Income Tax : હવે બેંકના ધક્કા નહીં ખાવા પડે ! ઘરે બેઠા જ UPI થી ટેક્સ ચૂકવવાની સરળ રીત જાણો, મિનિટોમાં જ થઈ જશે ‘પેમેન્ટ’
હાલના સમયમાં ટેક્સ ફાઇલિંગ એ પહેલા કરતાં ઘણું સરળ બની ગયું છે. ઈ-ફાઇલિંગ પોર્ટલ હવે UPI એપ દ્વારા ડાયરેક્ટ પેમેન્ટ કરવાનો વિકલ્પ આપે છે.

હાલના સમયમાં ઇન્કમ ટેક્સ વિભાગે પેમેન્ટ પ્રક્રિયા ખૂબ જ સરળ બનાવી દીધી છે. ટૂંકમાં તમે બેંકની મુલાકાત લીધા વિના કે બીજી કોઈપણ લાંબી પ્રોસેસમાંથી પસાર થયા વિના તમારા મોબાઇલ ફોનનો ઉપયોગ કરીને UPI થકી મિનિટોમાં તમે ટેક્સ ચૂકવી શકો છો.
UPI દ્વારા ટેક્સ ચૂકવવાનું કેમ સરળ બન્યું?
હવે, ઇન્કમ ટેક્સ ઈ-ફાઇલિંગ પોર્ટલ Paytm, PhonePe અને Google Pay જેવી એપ્સ દ્વારા ડાયેરક્ટ UPI પેમેન્ટ કરવાનો ઓપ્શન આપે છે. રૂપિયા સીધા તમારા બેંક ખાતામાંથી કપાય છે અને થોડીક સેકંડમાં જ ચલણ જનરેટ થઈ જાય છે.
UPI નો ઉપયોગ કરીને ઇન્કમ ટેક્સ પેમેન્ટ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ
- incometax.gov.in પર જાઓ અને તમારા PAN તેમજ પાસવર્ડથી લોગ ઇન કરો.
- ડેશબોર્ડ પર ‘e-Pay Tax’ વિકલ્પ પસંદ કરો.
- ‘New Payment’ પર ક્લિક કરો અને ટેક્સ પ્રકાર (Advance/Self-Assessment) પસંદ કરો.
- યોગ્ય Assessment Year પસંદ કરો અને તમારે પેમેન્ટ કરવા માટે કેટલી રકમ જોઈશે, તે દાખલ કરો.
- હવે નામ અને PAN તપાસો પછી કન્ફર્મ કરો.
- પોર્ટલ ચલણ જનરેટ કરશે અને પેમેન્ટ મોડ્સ દેખાડશે, જેમાંથી UPI મોડ પસંદ કરો.
- QR કોડ અથવા સ્ક્રીન પર આપેલ ‘UPI ID’ નોટ કરો અથવા સ્ક્રીન પર જ રાખો.
- તમારા મોબાઇલ પર Paytm/PhonePe/Google Pay ખોલો અને ‘Scan & Pay’ વિકલ્પ પસંદ કરો.
- QR કોડ સ્કેન કરો, રકમ ચકાસો અને UPI PIN દાખલ કરીને પેમેન્ટ કન્ફર્મ કરો.
- હવે જ્યાં સુધી એપ્લિકેશન પર ‘Payment successful’ ન દેખાય ત્યાં સુધી તમારા ફોનને બંધ ન કરો.
- ઈ-ફાઇલિંગ પોર્ટલ પર જાઓ અને ‘Payment history’ તપાસો; સામાન્ય રીતે તે 1-2 મિનિટમાં ‘Paid’ માં બદલાઈ જશે.
- આ પછી ‘Payment history’ માંથી રસીદ/ચલણ ડાઉનલોડ કરો અને CIN/UTR નંબર (કાનૂની પુરાવા માટે જરૂરી) સેવ (Save) કરી લો.
- જો પેમેન્ટ પછી પોર્ટલ પર ‘પેન્ડિંગ’ જોવા મળે છે, તો 30-60 મિનિટ રાહ જુઓ અને પછી રિફ્રેશ કરો તેમજ ચેક કરો.
- જો બેંક સ્ટેટમેન્ટમાંથી રૂપિયા કાપવામાં આવ્યા હોય પણ ચલણ જનરેટ ન થાય, તો ટિકિટ રેઈઝ કરો અથવા UTR સાથે બેંક/UPI સપોર્ટનો સંપર્ક કરો.
- નિષ્ફળ (Fail) UPI પેમેન્ટ સામાન્ય રીતે થોડા સમયની અંદર પરત આવી જાય છે; બધુ યોગ્ય થઈ જાય પછી જ ફરીથી પેમેન્ટ કરો.
રાહતના સમાચાર
UPI દ્વારા પેમેન્ટ કરવું એ પહેલા કરતાં ઘણું સરળ બન્યું છે. એકંદરે, ઇન્કમ ટેક્સ ફાઇલિંગ પ્રોસેસ હવે પહેલા જેટલી જટિલ નથી રહી. આ નવા UPI પેમેન્ટ ઓપ્શન દરેક વ્યક્તિઓ માટે એક મોટી રાહત છે.
