22.12.2024

શિયાળામાં કાળા તલ ખાવાથી થાય છે અઢળક લાભ

Image - Freepik Image 

શિયાળામાં કાળા તલ વધુ ખાવામાં આવે છે.

કેટલાક લોકો તલની ચિક્કી અથવા તો અન્ય કોઈ મીઠાઈ બનાવીને સેવન કરતા હોય છે.

કાળા તલનું સેવન કરવાથી હૃદય સ્વસ્થ રહે છે.

કાળા તલમાં કેલ્શિયમની માત્રા સારી હોવાથી હાડકાં મજબૂત કરવામાં મદદ કરે છે.

પાચનની સમસ્યામાં પણ કાળા તલનું સેવન લાભદાયક છે.

બ્લડ પ્રેશરના દર્દીઓ માટે કાળા તલનું સેવન ફાયદાકારક છે.

ફાઇબર, આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ હાજર હોય છે જે શરીરને એનર્જી આપે છે.

તલમાં વધુ પ્રમાણમાં ફાઇબર હોવાથી કબજિયાત દૂર થાય છે.

(નોંધ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)