ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ સૂર્યકુમાર યાદવનો 60મો રન ખૂબ જ મૂલ્યવાન રહેશે, જાણો કેમ?
ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી ટી-20 સિરીઝમાં સૂર્યકુમાર યાદવ માટે 60મો રન ખૂબ જ મૂલ્યવાન સાબિત થશે. કારણ કે વર્તમાન સિરીઝમાં ભારતીય કેપ્ટન માટે 60 રન ખરેખર મહત્વપૂર્ણ છે. જો તે આ રન હાંસલ કરશે તો તે એ સ્થાન પર પહોંચી જશે જ્યાં અત્યાર સુધી માત્ર 3 ભારતીયો જ પહોંચ્યા છે.

ક્રિકેટમાં દરેક રન કિંમતી હોય છે. એક રનથી મેચ પણ જીતી શકાય છે અને હાર પણ આપી શકાય છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટી 20 સિરીઝમાં ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ માટે તેનો 60મો રન ખુબ જ કિંમતી છે. હવે તમે વિચારી રહ્યા હશો કે, આવું કેમ ? કે સૂર્યકુમાર માટે 60 રન કિંમતી છે. તેનું મહત્વ પણ ખુબ જ છે.

આ 60 રનની વેલ્યુ સૂર્યકુમાર યાદવના ટી 20 ઈન્ટરનેશનલ કરિયર માટે ખુબ જ મહત્વ છે. જેમાં સૂર્યકુમાર ટોપ લિસ્ટમાં પણ સામેલ થઈ શકે છે. અત્યારસુધી માત્ર 3 ભારતીય ક્રિકેટરોના નામ આ સ્થાન પર જોવા મળતા હતા. અમે જે લિસ્ટની વાત કરી રહ્યા છીએ તે ટી 20 ઈન્ટરનેશનલમાં 2000 કે પછી તેનાથી વધારે રન બનાવનાર ભારતીય બેટ્સમેનનું લિસ્ટ છે.

ગુવાહાટીમાં યોજાનારી T20 ઈન્ટરનેશનલ પહેલા સૂર્યકુમાર યાદવે ક્રિકેટના આ ફોર્મેટમાં 55 મેચ રમી છે. તે 55 મેચોમાં સૂર્યકુમારે 3 સદી અને 16 અડધી સદીની મદદથી 1940 રન બનાવ્યા છે. જ્યારે આ સમયગાળા દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 173.52 છે.જો સૂર્યકુમાર યાદવ ગુવાહાટીમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 60 રન બનાવી લે છે તો તે 2000 કે તેનાથી વધુ રન બનાવનાર ભારતનો ચોથો બેટ્સમેન બની જશે.

ટી 20 ઈન્ટરનેશનલમાં વિરાટ કોહલી દુનિયામાં સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેન છે. તેમણે 115 ટી 20 ઈન્ટરનેશનલ મેચમાં 4008 રન 1 સદી અને 37 અડધી સાથે બનાવ્યા છે. વિરાટ બાદ રોહિત શર્મા છે. જેમણે 3853 રન બનાવ્યા છે. ત્રીજા સ્થાન પર કે,એલ રાહુલ છે.

આપણે હાલમાં ચાલી રહેલી ઓસ્ટ્રેલિયા સિરીઝની વાત કરીએ તો ટી 20 સિરીઝમાં સૂર્યકુમાર યાદવના પ્રદર્શન જોઈએ તો. અત્યારસુધી રમાયેલી 2 મેચમાં 99 રન, 1 અડધી સદી 190.38ની સ્ટ્રાઈક રેટથી બનાવી ચૂક્યા છે.