આજનું હવામાન : સ્વેટરની સાથે રેઇનકોટ પણ કાઢી રાખજો, કડકડતી ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી, જુઓ Video

આજનું હવામાન : સ્વેટરની સાથે રેઇનકોટ પણ કાઢી રાખજો, કડકડતી ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી, જુઓ Video

| Updated on: Dec 25, 2024 | 7:51 AM

હવામાન વિભાગ અને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ગુજરાતના વાતાવરણને લઈને મોટી આગાહી કરી છે. તેમની આગાહી અનુસાર રાજ્યના અનેક વિસ્તારોમાં ઠંડી સાથે વરસાદ વરસી શકે છે. જેના પગલે ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ સર્જાયો છે.

હવામાન વિભાગે રાજ્યના વાતાવરણને લઈને એક મોટી આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આગામી 3 દિવસ કમોસમી વરસાદ વરસી શકે છે. જ્યારે 26થી 29 ડિસેમ્બર ત્રણ દિવસ સુધી અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવે તેવી આગાહી કરી છે.

ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદનો કહેર જોવા મળી શકે છે. જ્યારે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં માવઠાની શક્યતા છે. મહિસાગર, પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદમાં પણ વરસાદની શક્યતા છે. આ તરફ નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. ઉત્તર પૂર્વ રાજસ્થાનથી પવન ફૂંકાતા અસર દેખાઈ છે.

અંબાલાલ પટેલે કમોસમી વરસાદની કરી આગાહી

બીજી તરફ અંબાલાલ પટેલની આગાહી અનુસાર ઉત્તર ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ પડવાની સંભાવના છે. પંચમહાલ સહિત વલસાડ સુધી વરસાદ પડી શકે છે. 25થી 28 ડિસેમ્બર સુધી પશ્ચિમિ વિક્ષેપ રહેશે જેના પગલે વરસાદ પડી શકે છે. ત્યાર સુધી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. પશ્ચિમિ વિક્ષેપ ગયા બાદ આકરી ઠંડી પડી શકે છે. ઉતરાયણ પછી હવામાનમાં વધારે પલટો આવે તેવી પણ આગાહી કરવામાં આવી છે.

 

g clip-path="url(#clip0_868_265)">