વરસાદની સિઝનમાં પહેરો છો કોન્ટેક્ટ લેન્સ, તો કરી રહ્યા છો મોટી ભૂલ, જાણો કેમ?
ચોમાસામાં ઘણા વાયરસ, બેક્ટેરિયા અને અન્ય ચેપના સંપર્કમાં આવવાનું જોખમ અન્ય કોઈપણ ઋતુની તુલનામાં બમણું છે. હવામાં રહેલ ભેજ વધુ હાનિકારક બેક્ટેરિયા ફેલાવે છે ત્યારે આ સિઝનમાં કોન્ટેક્ટ લેન્સ પહેરવા યોગ્ય છે કે નહીં જાણો અહીં

ચોમાસામાં ઋતુ દરમિયાન આપણી ત્વચા અને આંખોમાં ચેપ સૌથી વધુ ફેલાય છે. તેથી તેનાથી બચાવવું ખૂબ જ જરૂરી છે. કેટલાક લોકોને વરસાદમાં ભેજ અને પાણીના કારણે ચશ્મા પહેરવામાં તકલીફ પડે છે. આ કારણોસર તેઓ ચશ્માને બદલે કોન્ટેક્ટ લેન્સ પહેરવાનું પસંદ કરે છે. અને ઘણા લોકો કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ માત્ર શોખ તરીકે કરે છે. પરંતુ તેઓ ભાગ્યે જ જાણતા હશે કે વરસાદમાં કોન્ટેક્ટ લેન્સ પહેરવાથી આંખોમાં ચેપ લાગવાનું જોખમ વધી જાય છે.

જો તમે પણ વરસાદમાં કોન્ટેક્ટ લેન્સ પહેરો છો તો તમારે પણ સાવચેત રહેવાની જરૂર છે. તમારી આંખોને બિલકુલ હળવાશથી ન લો. ચોમાસા દરમિયાન, ચેપ આપણા હાથથી આંખોમાં સરળતાથી ફેલાય છે. ત્યારે ચોમાસામાં લેન્સ પહેરવાથી આ સમસ્યા સર્જાઈ શકે છે

આંખમાં ચેપ લાગવો : ચોમાસામાં ઘણા વાયરસ, બેક્ટેરિયા અને અન્ય ચેપના સંપર્કમાં આવવાનું જોખમ અન્ય કોઈપણ ઋતુની તુલનામાં બમણું છે. હવામાં રહેલ ભેજ વધુ હાનિકારક બેક્ટેરિયા ફેલાવે છે, જે ઘણી બીમારીઓનું કારણ બને છે. જો આપણે વરસાદમાં કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ કરીએ તો આંખમાં ચેપ લાગવાનું જોખમ રહેલું છે. વરસાદનું પાણી કોન્ટેક્ટ લેન્સની અંદર જાય છે અને તેને પ્રતિક્રિયા આપી શકે છે.

આંખો લાલ થઈ જવી : વરસાદના સમયમાં મોટાભાગવા બેક્ટેરિયા હવામાં હોય છે જેના કારણે તમે હાથથી લેન્સ પહેરો છો તો તે સમયે તે તમારા હાથથી આંખોમાં પ્રવેશી શકે છે જેના કારણે તમને આંખોમાં બળતરા અથવા તો આંખો લાલ થઈ શકે છે.

આંખોમાં દુખાવો અને પાણી નીકળવું : વરસાદની મોસમમાં આંખોમાં બળતરા સામાન્ય છે. તે તીવ્ર અથવા ક્રોનિક સ્વરૂપમાં હોઈ શકે છે. જ્યારે તમે કોન્ટેક્ટ લેન્સ પહેરો છો ત્યારે તમને આંખોમાં બળતરા, દુખાવો થઈ શકે છે તે સાથે આંખોમાંથી પાણી પણ નીકળી શકે છે .

આંખોમાં ખંજવાળ : આપણી ત્વચા, મોં અને નાક પર હાજર સામાન્ય બેક્ટેરિયા સામાન્ય રીતે કોઈ નુકસાન પહોંચાડતા નથી. પરંતુ તમારા કોન્ટેક્ટ લેન્સ પર તેમનો સંચય ખતરનાક સાબિત થઈ શકે છે. આ કારણે, તમારી આંખ પર એક નાની ખંજવાળ પણ મોટી સમસ્યાનું કારણ બની શકે છે

કંજક્ટિવાઈટિસ : કંજક્ટિવાઈટિસ અથવા પિંક આંખો થવી વરસાદની મોસમમાં સામાન્ય છે. તે તીવ્ર અથવા ક્રોનિક સ્વરૂપમાં હોઈ શકે છે. જ્યારે તમે કોન્ટેક્ટ લેન્સ પહેરો છો, ત્યારે તમને કંજક્ટિવાઈટિસ થવાનું જોખમ વધારે હોય છે. તે બે અઠવાડિયામાં જાતે જ ઠીક થઈ જાય છે. પરંતુ ઘણા લોકોમાં, કંજક્ટિવાઈટિસ આંખોમાં ગંભીર લક્ષણોનું કારણ બને છે, જેને તાત્કાલિક સારવારની જરૂર છે.

આમ તો વરસાદની સીઝનમાં લેન્સ પહેરવાનું ટાળવું જોઈએ. ખાસ કરીને જે લોકો માત્ર શોખ માટે પહેરે છે તે આ સિઝન પુરતા ના પહેરે. જે લોકોને લેન્સ પહેરવા પડે તેવી જ સ્થિતી હોય તો આંખો આગળની જગ્યા ખુબ જ સંવેદનશીલ હોય છે આથી હાથને વાંરવાર ધોતા રહો અને ગંદા હાથે આંખો અગાળની જગ્યા ન અડો, આ સાથે તમે તમારા ડોક્ટરની સલાહ પણ લઈ શકો છો






































































