શું તમે તમારી પત્નીને ઘર ખર્ચ માટે રૂપિયા આપો છો ? આ નિયમો જાણી લેજો, નહીં તો ઇન્કમ ટેક્સની નોટિસ આવી શકે છે
ઇન્કમ ટેક્સ એક્ટ મુજબ, પતિ પોતાની પત્નીને રોકડ અથવા બીજા કોઈ સ્વરૂપે રૂપિયા આપી શકે છે પરંતુ એ માટે આવકવેરાની કલમ 269SS અને 269Tના નિયમોનું પાલન કરવું જરૂરી છે.

ભારતીય સમાજમાં મધ્યમ વર્ગના પરિવારોમાં પતિ સામાન્ય રીતે દર મહિને તેની પત્નીને ઘર ખર્ચ અને બીજી જરૂરિયાતો માટે કેટલાક રૂપિયા આપે છે. આ રકમ પત્નીને રોકડમાં અથવા બેંક ટ્રાન્સફર દ્વારા આપવામાં આવે છે. એવામાં જો તમે તમારી પત્નીને રોકડ આપો છો અને તે આ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરે છે, તો તેમાંથી થતી આવક પર ટેક્સ ચૂકવવો જરૂરી છે.

ઇન્કમ ટેક્સ એક્ટ મુજબ, પતિ પોતાની પત્નીને રોકડ અથવા બીજા કોઈ સ્વરૂપે રૂપિયા આપી શકે છે પરંતુ તેણે આવકવેરા કાયદાની કલમ 269SS અને 269T ની જોગવાઈનું પાલન કરવું પડે છે. જો પતિ તેની પત્નીને ઘરના અથવા વ્યક્તિગત ખર્ચ માટે રોકડ આપે છે, તો તેને ઇન્કમ ટેક્સની નોટિસ મળશે નહીં. આવું એટલા માટે કારણ કે, આ રકમને પતિની આવક ગણવામાં આવે છે. આમાં પત્ની કોઈપણ ટેક્સ માટે જવાબદાર હોતી નથી.

આવકવેરા કાયદાની કલમ 269SS અને 269T ની જોગવાઈ હેઠળ, પતિ અને પત્ની વચ્ચે રોકડ વ્યવહારો પર ચોક્કસ મર્યાદા લાદવામાં આવી છે. જણાવી દઈએ કે, ₹20,000 થી વધુ રોકડ એક સાથે આપી શકાતી નથી. ખાસ વાત એ છે કે, કલમ 269T હેઠળ જો 20,000 રૂપિયાથી વધુની રોકડ રકમ આપવાની હોય અથવા પરત કરવાની હોય, તો તે ફક્ત ચેક, NEFT, RTGS મોડ જેવા બેંકિંગ ચેનલો દ્વારા જ કરવાની રહેશે.

જો પત્ની તેના પતિ દ્વારા આપવામાં આવેલા રૂપિયા રોકાણ કરે છે અને તેમાંથી આવક થાય છે, તો તેણે આ આવક પર ટેક્સ ચૂકવવો પડશે. પત્નીએ આ આવક તેના આવકવેરા રિટર્ન (ITR) માં બતાવવી પડશે. જો તે "Clubbing of Income" હેઠળ પતિની આવકમાં ઉમેરવામાં આવે છે, તો જવાબદારી વધી શકે છે.

જો પત્નીને આપવામાં આવેલા રૂપિયા ભાડાની મિલકત ખરીદવા માટે વપરાય છે અને તે માસિક ભાડું પણ મેળવે છે, તો આ ભાડું પત્નીની આવક ગણવામાં આવશે તેમજ તેના પર ટેક્સ ચૂકવવાપાત્ર રહેશે. જો આવકવેરા વિભાગને લાગે કે, પતિએ તેની પત્નીને આપેલા રૂપિયાનો ઉપયોગ ટેક્સ બચાવવા માટે કર્યો છે અથવા આ રૂપિયામાંથી મળેલી આવક જાહેર કરવામાં આવી નથી, તો વિભાગ નોટિસ મોકલી શકે છે.

જો કોઈ વ્યક્તિ ₹20,000 થી વધુ રોકડ વ્યવહાર કરે છે અને પતિ-પત્નીના સંબંધમાં નથી, તો ટેક્સ વિભાગ સમાન રકમનો દંડ વસૂલ કરી શકે છે. જો કોઈ વ્યક્તિ આ જોગવાઈનું ઉલ્લંઘન કરશે તો તેને કલમ 271D હેઠળ દંડ કરવામાં આવશે. ધ્યાન રાખો કે, પતિ-પત્ની, માતા-પિતા અને બાળકો, ભાઈ-બહેન વગેરે વચ્ચેના રોકડ વ્યવહારો પર કોઈ દંડ લાદવામાં આવતો નથી.
આ પણ વાંચો: Income Tax : હવે બેંકના ધક્કા નહીં ખાવા પડે ! ઘરે બેઠા જ UPI થી ટેક્સ ચૂકવવાની સરળ રીત જાણો, મિનિટોમાં જ થઈ જશે ‘પેમેન્ટ’
