આજનું હવામાન : ગુજરાતના આ જિલ્લાઓમાં ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં કાતિલ ઠંડી વચ્ચે માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં કમોસમી વરસાદ પડી શકે છે. 21 થી 28 ડિસેમ્બર વચ્ચે અનેક વિસ્તારોમાં માવઠાની શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં કાતિલ ઠંડી વચ્ચે માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં કમોસમી વરસાદ પડી શકે છે. 21 થી 28 ડિસેમ્બર વચ્ચે અનેક વિસ્તારોમાં માવઠાની શક્યતા છે. મોટાભાગના જિલ્લામાં ભારે પવન સાથે ઝરમર વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કમોસમી વરસાદની મોટી આગાહી કરી છે.
કાતિલ ઠંડી વચ્ચે માવઠાની આગાહી
આગામી દિવસોમાં કમોસમી વરસાદ પડી શકે છે. 25,26 અને 27 ડિસેમ્બરે માવઠાનું અનુમાન લગાવવામાં આવી છે. તો રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. અરબ સાગર અને બંગાળના ઉપસાગરના ભેજના કારણે માવઠાની આગાહી કરી છે. 27 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થાય તેવી સંભાવના છે. ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં તાપમાન વધે તેવી સંભાવના છે. તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત મધ્ય ગુજરાતમાં પણ ઠંડીમાં ઘટાડો થઈ શકે છે.