સારા તેંડુલકર રિવીલિંગ ડ્રેસ પહેરીને બીચ પર મસ્તી કરતી જોવા મળી, તસવીરો થઈ વાયરલ
સારા તેંડુલકર ઓસ્ટ્રેલિયાના લિઝાર્ડ આઈલેન્ડમાં ક્વોલિટી ટાઈમ વિતાવી રહી હતી. જ્યાંથી તેણે પોતાના ઘણા ફોટા અને વીડિયો શેર કર્યા છે. સારાના લેટેસ્ટ વીડિયો પછી ઈન્ટરનેટ પર ચાહકો કોમેન્ટ કરી રહ્યા છે. ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ મેચ જોયા પછી બીચ પર આરામ કરતી જોવા મળી હતી. સારા ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ છે. ચાહકો તેની તસવીરો જોવાનું પસંદ કરે છે.

વાયરલ થયેલી આ તસવીરોમાં સારા મસ્તીભર્યા મૂડમાં જોવા મળી રહી છે અને ફ્રુટ્સ ખાઈ રહી છે. સારા લીલા રંગના લોંગ વન પીસ સિઝલિંગ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

માથા પર ટોપી, છૂટા વાળ, મસ્તીભર્યા મૂડમાં હસતી સારાની સ્ટાઈલ જોવા જેવી છે. સારાને ફરવાનો ઘણો શોખ છે. જેની તસવીરો તે અવારનવાર સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

આ પહેલા પણ સારાએ એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે કો-પાઈલટ તરીકે જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે, લિઝાર્ડ આઈલેન્ડ તેની પ્રાકૃતિક સુંદરતા, સફેદ રેતીના બીચ અને સ્વચ્છ વાદળી પાણી માટે જાણીતું છે, જે તેને પ્રવાસીઓ માટે આકર્ષક બનાવે છે.

તમને જણાવી દઈએ કે, સારા પોતાના સુંદર દેખાવના કારણે ઘણીવાર લાઇમ લાઈટમાં રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 2.1 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે, જેમના માટે સારા કંઇક ને કંઇક પોસ્ટ કરતી રહે છે.

રિપોર્ટ્સનું માનીએ તો સારાને ફિલ્મોમાં ઘણો રસ છે. તેના ચાહકો પણ તે દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે જ્યારે સારા મોટા પડદા પર એન્ટ્રી કરશે.

તમને જણાવી દઈએ કે સારાએ લંડન યુનિવર્સિટીમાં મેડિસિનનો અભ્યાસ કર્યો છે, તેની માતા અંજલિ તેંડુલકર પણ વ્યવસાયે ડોક્ટર છે.
