25 ડિસેમ્બરના મહત્વના સમાચાર : અમદાવાદના ખોખરામાં આંબેડકરની નવી પ્રતિમા ખંડિત કરવાના કેસમાં વધુ 3 ઝડપાયા, ક્રાઇમ બ્રાંચે ચેતન, જયેશ અને મુકેશ ઠાકોરની કરી ધરપકડ
આજ 25 ડિસેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
ખોખરામાં બાબા સાહેબની પ્રતિમાં ખંડિત કરવાના કેસમાં વધુ 3 આરોપી ઝડપાયા
- અમદાવાદ: બાબાસાહેબની પ્રતિમા ખંડિત કરવાનો કેસ
- ખોખરા પોલીસે વધુ 3 આરોપીઓની કરી ધરપકડ
- ચેતન ઠાકોર, જયેશ ઠાકોર અને મુકેશ ઠાકોરની ધરપકડ
- ગઇ કાલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 2ને ઝડપ્યા હતા
- ગુનો નોંધાયા બાદ નાસતા ફરતા હતા આરોપી
-
પંચમહાલમાં હાલોલ GIDCમાંથી મળેલા મૃતદેહ અંગે થયો મોટો ખૂલાસો
- પંચમહાલ: હાલોલ GIDCમાં યુવકનો મૃતદેહ મળવાનો કેસ
- મિત્રએ જ દોરડા વડે ગળે ટૂંપો આપ્યો હોવાનો ખુલાસો
- રિન્કી ચોકડી પાસે લોજિસ્ટિક કંપનીમાં મળ્યો હતો મૃતદેહ
- પોલીસે 3 આરોપીઓની કરી ધરપકડ
- 4 મિત્રો વચ્ચે પૈસાની લેતીદેતી મામલે થઇ હતી તકરાર
- 20 ડિસેમ્બરે કંપનીમાંથી મળી આવ્યો હતો મૃતદેહ
-
-
ઓખામાં જેટી બનવતા સમયે ક્રેન તૂટતા ત્રણ શ્રમિકોના મોત
દ્વારકાના ઓખામાં જેટી પર દુર્ઘટના સર્જાઈ હતી. જેમા કોસ્ટગાર્ડની જેટી બનાવવાની કામગીરી સમયે ક્રેન તૂટતા ત્રણ શ્રમિકો દટાયા હતા. આ ત્રણેય શ્રમિકોના મોત નીપજ્યા છે. જ્યારે એક શ્રમિક દરિયામાં ડૂબ્યો હોવાથી તેની શોધખોળ હાથ ધરાઈ છે. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.
દુર્ઘટનાની જાણ થતા જ 108, ફાયર વિભાગની ટીમ, પોલીસ અને કોસ્ટગાર્ડની ટીમ દોડી આવી હતી અને ત્રણેયના મૃતદેહને હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી. ત્રણેય મૃતકોની ઓળખ કરી લેવાઈ છે. આ ત્રણેય શ્રમિકો જેટી પર ક્રેન તૂટીને નીચે પડતા તેની નીચે દબાઈ જવાથી બે અને દરિયામાં પડી જવાથી એક એમ કૂલ ત્રણ શ્રમિકોના મોત થયા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ઓખાની પેસેન્જર જેટી પાસે નવી જેટીનું કામ ચાલી રહ્યુ હતુ. તે દરમિયાન અચાનક જ ક્રેન તૂટી પડતા આ અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં દરિયામાં ડૂબેલા શ્રમિકને રેસક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યો હતો પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેનું મૃત્યુ થયુ હતુ.
-
દ્વારકા: ઓખા જેટી પર દુર્ઘટનામાં ત્રણ શ્રમિકના મોત
- દ્વારકા: ઓખા જેટી પર દુર્ઘટનામાં ત્રણ શ્રમિકના મોત
- કોસ્ટ ગાર્ડની જેટી બનાવવાની કામગીરી સમયે ક્રેન તૂટી
- દુર્ઘટનામાં 3 શ્રમિક દટાયા, ત્રણ શ્રમિકના મોત નીપજ્યા
- 1 શ્રમિક દરિયામાં ડૂબ્યો હોવાથી શોધખોળ હાથ ધરાઈ
- તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે બચાવ કામગીરી શરૂ કરાઈ
-
CM કાર્યાલયમાં પ્રજાલક્ષી છ નવી પહેલનો આજથી પ્રારંભ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં મુખ્યમંત્રીના કાર્યાલયે 25 ડિસેમ્બર-સુશાસન દિવસથી પ્રજાહિતલક્ષી અને લોકપયોગી વિવિધ નવી 6 પહેલનો પ્રારંભ કરાયો છે.
- ગવર્મેન્ટ પર્ફોર્મન્સ ઇન્ડેક્ષ : રાજ્યની નાગરિકલક્ષી યોજનાઓ, સેવાઓ, અસરકારક મોનીટરીંગ માટે મહત્વના પેરામીટર્સ આધારિત સમગ્રતયા મોનિટરીંગ કરી શકાશે
- સ્કોલરશીપ મોનીટરીંગ સિસ્ટમ : તમામ સ્કોલરશીપના મોનિટરીંગ માટે સી.એમ. ડેશબોર્ડમાં ખાસ સ્કોલરશીપ મોનીટરીંગ સિસ્ટમ શરૂ થઈ
- રેવન્યુ મોનીટરીંગ સિસ્ટમ : રેવન્યુ વિભાગના વિવિધ પોર્ટલોનું મોનિટરીંગ કરવા માટે ડેશબોર્ડમાં અલાયદું “રેવન્યુ ડેશબોર્ડ”
- સી.એમ. ફેલો વેબસાઈટ : વધુ યુવાનો ગુડ ગવર્નન્સ સાથે જોડાય તે માટે સી.એમ. ફેલોશીપ વેબસાઇટ
- સ્વર પ્લેટફોર્મ માં સ્પીચ ટુ ટેક્સ્ટ અમલી થતાં હવે લોકો બોલીને પણ પોતાની અરજી સબમિટ કરી શકશે.
- ગુજરાત ઇન્ડિયા વેબ પોર્ટલનું આધુનિકીકરણ: નાગરિકો અને અન્ય હિતધારકો માટે રાજ્ય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી માહિતી અને સેવાઓની સિંગલ વિન્ડો ઍક્સેસ મળશે
-
-
ઓખામાં જેટી પર ક્રેઈન તુટી, 3 મજૂરોના મોત
દ્વારકા તાલુકાનાં ઓખા ખાતે જેટી પર દુર્ઘટના સર્જાઈ છે. કોસ્ટ ગાર્ડની જેટી બનાવાની કામગીરી સમયે ક્રેન તૂટી પડતા 3 મજૂરોના મોત થયા છે. જીએમબી કોસ્ટ ગાર્ડ, પોલીસ અને ફાયર બ્રિગેડ દ્વારા બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી.
-
નવસારીમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો સપાટો, સુરતના બુટલેગરનો દારુનો જથ્થો પકડ્યો
નવસારી જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલે સપાટો બોલાવ્યો છે. નેશનલ હાઇવે નંબર 48 પર દારુનો જથ્થો પકડ્યો છે. 31 ડિસેમ્બર પહેલા સુરતના બુટલેગરનો લઈ જવાતો દારૂ પકડી પાડ્યો છે. પોલીસને ચકમો આપીને ભાગી રહેલા બુટલેગરની ઈનોવા ગાડી ઝડપી પાડી છે. બે આરોપીઓની ધરપકડ 5 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે.
-
-
સુરેન્દ્રનગરમાં મૃતક ભૂવા નવલસિંહ સામે ત્રિપલ મર્ડરની વધુ એક નોંધાઈ ફરિયાદ
મૃતક ભુવા નવલસિંહ સામે સુરેન્દ્રનગરમાં ત્રિપલ મર્ડરની ફરિયાદ નોંધાઈ છે. સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસમાં મથકે નોંધાયેલ ફરિયાદમાં ફરિયાદીએ જણાવ્યું છે કે, તાંત્રિક વિધિમાં, પિતા, માતા અને બહેનની કરાઈ છે હત્યા. ફરિયાદીના પિતા દિપેશભાઈ પાટડિયા, માતા પ્રફુલાબેન, બહેન ઉત્સવી ની હત્યા નીપજાવી હતી. હત્યા બાદ દુધરેજ નર્મદા કેનાલમાં ત્રણેયની લાશ ફેંકી દેવામાં આવી હતી. નવલસિંહ ભુવાનુ લોકેશન તેની આસપાસ હોવાનું ખુલવા પામ્યું હતું. ત્યારે આજે મૃર્તકના પુત્ર ભાવિકે બી ડિવિઝન પોલીસમાં મથકે નવલસિંહ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાવ્યો છે.
-
કઝાકિસ્તાનમાં વિમાન ક્રેશ થયું, 67 મુસાફરો હતો સવાર, બચાવ કામગીરી ચાલુ
કઝાકિસ્તાનના અક્તાઉ શહેર પાસે એક વિમાન ક્રેશ થયું છે. વિમાનમાં 67 મુસાફરો હોવાનું સામે આવ્યું છે. અકસ્માત બાદ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. બચાવ કામગીરી કરવામાં આવી રહી છે.
-
અમરેલીના પચપચીયા ગામની સીમમાં, 10 વર્ષીય બાળકને દીપડાએ ફાડી ખાધો
અમરેલીના ખાંભાના પચપચીયા ગામની સીમમાં, ગત મોડી રાત્રે 10 વર્ષીય બાળકને દીપડાએ ફાડી ખાધો. વાડી ખેતરમાં પરિવાર સાથે ખુલ્લામાં સુતા સમયે, દીપડો આવી જતા ઘટના બની હોવાનું સામે આવ્યું છે. મૃતક બાળકનું નામ મયુર જીતુભાઇ સોરઠીયા હોવાનું અને તે ઉનાના સામતેરના રહેવાસી હોવાનુ સામે આવ્યું છે. દીપડો શિકાર કરીને 500 મીટર દૂર ઝાડીમાં ઢસડી લઈ જઈ બાળકને ફાડી ખાધો હતો. વનવિભાગની ટીમ દોડી બાળકના શરીરના હાથ પગ સહીત શરીરના અન્ય અવશેષો મળી આવ્યા છે. દીપડાને પાંજરે પુરવા માટે વનવિભાગની કવાયત શરૂ છે.
-
અમરેલી, નલિયા, રાજકોટમાં ઠંડીનો પારો પહોંચ્યો 10 ડિગ્રીની નીચે, જાણો તમારા શહેરનુ આજનુ લઘુત્તમ તાપમાન
ગુજરાતમાં ઠંડીનો પ્રકોપ યથાવત રહ્યું છે. રાજ્યના કેટલાક શહેરોમાં તાપમાનનો પારો 10 ડિગ્રીની અંદર પહોંચી ગયો છે. કચ્છના નલિયામાં ઠંડીનો પારો 8.5 ડિગ્રીએ પહોંચ્યો છે. તો અમરેલીમાં પણ ઠંડીનો પ્રકોપ જોવા મળ્યો છે. અમરેલીમાં 9.7 ડિગ્રીએ ઠંડી નોંધાઈ છે. જ્યારે રાજકોટ શહેરમાં સામાન્ય કરતા આશરે 4 ડિગ્રી ઓછુ તાપમાન નોંધાયું છે. રાજકોટમાં આજે ઠંડીનો પારો 9.8 ડિગ્રીએ પહોચ્યો હતો.
અમદાવાદમાં 15 ડિગ્રી, વડોદરામાં 14 ડિગ્રી, ભાવનગરમાં 13.4 ડિગ્રી, ભુજમાં 11.4 ડિગ્રી, દાહોદમાં 15.4 ડિગ્રી, ડિસામાં 13.5 ડિગ્રી, દ્વારકામા 15.4 ડિગ્રી, ગાંધીનગરમાં 13 ડિગ્રી, જામનગરમાં 16.5 ડિગ્રી, નર્મદામાં 13.6 ડિગ્રી, ઓખામાં 17 ડિગ્રી, પોરબંદરમાં 12.2 ડિગ્રી, સુરતમાં 15.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
-
જામકંડોરણામાં શ્વાને હુમલો કરતા 7 વર્ષીય બાળકનું મોત
જામકંડોરણામાં શ્વાને હુમલો કરતા 7 વર્ષીય બાળકનું મોત થયું છે. જામકંડોરણાના ઇન્દિરાનગર વિસ્તારમાં શ્વાને રવી નામના બાળકને અસંખ્ય બચકાં ભરી લેતા મોત થયું છે. ત્રણ બાળકો કુદરતી હાજતે જતા હતા તે સમયે શ્વાને હુમલો કર્યો હતો. બાળકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડતા, સારવાર મળે તે પહેલાં જ બાળકનું મોત નીપજ્યું હતું.
-
આણંદ પોલીસનો હેડ કોન્સ્ટેબલ દારૂ વેચતા ઝડપાયો
આણંદ પોલીસનો હેડ કોન્સ્ટેબલને દારૂ વેચતા પોલીસે ઝડપી પાડ્યો છે. આણંદમાં દિવા નીચે જ અંધારા જેવી સ્થિતિ જોવા મળી રહી છે. એક તરફ આણંદ જિલ્લાની પોલીસ 31 ડિસેમ્બરને લઈ એક્શનમાં દેખાઈ રહી છે. તો બીજી તરફ પોલીસ કર્મચારી જ દારુનુ કરી રહ્યો છે વેચાણ. પેટલાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ સુનિલ મકવાણાના ઘરેથી વિદેશી દારૂનો જથ્થો પકડાયો છે. ભારતીય બનાવટ વાળી 20 પેટી જેમાં 240 બોટલ મળી રુપિયા 3,63,360 નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. આણંદ એલસીબી પોલીસે બાતમી આધારે રેડ કરી હતી.
-
સુરેન્દ્રનગરના લીંબડી એસ.ટી. ડેપોમાં વિધાર્થીઓએ મચાવ્યો હોબાળો
સુરેન્દ્રનગર લીંબડી એસ.ટી. ડેપોમાં વિધાર્થીઓએ મચાવ્યો હોબાળો. એ.ટી. તંત્ર દ્રારા કોઇપણ જાતની જાણ કર્યા વગર જે બસમાં વિધાર્થીઓ અભ્યાસ માટે અપ ડાઉન કરતા હતા તે ગ્રામ્ય રૂટો બંધ કરી દેતા વિધાર્થીઓ રઝળી પડ્યા છે. લીંબડી, અને ચુડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી વિધાર્થીઓ અભ્યાસ અર્થે લીંબડી આવે છે. પરંતુ કેટલાક દિવસથી એસ.ટી. તંત્ર દ્રારા ગામડાના રૂટો બંધ થતા વિધાર્થીઓ રઝળી પડ્યા છે અને ખાનગી વાહનોનો સાહરો લેવો પડે છે. જેથી વિધાર્થીઓએ લીંબડી એસ.ટી. ડેપોમાં એકઠા થઇ કર્યો હોબાળો મચાવ્યો હતો અને ગ્રામ્ય રૂટની એસટી બસ ચાલુ કરવા માંગ કરી હતી.
-
બનાસકાંઠાના કાંકરેજ તાલુકાનુ વિભાજન કરી શિહોરી અને થરાને તાલુકો બનાવો – ધારાસભ્યે મુખ્યપ્રધાનને લખ્યો પત્ર
કોંગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી કાંકરેજ તાલુકાના વિભાજન કરવાની માંગ કરી છે. ભૌગોલિક ક્ષેત્રફળમાં કાંકરેજ તાલુકાનો બહુ જ મોટો વિસ્તાર હોવાથી લોકોને હાલાકી પડી રહી હોવાનો ઉલ્લેખ પત્રમાં કર્યો છે. કાંકરેજ તાલુકાનું વિભાજન કરીને શિહોરી અને થરાને તાલુકા મથક બનાવવામાં આવે તેવી પણ તેમણે પત્રમાં માંગ કરી છે. 90 થી વધુ ગામો ધરાવતા કાંકરેજ તાલુકાનું વિભાજન કરાય તો 40થી વધુ ગામો નવીન શિહોરી તાલુકામા સમાવેશ થઇ શકે છે બીજી તરફ 45થી વધુ ગામો નવીન થરા તાલુકા મથકને મળી શકે છે. કાંકરેજ તાલુકાનો વિસ્તાર મોટો હોવાથી લોકોનું સમય અને નાણાનો દુરુપયોગ થાય છે.
-
સુરતમાં મિનરલ વોટરના 9 નમૂના ફેઈલ, મિનરલના નામે સાદુ પાણી
સુરત મહાનગરપાલિકાએ છેલ્લા 11 મહિનામાં 14 મિનરલ વોટર પેકેજ્ડ બોટલ અને જારના નમૂનાઓ ચકાસણી અર્થે લીધા હતા. જે પૈકી 9 નમૂના ફેઈલ થયા છે. 7 નમૂનામાં પીએચ મૂલ્ય 6.5 કરતા ઓછું હતું, જ્યારે આ મૂલ્ય 6.5થી 8.5 વચ્ચે હોવું જરૂરી છે. એક નમૂનામાં ક્લોરાઇડ અને હાર્ડનેસ 500થી વધુ સ્તરે જોવા મળ્યું.
આ કંપનીઓનાં નમૂના ફેલ
1. કષ્ટભંજન એન્ટરપ્રાઇઝિસ
2. એચ. એન. ટ્રેડર્સ
3. વરૂણ એન્ટરપ્રાઇઝિસ
4. ફ્રેશ સ્ટ્રીમ બેવરેજેસ
5. રાઠોડ બ્રધર્સ
6. બ્રીથ બેવરેજેસ
7. પી.એમ. માર્કેટિંગ
8 . નિરાલી બેવરેજેસ એન્ડ ફૂડ
9 . ગજાનંદ ફૂડ એન્ડ બેવરેજેસ
-
પાલનપુરમાં લવ જેહાદ બાદ ત્રિપલ તલાક આપ્યાની પોલીસ ફરિયાદ
બનાસકાંઠાના પાલનપુરમાં લવ જેહાદમાં ત્રિપલ તલાક મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. હિન્દુ મહિલા સાથે સંબંધ બાંધી આપ્યા ત્રિપલ તલાક. થરાદથી પાલનપુરમાં ભાડે રહેવા આવેલા એ સમયે હિન્દુ યુવતી સાથે સંબંધ બાંધ્યો હતો. સંબંધ બાંધીને પત્નીને આપ્યા ત્રિપલ તલાક. પીડીતા પત્નીએ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ત્રિપલ તલાક મામલે નોંધાવી પોલીસ ફરિયાદ.
-
દિલ્હીમાં ભારે ધુમ્મસ, ઠંડીનો પારો પહોચ્યો 9 ડિગ્રીએ, જુઓ વીડિયો
IMD મુજબ, આજે સવારે દિલ્હીના કેટલાક ભાગોમાં ભારે ધુમ્મસ જોવા મળ્યું હતું, લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું અને ગાઢ ધુમ્મસની શક્યતા છે. જુઓ દ્વારકા એક્સપ્રેસવેનો ધુમ્મસભર્યા વાતાવરણનો વીડિયો
#WATCH | A thin layer of fog covered parts of Delhi this morning as the minimum temperature was recorded at 9°C with a possibility of dense fog, as per IMD.
(Visuals from Dwarka Expressway) pic.twitter.com/rGYioQmfei
— ANI (@ANI) December 25, 2024
-
ગાંધીનગર ચ-5 પાસે ટ્રકમાં લાગી આગ
ગાંધીનગરના સર્કલ ચ-5 પાસે ટ્રકમાં આગ લાગી હતી. વહેલી સવારે ટ્ર્કમાં એકાએક આગ લાગતા, સમગ્ર ટ્ર્ક આગમાં બળીને ભસ્મીભૂત થઈ ગઈ હતી. ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોચીને આગને કાબૂમાં લીધી હતી.
-
વડોદરામાંથી ઝડપાયો 22 લાખની કિંમતનો હાઈબ્રીડ ગાંજો
અમદાવાદ બાદ હવે વડોદરામાંથી હાઈબ્રીડ ગાંજો પકડાયો છે. 22 લાખના હાઈબ્રીડ ગાંજા સાથે 20 વર્ષીય આદીબને પોલીસે પકડી લીધો છે. ઝડપાયેલા આરોપી પાસેથી પોલીસે 734 ગ્રામ હાઈબ્રીડ ગાંજો જપ્ત કર્યો છે. હાઈબ્રીડ ગાંજાના સપ્લાયના વિદેશ કનેક્શન હોવાની આશંકા છે. ફરાર અબ્દુલ પકડાય તો હાઈબ્રીડ ગાંજાનું નેટવર્ક ખુલી શકે તેમ છે. ફરાર અબ્દુલ પટેલ 9 મહિના પહેલા પણ 5 કિલો ગાંજા સાથે પકડાયો હતો. વર્ષ 2020 માં પણ ગાંજા સાથે પકડાયો હતો, પુત્ર આદીબની પોલીસે અટકાયત કરી હતી.
-
ઇસ્કોન મંદિરમાં ભક્તિના નામે દીકરીઓનું બ્રેઈન વોશ થતુ હોવાના આક્ષેપ સાથે હાઈકોર્ટમાં કરાઈ હેબિયસ કૉર્પસ
અમદાવાદના ઇસ્કોન મંદિરમાં યુવાન દીકરીઓના બ્રેઈન વોશ થતુ હોવાના આક્ષેપ સાથે હાઇકોર્ટમાં હેબિયસ કૉર્પસ અરજી કરવામાં આવી છે. અમદાવાદના નિવૃત્ત આર્મી મેને, ગુજરાત હાઇકોર્ટમાં હેબિયસ કૉર્પસ કરી છે. અરજદારની દીકરીને જૂન મહિનામાં ઇસ્કોનના મથુરાના શિષ્ય સાથે ભગાડી દેવાયાના આક્ષેપ સાથે હેબિયસ કૉર્પસ કરાઈ છે. ગુજરાત હાઇકોર્ટે પક્ષકારોને નોટિસ ઈશ્યુ કરી છે. ઇસ્કોન મંદિરમાં ભક્તિના નામે દીકરીઓનું બ્રેઈન વોશ થતુ હોવાનો અરજદારે હેબિયસ કૉર્પસ અરજીમાં આક્ષેપ કર્યો છે. ઇસ્કોન મંદિરમાં દીકરીના ગુરુ સુંદરમામા પ્રભુએ પોતાના શિષ્ય સાથે દીકરીને પરણાવી દેવાની વાત કરી હતી તેમ અરજદારે અરજીમાં જણાવ્યું છે. અરજદાર અલગ જ્ઞાતિના હોવાથી શિષ્ય સાથે પરણાવવા કર્યો હતો ઇન્કાર. અરજદારની દીકરીને ભડકાવી 3.62 લાખ રોકડા અને 23 તોલા સોનું લઈ મથુરાના એક શિષ્ય સાથે ભગાડી દીધી હોવાનો આરોપ અરજીમાં કરાયો છે.
-
દેશભરમાં ક્રિસમસની ઉજવણી, ચર્ચમાં ખાસ પ્રાર્થનાનું આયોજન
ગુજરાત સહિત દેશભરમાં નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી. મધ્યરાત્રીએ ચર્ચમાં વિશેષ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું હતું. નાતાલની રાત્રે ચર્ચને લાઇટ્સ, સ્ટાર્સ અને ક્રિસમસ ક્રાઇબ્સથી સુંદર રીતે શણગારવામાં આવ્યું છે. શ્રદ્ધાળુઓએ મીણબત્તીઓ પ્રગટાવીને ચર્ચમાં ખાસ પ્રાર્થના કરી હતી.
-
પીએમ મોદી આજે મધ્યપ્રદેશની મુલાકાત લેશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશની મુલાકાત લેશે. બપોરે લગભગ 12:30 વાગ્યે તેઓ ખજુરાહોમાં અનેક વિકાસલક્ષી યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી કેન-બેતવા રિવર ઇન્ટરલિંકિંગ નેશનલ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે, જે રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્ય યોજના હેઠળ દેશની પ્રથમ નદી ઇન્ટરલિંકિંગ પ્રોજેક્ટ છે.
આજે 25 ડિસેમ્બરને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…
Published On - Dec 25,2024 7:11 AM