22 ડિસેમ્બરના મહત્વના સમાચાર : સુરતના અમરોલી વરિયાવ રિંગ રોડ પર એસિડ ભરેલું ટેન્કર પલટી મારી ગયું, રોડ પર એસિડ ઢોળાતા અફરાતફરી

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 22, 2024 | 11:59 AM

આજે 22 ડિસેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

22 ડિસેમ્બરના મહત્વના સમાચાર : સુરતના અમરોલી વરિયાવ રિંગ રોડ પર એસિડ ભરેલું ટેન્કર પલટી મારી ગયું, રોડ પર એસિડ ઢોળાતા અફરાતફરી

LIVE NEWS & UPDATES

  • 22 Dec 2024 11:59 AM (IST)

    સુરત: અમરોલીમાં એસિડ ભરેલા ટેન્કરે મારી પલટી

    સુરત: અમરોલીમાં એસિડ ભરેલા ટેન્કરે પલટી મારી છે. વરિયાવ રિંગ રોડ પર ટર્ન લેતા સમયે સર્કલ પાસે ટેન્કર પલટી મારી ગયું. રોડ પર એસિડ ઢોળાઈ જતા અફરાતફરી સર્જાઇ છે. ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવી એસિડને ડાઈલ્યુટ કરાયું.

  • 22 Dec 2024 11:57 AM (IST)

    રાજકોટ: GPSCની સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની આજે ભરતી પરીક્ષા

    રાજકોટ: GPSCની સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની ભરતી પરીક્ષા થઇ રહી છે. કુલ 300 જગ્યા માટે આજે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યુ છે. રાજ્યભરમા 1.85 લાખ ઉમેદવારો પરીક્ષા આપશે. 11 વાગ્યાથી 1 વાગ્યા સુધી પરીક્ષાનો સમય છે. ઉમેદવારોની ફિંગર પ્રિન્ટ આધારિત પહેલીવાર હાજરી લેવાશે. રાજકોટમાં 41 કેન્દ્રોના 9,688 ઉમેદવારોની પરીક્ષા થશે.

  • 22 Dec 2024 11:55 AM (IST)

    કર્ણાટક: બેંગલૂરૂ ગ્રામ્યના નેલમંગલા વિસ્તારમાં અકસ્માત

    કર્ણાટક: બેંગલૂરૂ ગ્રામ્યના નેલમંગલા વિસ્તારમાં અકસ્માત થયો છે. ચાલતી કાર અને બાઇક પર કન્ટેનર પડ્યું. આ અકસ્માતમાં 6 લોકોનાં મોત થયા છે. અકસ્માતમાં એક જ પરિવારના 4 સભ્યોનાં મોત થયા છે.

  • 22 Dec 2024 11:05 AM (IST)

    પંજાબ: મોહાલીમાં બહુમાળી ઇમારત ધરાશાયી, 2 નાં મોત

    પંજાબ: મોહાલીમાં બહુમાળી ઇમારત ધરાશાયી થતા 2 લોકોનાં મોત થયા છે. સૈન્ય અને NDRFએ રેસ્ક્યું ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે. 20 વર્ષિય મહિલાનું સારવાર દરમિયાન મોત થયુ છે. કાટમાળમાં 12 લોકો દટાયેલા હોવાની આશંકા છે. ધરાશાયી થયેલી ઇમારતની બાજુમાં ખોદકામ ચાલતું હતું.

  • 22 Dec 2024 09:54 AM (IST)

    હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

    હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. આગામી દિવસોમાં કમોસમી વરસાદ પડી શકે છે. 25,26 અને 27 ડિસેમ્બરે માવઠાનું અનુમાન આપ્યુ. તો રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે. અરબ સાગર અને બંગાળના ઉપસાગરના ભેજના કારણે માવઠાની આગાહી કરવામાં આવી છે.

  • 22 Dec 2024 09:37 AM (IST)

    અમદાવાદ: ફતેવાડીમાં મારામારીની ઘટના હત્યામાં પરિણીમી

    અમદાવાદ: ફતેવાડીમાં મારામારીની ઘટના હત્યામાં પરિણીમી છે. મારામારીમાં ગંભીર ઈજાગ્રસ્ત યુવકનું મોત થયુ છે. 4 શખ્સ ઈજાગ્રસ્ત થયા. ઘટનાની જાણ થતા જ પોલીસે તાત્કાલિક સ્થળે પહોંચી તપાસ આદરી છે. તમામ ઈજાગ્રસ્ત હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

  • 22 Dec 2024 08:55 AM (IST)

    અમદાવાદ: સાબરમતી વિસ્તારમાં પાર્સલ બોમ્બનો કેસ

    અમદાવાદ: સાબરમતી વિસ્તારમાં પાર્સલ બોમ્બના કેસમાં મુખ્ય આરોપી રૂપેણ બારોટ અને રોહનની ધરપકડ કરી. આરોપીઓ પાસેથી 2 બોમ્બ, હથિયાર અને કારતૂસ જપ્ત કરાયા. ત્રાગડ વિસ્તારમાં કારમાં બંને આરોપીઓ ઝડપાયા.

  • 22 Dec 2024 07:45 AM (IST)

    રાજ્યના વાતાવરણમાં પલટાના એંધાણ

    હવામાન ખાતાએ ભર શિયાળે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને 27 અને 28 ડિસેમ્બરે રાજ્યમાં વરસાદની આગાહી છે. આ વરતારામાં સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં માવઠાની શક્યતા હોવાનું કહેવાયું છે. તો ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પણ હળવા ઝાપટાની શક્યતાઓ છે. અરબી સમુદ્રમાંથી આવતા ભેજને કારણે વરસાદની શક્યતા હોવાનું જણાવાયું છે.

  • 22 Dec 2024 07:44 AM (IST)

    ભાવનગર: વડવા નેરામાં અસામાજિક તત્વોનો આતંક

    ભાવનગર: વડવા નેરામાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો છે. અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો છે. ખાણી પીણીની દુકાનમાં તોડફોડ કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસને ઘટનાની જાણ થતાં ઘટના સ્થળ પર પહોંચી સ્થિતિ પર કાબુ મેળવ્યો.

કુવૈતમાં ભારતીય સમુદાયને PM મોદીનું સંબોધન. ગુજરાતને કર્યું યાદ. કહ્યું કુવૈત અને ગુજરાતના વેપારીઓનો અતૂટ સંબંધ… બંને દેશો ડિપ્લોમસી જ નહીં, દિલથી પણ જોડાયેલા. GST કાઉન્સિલની બેઠકમાં મધ્યમ વર્ગને મોટો ઝટકો. ઈન્શ્યોરન્સ પ્રીમિયમમાં નહીં મળે રાહત, વાહનોના વેચાણ પર 18 ટકા GST. દિલ્લી બોર્ડર પર આમરણ ઉપવાસના 26માં દિવસે ખેડૂતોની ચેતવણી. ખેડૂત નેતા જગજીત ડલ્લેવાલાને કંઈ થયું, તો થશે હિંસક આંદોલન. અમદાવાદમાં ગુનાખોરી ડામવા પોલીસ એક્શનમાં. શાહપુર, કારંજ સહિતના વિસ્તારોમાં કોમ્બિંગ. 400 પોલીસ કર્મીઓ ઉતર્યા રસ્તા પર. અમદાવાદના સાબરમતીમાં પાર્સલ બ્લાસ્ટથી 2 લોકોને ઈજા. આરોપીના ઘરે તપાસમાં મળી આવી દેશી બોમ્બ બનાવવાની ફેક્ટરી. અંગત અદાવતમાં બ્લાસ્ટ કરાવ્યાનો ખુલાસો. ભર શિયાળે વરસાદની હવામાન વિભાગની આગાહી.. 27 અને 28 ડિસેમ્બરે રાજ્યમાં પડી શકે માવઠું.. સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત ગુજરાતમાં માવઠાની વકી..

Published On - Dec 22,2024 7:43 AM

Follow Us:
અમરોલીમાં એસિડ ભરેલુ ટેન્કર પલટી ગયુ, રોડ પર એસિડ ઢોળાતા અફરાતફરી
અમરોલીમાં એસિડ ભરેલુ ટેન્કર પલટી ગયુ, રોડ પર એસિડ ઢોળાતા અફરાતફરી
ભાવનગરના ખેડૂતોને ફટકો, માર્કેટ યાર્ડમાં ઘટ્યા ડુંગળીના ભાવ
ભાવનગરના ખેડૂતોને ફટકો, માર્કેટ યાર્ડમાં ઘટ્યા ડુંગળીના ભાવ
અમદાવાદમાં ગુનાખોરી ડામવા પોલીસ એકશનમાં, પોલીસકર્મી કોમ્બિંગમાં જોડાયા
અમદાવાદમાં ગુનાખોરી ડામવા પોલીસ એકશનમાં, પોલીસકર્મી કોમ્બિંગમાં જોડાયા
સાબરમતી વિસ્તારમાં પાર્સલ બોમ્બનો કેસમાં 2 આરોપીની ધરપકડ
સાબરમતી વિસ્તારમાં પાર્સલ બોમ્બનો કેસમાં 2 આરોપીની ધરપકડ
આ રાશિના જાતકોના સુખ-સુવિધામાં વધારો થશે
આ રાશિના જાતકોના સુખ-સુવિધામાં વધારો થશે
રાણાજીના ભાલા સાથે બાપુની ગુજરાતની રાજનીતિમાં એન્ટ્રી-Video બાપુ Uncut
રાણાજીના ભાલા સાથે બાપુની ગુજરાતની રાજનીતિમાં એન્ટ્રી-Video બાપુ Uncut
ગુજરાતના આ જિલ્લાઓમાં ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના આ જિલ્લાઓમાં ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી
Video : દ્વારકાધીશની સ્કુબા ડાઇવર્સ દ્વારા અનોખી જળ પૂજા
Video : દ્વારકાધીશની સ્કુબા ડાઇવર્સ દ્વારા અનોખી જળ પૂજા
જો તમારો મોબાઈલ ખોવાઈ કે ચોરાઈ જાય તો ફટાફટ આ રીતે કરી દો બ્લોક
જો તમારો મોબાઈલ ખોવાઈ કે ચોરાઈ જાય તો ફટાફટ આ રીતે કરી દો બ્લોક
નસવાડીમાં મકાન પાસેના રસ્તાનો વિવાદ ન ઉકેલાતા યુવકે કર્યું આત્મવિલોપન
નસવાડીમાં મકાન પાસેના રસ્તાનો વિવાદ ન ઉકેલાતા યુવકે કર્યું આત્મવિલોપન
g clip-path="url(#clip0_868_265)">