ગુજરાત ટાઇટન્સે જેને ટીમમાંથી કર્યો બાહર, તેણે બીજા જ દિવસે ફટકારી સેન્ચુરી , જાણો કોણ છે આ ધુરંધર પ્લેયર
યુસુફ પઠાણે 2010 માં બરોડા તરફથી રમતી વખતે મહારાષ્ટ્ર સામે 40 બોલમાં સદી ફટકારી ત્યારે ભારત માટે સૌથી ઝડપી લિસ્ટ એ સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો હતો. જમણા હાથના ઓપનિંગ બેટ્સમેન ઉર્વિલે તેની ઇનિંગ દરમિયાન 9 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા અને તેની ટીમ ગુજરાતે 13 ઓવરમાં 160 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો.

ઇન્ડિયન પ્રીમિયર લીગની 2024 સીઝન પહેલા, ટીમોએ તેના ખેલાડીઓની યાદી બહાર પાડી દીધી છે. ત્યારે આ વર્ષે ગુજરાત ટાઇટન્સે તેમના એક ખેલાડીને કે જેને ટીમમાંથી ડ્રોપ કર્યો હતો અને એના બીજા જ દિવસે તે પ્લેયરે વિજય હજારે ટ્રોફીમાં ઉગ્ર આક્રમક બેટિંગ કરીને માત્ર 41 બોલમાં સદી ફટકારી સૌથી ઝડપી સદી ફટકારનાર પ્લેયરોના લિસ્ટમાં બીજા સ્થાને આવી ગયો છે. હા, અમે વાત કરી રહ્યા છીએ ઉર્વીલ પટેલની. ગુજરાત તરફથી રમતા ઉર્વિલ પટેલે અરુણાચલ પ્રદેશ સામે 41 બોલમાં 9 ચોગ્ગા અને 7 છગ્ગા સાથે અણનમ 100 રન બનાવ્યા છે. આજે આખો દેશ તેની ચર્ચા કરી રહ્યો છે.

25 વર્ષીય ઉર્વિલને ગુજરાત દ્વારા 2023ની સીઝન માટે યોજાયેલી હરાજીમાં રૂ. 20 લાખની કિંમતે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. જોકે આઈપીએલ 2024ની હરાજી પહેલા તેને ગુજરાત ટાઈટન્સે રિલીઝ કરી દીધો, પણ હવે ચોક્કસથી ગુજરાત ટાઈટન્સને આ પ્લેયર ડ્રોપ કરવાનો અફસોસ થતો હશે. ઉર્વીલે બીજા જ દિવસે યોજાયેલી મેચમાં માત્ર 41 બોલમાં શાનદાર સદી ફટકારી. ફ્રેન્ચાઇઝી હવે અફસોસ કરી રહી છે કે તેને ઓછો આંકવામાં આવ્યો હતો.

ગુજરાતના વિકેટકીપર બેટ્સમેન ઉર્વિલ પટેલે 41 બોલમાં સદી ફટકારીને ઈતિહાસ રચ્યો હતો. તે લિસ્ટ-એ ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય બેટ્સમેનોની યાદીમાં બીજા સ્થાને આવી ગયો છે. તેણે ચંદીગઢમાં અરુણાચલ પ્રદેશ સામે વિજય હજારે ટ્રોફીની મેચમાં આ સિદ્ધિ મેળવી હતી.

યુસુફ પઠાણે 2010 માં બરોડા તરફથી રમતી વખતે મહારાષ્ટ્ર સામે 40 બોલમાં સદી ફટકારી ત્યારે ભારત માટે સૌથી ઝડપી લિસ્ટ એ સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો હતો. જમણા હાથના ઓપનિંગ બેટ્સમેન ઉર્વિલે તેની ઇનિંગ દરમિયાન 9 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા અને તેની ટીમ ગુજરાતે 13 ઓવરમાં 160 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો.

ઉર્વીલ પટેલ ગુજરાતના મહેસાણાનો વતની છે તેનો જન્મ 17 ઓક્ટોબર 1998ના રોજ થયો હતો, તે વિકેટકીપર બેટ્સમેન છે.ઉર્વીલ પટેલ હાલમાં 25 વર્ષનો છે આમ યુવા ખેલાડીની આ શાનદાર પ્રતિભાની દેશ આખો પ્રશંસા કરી રહ્યો છે.
