BCCIના નવા નિયમથી દુ:ખી છે વિરાટ કોહલી, કહ્યું એકલો બેસી ઉદાસ થવા માંગતો નથી
ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ આરસીબી સ્પોર્ટસ સમિટ દરમિયાન કહ્યું પરિવારની હાજરી ખુબ મહત્વની હોય છે. તેને લાગે છે કે, પરિવાર જ્યારે સાથે હોય છે ત્યારે ખેલાડીઓને મદદ મળે છે.

ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીના મતે, ખેલાડીઓએ લાંબા ક્રિકેટ પ્રવાસો પર તેમના પરિવારોની હાજરી રાખવી જોઈએ કારણ કે તે મેદાન પર મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહેલા ખેલાડીઓના જીવનમાં સંતુલન આપે છે.

તમને જણાવી દઈએ કે, આ વર્ષની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર બોર્ડર ગાવસ્કર ટેસ્ટ સિરીઝમાં ભારતની 1-3થી હાર બાદ, BCCI એ નવી માર્ગદર્શિકા જાહેર કરી હતી,

બીસીસીઆઈએ ખેલાડીઓ પ્રવાસ પર તેમના પરિવાર સાથે કેટલો સમય વિતાવી શકે તે મર્યાદિત કરતી માર્ગદર્શિકા બહાર પાડી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે ફક્ત 45 દિવસથી વધુના પ્રવાસો પર, ખેલાડીઓના નજીકના પરિવારના સભ્યો પહેલા બે અઠવાડિયા પછી તેમની સાથે જોડાઈ શકે છે અને તેઓ આ પ્રવાસો પર 14 દિવસથી વધુ સમય સુધી રહી શકતા નથી.

ટૂંકા પ્રવાસમાં, પરિવારો ખેલાડીઓ સાથે ફક્ત એક અઠવાડિયા સુધી રહી શકે છે.

વિરાટ કોહલીએ બીસીસીઆઈના આ નિયમ પર કહ્યું લોકોને એ સમજવું મુશ્કિલ છે કે,જ્યારે પણ કોઈ ખેલાડી મુશ્કેલ સમયમાંથી પસાર થાય છે, ત્યારે પરિવારમાં પાછા ફરવાથી તમને ખૂબ સંતુલન મળે છે.

વિરાટ કોહલીએ આગળ કહ્યું જો કોઈ ખેલાડીને પુછવામાં આવે કે, શું તમે ઈચ્છો કે તમારા પરિવાર હંમેશા તમારી પાસે રહે? જો તમે કહેશો મારે રુમમાં એકલા બેસી ઉદાસ થવું નથી.હું સામાન્ય રહેવા માંગુ છે.
ચેમ્પિયન્સ ટ્રોફીમાં વિરાટ કોહલીએ ભારત માટે સૌથી વધુ રન બનાવ્યા છે. ટીમ ઈન્ડિયાના સુપરસ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા કરો ક્લિક
