AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચેમ્પિયન્સ ટ્રોફીમાં વિરાટ કોહલી તોડશે આ વર્લ્ડ રેકોર્ડ, ફટકારશે ‘ટ્રિપલ સેન્ચ્યુરી’

ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટ હાઈબ્રિડ મોડલ હેઠળ પાકિસ્તાન અને દુબઈમાં યોજાશે. ટુર્નામેન્ટ 19મી ફેબ્રુઆરીથી શરૂ થશે જ્યારે ફાઈનલ 9મી માર્ચે રમાશે. વિરાટ કોહલી આ ટૂર્નામેન્ટમાં મોટો રેકોર્ડ બનાવી શકે છે અને હવે તેની પાસે છેલ્લી તક છે.

| Updated on: Dec 24, 2024 | 7:53 PM
Share
ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. આ ICC ટૂર્નામેન્ટ 19મી ફેબ્રુઆરીથી શરૂ થશે અને ફાઈનલ 9મી માર્ચે યોજાશે. ટીમ ઈન્ડિયા આ ટૂર્નામેન્ટની તમામ મેચ દુબઈમાં રમશે. ટીમ ઈન્ડિયા તેની ત્રણ લીગ મેચ દુબઈમાં રમશે અને જો ટીમ ઈન્ડિયા સેમીફાઈનલ અને ફાઈનલમાં પહોંચશે તો તે મેચ પણ દુબઈમાં જ યોજાશે. ભારતના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી માટે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ખૂબ જ ખાસ છે.

1 / 5
વિરાટ કોહલી પાસે ચેમ્પિયન્સ ટ્રોફીની મેચોમાં ત્રેવડી સદી ફટકારવાની તક છે. મતલબ, વિરાટ કોહલીએ અત્યાર સુધીમાં 295 ODI મેચ રમી છે અને તેની 300 ODI મેચ ચેમ્પિયન્સ ટ્રોફીમાં હોઈ શકે છે. જો વિરાટ કોહલી ઈંગ્લેન્ડ સામેની વનડે શ્રેણીની ત્રણેય મેચ રમશે તો ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાન સામેની મેચ તેની 300મી વનડે હશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 23 ફેબ્રુઆરીએ મેચ રમાવાની છે.

2 / 5
વિરાટ કોહલી પાસે ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી વધુ રન બનાવવાની છેલ્લી તક પણ છે. વિરાટ કોહલીએ ચેમ્પિયન્સ ટ્રોફીમાં 529 રન બનાવ્યા છે. આ ટૂર્નામેન્ટમાં ક્રિસ ગેલના નામે સૌથી વધુ 791 રન છે. મતલબ કે, જો વિરાટ વધુ 263 રન બનાવશે તો તે આ ટૂર્નામેન્ટના ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની જશે.

3 / 5
આ દરમિયાન વિરાટ કોહલી શિખર ધવનને પણ પાછળ છોડી શકે છે, જેના નામે ચેમ્પિયન્સ ટ્રોફીમાં 701 રન છે. વિરાટ કોહલી માટે નંબર 1 બનવાની આ છેલ્લી તક માનવામાં આવી રહી છે, કારણ કે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પછી 2029માં યોજાશે અને ત્યાં સુધી વિરાટ માટે ODI ફોર્મેટમાં રમતા રહેવું મુશ્કેલ હશે.

4 / 5
તમને જાણીને નવાઈ લાગશે કે વિરાટ કોહલીએ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ક્યારેય સદી ફટકારી નથી. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 96 રન છે. તેણે પોતાના બેટથી 5 અડધી સદી ફટકારી છે. વિરાટ કોહલીની એવરેજ 88.16 છે અને તેણે 12 ઈનિંગ્સમાં 529 રન બનાવ્યા છે. (All Photo Credit : PTI / Getty)

5 / 5
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?

અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો

સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક

સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા

જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે

પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ

g clip-path="url(#clip0_868_265)">