AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: રખિયાલમાં સરેઆમ હથિયાર લઈને દાદાગીરી કરનારાના ઘર ફર્યુ બુલડોઝર, તોડી પડાયા મકાનો

અમદાવાદમાં રખિયાલમાં આતંક મચાવનારા ઈસમોને કાયદાનું ભાન કરાવવામાં આવ્યુ છે. જાહેરમાં હથિયાર લઈને દાદાગીરી કરનારાના ગેરકાયદે દબાણો તોડી પાડવામાં આવ્યા. 

Sachin Kolte
| Edited By: | Updated on: Dec 24, 2024 | 5:54 PM
Share

અમદાવાદમાં રખિયાલમાં હથિયારો સાથે આતંક મચાવનારા શખ્સને આખરે કાયદાનું ભાન કરાવાયુ છે. જાહેરમાં હથિયારો સાથે દાદાગીરી કરનારના ઘર પર દાદાનું બુલડોઝર ફર્યુ છે. ગુજરાતમાં પણ હવે યુપીવાળી શરૂ થઈ ગઈ છે અને કોઈ આરોપી કે માથાભારે તત્ત્વ ગુનો આચરે એ પછી જ તંત્રને યાદ આવે છે કે જે તે મિલક્ત પર તેમણે દબાણ કરેલુ છે એ પહેલા દબાણ તેમને દેખાતુ નથી. અહીં પણ એજ થયુ. આરોપી ફઝલ, અલ્તાફ શેખ અને  સમીર ચીકનાના દબાણવાળા ઝૂંપડા પર AMCની દબાણશાખાની ટીમે બુલડોઝર ફેરવ્યુ.

આ આરોપીઓએ જાહેરમાં આતંક મચાવ્યો હતો. ગરૂબનગકર પાસે જાહેરમાં તલવારો સાથે દાદાગીરી કરી હતી. પોલીસે આતંક મચાવનારા લુખ્ખાઓની ધરપકડ કરી હતી. ફઝલ, સમીર ચીકના 24 ડિસેમ્બર સુદી રિમાન્ડ પર હતો. અલ્તાફ અને ફઝલે સરકાી જમીન પર મકાન બાંધ્યા હતા.

પોલીસે સરઘસ કાઢી કાયદાનું ભાન કરાવ્યુ તો AMCની ટીમે મકાનો તોડી કાયદો યાદ કરાવ્યો

જાહેરમાં ગુંડાગીરી કરનારા અને હથિયારો સાથે રૌફ જાડનારા તત્વોના પોલીસે પહેલા તો ટાંટિયા તોડ્યા અને બરાબરની સરભરા કરી કાયદાનું ભાન કરાવ્યુ. હવે AMC ની દબાણ શાખા દ્વારા આ ચારેય આરોપીઓના ગેરકાયદે બાંધકામને તોડવામાં આવી રહ્યા છે. હથોડા અને બુલડોઝર વડે ઘર તોડવાની કામગીરી કરવામાં આવી. AMC એ અલ્તાફ ફઝલના ઘરો પર બુલડોઝર ચલાવ્યુ હતુ. જો કે અહીં મોટો સવાલ એ પણ છે કે ગુનાહિત પ્રવૃતિઓ કરતા આ તત્વોની દાદાગીરી જ્યારે એક હદથી વધી ગઈ એ પછી જ AMCની ટીમ જાગી હતી. દબાણશાખાની ટીમના પ્રકાશ ગૂર્જર જણાવી રહ્યા છે કે ફરિયાદ થયાના 24 કલાકમાં જ મકાનો તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી. બીજા ત્રણ મકાનો આઈડેન્ટીફાય થયા તેને પણ આજે તોડવાની કામગીરી કરવામાં આવી. કોઈપણ પ્રકારના વિલંબ વગર પ્રોમ્પ્ટ એક્શન લેવાઈ રહી છે. તેઓ જણાવે છે કે ગુનેગારો માટે આ સંદેશ છે કે આ પ્રકારે જો કાયદો તોડશો તો કડક કાર્યવાહી થશે. ખાસ તેમણે ટાંકીને જણાવ્યુ કે કાયદાના અમલદારો પ્રત્યે જો અયોગ્ય વર્તન બતાવશો તો તેનુ પરિણામ ભોગવવું જ પડશે.

2016માં સર્વે કરાયો ત્યારે 700 ઝૂંપડા ગેરકાયદે હતા

રખિયાલમાં ખુલ્લી તલવારો સાથે આતંક મચાવનારા લુખ્ખાઓમાં ફઝલ, અલ્તાફ શેખ અને સમીર ચીકના ગરીબનગર ચાર રસ્તા પાસે રહેતા હતા. આ ત્રણેયે AMCની જગ્યા પર દબાણ કર્યુ હતુ. સરકારી જમીન પર ગેરકાયદે મકાનો બાંધ્યા હતા. અકબરનગરના છાપરામાં 2016માં સરવે કરાયો હતો. એ સમયે 700 ઝૂંપડા ગેરકાયદે હોવાનું સામે આવ્યુ હતુ. નોટિસ આપવા છતા મકાનો ખાલી કરવામાં આવતા ન હતા. મનપાએ આરોપીઓના મકાનનો સર્વે કર્યો હતો અને મકાન ખાલી કરવા નોટિસ પણ ફટકારી હતી. જો કે આજે ગુનાખોરીના અડ્ડા સમાન આ ઝૂંપડાઓને તોડી પાડવામાં આવ્યા છે.

 ‘અમલદારો સામે દાદાગીરી કરશો તો દાદાનું બુલડોઝર ચાલશે’

પ્રકાશ ગૂર્જરે સ્પષ્ટપણે ગુનેગારોને ઉદ્દેશીને કહ્યુ કે જો ગુનાહિત પ્રવૃતિ કરશો, કાયદામાં નહીં રહો તો આ પ્રકારની સંયુક્ત કામગીરી, કોર્પોરેશન, પોલીસ અને સરકારે સાથે મળીને કરવાની છે. વધુમાં તેમણે ઉમેર્યુ કે આ પ્રકારની કામગીરી આવા ગુનેગારોની આંખ ઉઘાડનારી છે. કોર્પોરેશને અલતાફ, ફઝલ અને સમીર ચીકનાના ગેરકાયદે બાંધકામો તોડવાની કામગીરી કરી. જો કે આ લુખ્ખા તત્વોએ પોલીસને હથિયાર બતાવી રોંફ ઝાડ્યો ત્યારે કોર્પોરેશનની ટીમને ખબર પડી કે આ આરોપીઓના ગેરકાયદે બાંધકામ છે અને આવા બાંધકામ ઉભા કરી તેઓ ભાડુ વસુલી રહ્યા છે. જ્યારે તેમની લુખ્ખાગીરી સામે આવી ન હતી એ પહેલા કોર્પોરેશનની ટીમ પણ જાણે સૂતેલી હતી. ત્યારે સવાલ એ પણ છે કે લુખ્ખાઓની લુખ્ખાગીરી સામે આવ્યા બાદ જ કોર્પોરેશનની ટીમ કેમ જાગી? આખેઆખુ ગેરકાયદે બાંધકામ ઉભુ કરીને ભાડા પટ્ટે ચડાવી દીધુ ત્યાં સુધી કોર્પોરેશનની ટીમ કેમ સૂતેલી હતી?

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">