IND vs BAN Final : ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને હરાવી મહિલા અંડર-19 એશિયા કપનો ખિતાબ જીત્યો
હાલમાં પુરુષ અંડર-19 એશિયા કપ રમાયો હતો. જેની ફાઈનલમાં બાંગ્લાદેશની ટીમે ભારતીય પુરુષ ટીમને હરાવી હતી. હવે ભારતની મહિલા ટીમે આ હારનો બદલો લીધો છે.

હાલમાં પુરુષ અંડર-19 એશિયા કપ રમાયો હતો. જેની ફાઈનલમાં બાંગ્લાદેશની ટીમે ટીમ ઈન્ડિયાને હરાવી હતી. હવે ભારતીય મહિલા ટીમે આ હારનો બદલો લીધો છે. રવિવારના રોજ મહિલા અંડર-19 એશિયા કપની ફાઈનલ મેચ રમાઈ હતી.

મલેશિયાના કુઆલ લમપુરમાં રમાયેલી આ મેચમાં ટીમ ઈન્ડિયાએ 41 રનથી જીત મેળવી હતી. ભારતની મહિલા ટીમે પહેલા બેટિંગ કરી 117 રન બનાવ્યા હતા. જેના જવાબમાં બાંગ્લાદેશ 76 રન પર સમેટાય ગઈ હતી.

ફાઈનલ મેચમાં બાંગ્લાદેશની ટીમે ટોસ જીતી ભારતને પહેલા બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતુ.પરંતુ ભારતીય ટીમના બેટસમેન કાંઈ ખાસ કામ કરી શકી ન હતી. આ મેચની જીતવાની જવાબદારી બોલર પર આવી હતી.

ભારતીય મહિલા ટીમની બોલરે પોતાની કામ સારી રીતે નિભાવ્યું હતુ.બાંગ્લાદેશની ટીમની વિકેટ નાના સ્કોરમાં જ પડવા લાગી હતી. બાંગ્લાદેશની 32 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી. આ રીતે ટીમ ઈન્ડિયાએ 9 બોલ બાકી રહેતા 41 રનથી જીત મેળવી હતી.

ભારતની ઓપનર ત્રિશાએ ફાઈનલમાં અડધી સદી ફટકારી હતી. જેના માટે તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી હતી. ત્રિશા આ ટૂર્નામેન્ટની સૌથી વધુ રન બનાવનારી બેટ્સમેન પણ છે. ત્રિશાએ 5 ઈનિગ્સમાં 159 રન બનાવ્યા હતા.