી પીવાથી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે.આના કારણે નવજાત બાળકને પણ આવી શકે છે સમસ્યા

માથાનો દુખાવો- તેના પાણીથી માથાનો દુખાવો થઈ શકે છે. જો તેની અવગણના કરવામાં આવે તો તે ભવિષ્યમાં ગંભીર સમસ્યાઓનું કારણ બની શકે છે.

આરઓ જરૂરી મિનરરને પણ દુર કરી નાખે છે જેમ કે , કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, આયર્ન, આરઓનું પાણી pH સ્તરને એસિડિક બનાવે છે.
