Surat : લાલગેટ વિસ્તારમાં દવાના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, 54 લોકોનું કરાયું રેસ્ક્યૂ, જુઓ Video
સુરતના લાલગેટ વિસ્તારમાં દવાના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હોવાનું સામે આવ્યુ છે. પાંચ માળના બિલ્ડીંગના પહેલા માળે આગ લાગી હતી. આગના કારણે બીજા, ત્રીજા અને ચોથા માળે લોકો ફસાયા હતા. ફાયર બ્રિગેડે 54 જેટલી વ્યક્તિઓનું ટેરેસ પરથી રેસ્ક્યુ કર્યું છે.
રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે. ત્યારે સુરતના લાલગેટ વિસ્તારમાં દવાના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હોવાનું સામે આવ્યુ છે. પાંચ માળના બિલ્ડીંગના પહેલા માળે આગ લાગી હતી. આગના કારણે બીજા, ત્રીજા અને ચોથા માળે લોકો ફસાયા હતા. ફાયર બ્રિગેડે 54 જેટલી વ્યક્તિઓનું ટેરેસ પરથી રેસ્ક્યુ કર્યું છે. જો કે ઘટનાની જાણ થતા તાત્કાલિક ધોરણે ફાયર વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.
અમદાવાદના ટાઈટેનિક સ્ક્વેર બિલ્ડિંગમાં લાગી આગ
બીજી તરફ અમદાવાદમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. અમદાવાદના થલતેજ ચાર રસ્તા પાસે આવેલી ટાઈટેનિક સ્ક્વેર બિલ્ડીંગમાં મોટી આગ લાગી હોવાનું સામે આવ્યુ છે. આજે વહેલી સવારે ફાયર વિભાગને આગનો કોલ મળતા તાત્કાલિક ધોરણે ફાયર વિભાગના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. મળતી માહિતી અનુસાર ટાઈટેનિક સ્ક્વેર 14 માળનું બિલ્ડીંગ છે. જ્યાં 10માં માળ પર આગ લાગી હતી. આ આગ 9,10,11 માળ સુધી પ્રસરી હતી. આગ લાગતા જ આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.