Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

382 રન બનાવીને પણ મુંબઈ હારી ગયું, IPL ઓક્શનમાં 30 લાખમાં વેચાયેલ ખેલાડીએ અપાવી ઐતિહાસિક જીત

વિજય હજારે ટ્રોફી 2024-25માં કર્ણાટકની ટીમે મોટા લક્ષ્યનો પીછો કરીને મુંબઈ સામેની મેચ જીતી હતી. આ મેચમાં કર્ણાટકની જીતનો હીરો વિકેટકીપર બેટ્સમેન કૃષ્ણન સૃજીત રહ્યો હતો. તેણે 150 રનની અણનમ ઈનિંગ રમી, જેમાં 20 ચોગ્ગા અને 4 છગ્ગાનો સમાવેશ થાય છે.

| Updated on: Dec 21, 2024 | 6:05 PM
મુંબઈની ટીમને વિજય હજારે ટ્રોફી 2024-25માં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમના બી મેદાનમાં રમાયેલી મેચમાં કર્ણાટકની ટીમે મુંબઈને હરાવ્યું હતું. બંને ટીમો વચ્ચેની આ મેચ ખૂબ જ હાઈ સ્કોરિંગ હતી અને મુંબઈની ટીમ 382 રન બનાવીને પણ લક્ષ્યનો બચાવ કરી શકી ન હતી. કર્ણાટકની જીતનો હીરો કૃષ્ણન સૃજીત હતો, જેને મુંબઈની ટીમે IPL 2025 માટે ખરીદ્યો છે. કૃષ્ણન શ્રીજીત વિકેટકીપર બેટ્સમેન છે.

1 / 5
બંને ટીમો વચ્ચે રમાયેલી આ મેચમાં કર્ણાટકની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ મુંબઈ તરફથી ખૂબ જ સારી બેટિંગ જોવા મળી હતી. શ્રેયસ અય્યરે 55 બોલમાં અણનમ 114 રનની કેપ્ટનશીપની ઈનિંગ રમી હતી. જ્યારે શિવમ દુબેએ 36 બોલમાં અણનમ 63 રન બનાવ્યા હતા, જેના કારણે મુંબઈની ટીમ 50 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 382 રન બનાવી શકી હતી. પરંતુ કર્ણાટકની વિસ્ફોટક બેટિંગ સામે આ સ્કોર નાનો સાબિત થયો.

2 / 5
લક્ષ્યનો પીછો કરતી વખતે કર્ણાટકના કેપ્ટન મયંક અગ્રવાલે ટીમને સારી શરૂઆત અપાવી હતી. તેણે 48 બોલમાં 47 રનની ઈનિંગ રમી હતી. આ સાથે જ કેવી અનીશે પણ 82 રનનું યોગદાન આપ્યું હતું. આ પછી કૃષ્ણન સૃજીત અને પ્રવીણ દુબે વચ્ચે મેચ વિનિંગ ઈનિંગ જોવા મળી હતી. પ્રવીણ દુબેએ 50 બોલમાં અણનમ 65 રન બનાવ્યા હતા.

3 / 5
બીજી તરફ કૃષ્ણન સૃજિતે 101 બોલમાં 150 રનની અણનમ ઈનિંગ રમી હતી. કૃષ્ણન સૃજીતની આ ઈનિંગમાં 20 ચોગ્ગા અને 4 છગ્ગાનો સમાવેશ થાય છે. શ્રીજીતની આ જોરદાર ઈનિંગના કારણે કર્ણાટકે આ લક્ષ્યાંક 46.2માં 3 વિકેટના નુકસાને હાંસલ કરી લીધો હતો.

4 / 5
28 વર્ષીય ક્રિષ્નન સૃજીત હજુ સુધી વધારે ડોમેસ્ટિક ક્રિકેટ રમ્યો નથી. આ તેની માત્ર ત્રીજી લિસ્ટ A મેચ હતી. આ સિવાય તે અત્યાર સુધી માત્ર 1 ફર્સ્ટ ક્લાસ મેચ રમ્યો છે. તે IPL 2025ની મેગા ઓક્શન દરમિયાન ચર્ચામાં આવ્યો હતો. મુંબઈની ટીમે તેને 30 વર્ષથી પોતાની ટીમનો ભાગ બનાવ્યો છે. કૃષ્ણન સૃજીત T20 ક્રિકેટમાં 146.64ના સ્ટ્રાઈક રેટથી રન બનાવે છે. (All Photo Credit : X / INSTAGARAM / PTI)

5 / 5
Follow Us:
ધાર્મિક સ્થાનોના દબાણ પર ફરી વળ્યું બુલડોઝર

સિગ્નલ ગ્રીન થતા જ સિટી બસ દોડી હતી બેફામ, 4ને મોતને ઘાટ ઉતાર્યા

બોડકદેવ વિસ્તારમાં BMW કારે સર્જ્યો અકસ્માત

કડીમાં નાયબ મામલતદાર 10 હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો

આ રાશિના જાતકોએ આજે વાહન ચલાવવામાં રાખવી કાળજી

આગામી 2 દિવસ ગરમીથી નહીં મળે રાહત, આ જિલ્લામાં હીટવેવની આગાહી

ધરમપુરમાં ક્રોસ હટાવવા મુદ્દે આદિવાસી સમાજે રેલી યોજી કર્યો વિરોધ

ઊંઘ આવી જતા અકસ્માત સર્જાયો અને યુવતીએ ત્યાંને ત્યાં જીવ ગુમાવ્યો

ધારેશ્વર ગામમાં બાળમજૂરીનો પર્દાફાશ થયો, પોલીસ કડક કાર્યવાહી કરશે

રાહુલ ગાંધી મોડાસાથી પ્રારંભ કરાવશે સંગઠન સર્જન અભિયાન

g clip-path="url(#clip0_868_265)">