Banaskantha : ભેળસેળયુક્ત ખોરાકના કેસમાં 12 પેઢીઓને 54 લાખનો દંડ, જુઓ Video
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી નકલીની બોલબાલા છે. ત્યારે બનાસકાંઠામાં ભેળસેળયુક્ત ખોરાકના કેસમાં 12 પેઢીઓને 54 લાખનો દંડ ઝડપાયો છે. ફૂડ વિભાગ દ્વારા અલગ અલગ 12 જગ્યાએથી સેમ્પલ લેવામાં આવ્યા હતા.
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી નકલીની બોલબાલા છે. નકલી વકિલ, નકલી જજ, નકલી પોલીસ, નકલી ધારાસભ્ય, નકલી સચિવ સાથે નકલી તબીબો પણ મળી આવવાના કિસ્સાઓ આપણે જોયા છે. ત્યારે બનાસકાંઠામાં ભેળસેળયુક્ત ખોરાકના કેસમાં 12 પેઢીઓને 54 લાખનો દંડ ઝડપાયો છે.
ફૂડ વિભાગ દ્વારા અલગ અલગ 12 જગ્યાએથી સેમ્પલ લેવામાં આવ્યા હતા. ઘી, પીનર અને માવાના સેમ્પલ ફેલ જતા કેસ કરાયા હતા. સેમ્પલ ફેલ જતા અધિક કલેકટર દ્વારા 54 લાખનો દંડ કરાયો છે. વડગામના છાપી, મહેસાણા, ડીસા, થરાદ, પાલનપુરના સેજલપુરા, અંબાજી, ભાભર, ધાનેરાની પેઢીઓને 54 લાખનો દંડ કરાયો છે.
મહેસાણામાંથી લીધેલા જીરાના નમૂના ફેલ !
બીજી તરફ મહેસાણામાં ફૂડ વિભાગ લીધેલા જીરાના નમૂના ફેલ થયા હોવાનું સામે આવ્યું છે. જીરાના નમૂનામાંથી સ્ટોન પાઉડર મળી આવ્યો છે. પટેલ ભાર્ગવ પી.ના જીરાના નમૂનામાંથી સ્ટોન પાઉડર મળી આવ્યો હતો. પટેલ ભાર્ગવ પી,ના જીરાના નમૂનાના હજુ 2 રિપોર્ટ બાકી છે. ફૂડ વિભાગ દ્વારા 16 ઓક્ટોબર 2024ના રોજ નમૂના લેવાયા હતા. ઊંઝાના ઉમા એન્ટરપ્રાઈઝના ગોડાઉનમાંથી લીધેલા વરિયાળીના નમૂના પણ ફેલ થઈ ગયા છે.