AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોઈએ ધર્મ પરિવર્તન કર્યું, તો કોઈએ અટકમાં ફેરફાર કર્યો… આ 5 ક્રિકેટરોએ બદલ્યા પોતાના નામ

ક્રિકેટરોને આપણે તેમના રેકોર્ડ અને પ્રદર્શનથી ઓળખીએ છીએ, પરંતુ કેટલાક ખેલાડીઓ એવા પણ રહ્યા છે જેમણે કારકિર્દી દરમિયાન પોતાની ઓળખ જ બદલવાનો મોટો નિર્ણય લીધો. કોઈએ ધર્મ પરિવર્તન કર્યું, તો કોઈએ વ્યક્તિગત કારણોસર નામમાં ફેરફાર કર્યો. જાણો એવા પાંચ આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોની રસપ્રદ કહાની, જેમણે જીવનમાં નવી ઓળખ અપનાવી.

| Updated on: Feb 20, 2026 | 10:54 PM
Share
ક્રિકેટ ઇતિહાસમાં એવા અનેક પ્રસંગો બન્યા છે જ્યારે ખેલાડીઓએ પોતાની ઓળખમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. પાકિસ્તાનના દિગ્ગજ બેટ્સમેન મોહમ્મદ યુસુફ તેનું મોટું ઉદાહરણ છે. મૂળ નામ યુસુફ યુહાના ધરાવતા આ ખેલાડીનો જન્મ ખ્રિસ્તી પરિવારમાં થયો હતો. 2005 માં તેણે ઇસ્લામ ધર્મ સ્વીકારી પોતાનું નામ મોહમ્મદ યુસુફ રાખ્યું. ધર્મ પરિવર્તન બાદ તેના પ્રદર્શનમાં જબરદસ્ત સુધારો જોવા મળ્યો અને 2006 માં એક કેલેન્ડર વર્ષમાં 1,788 ટેસ્ટ રન બનાવી વિશ્વ રેકોર્ડ સ્થાપ્યો.

1 / 6
શ્રીલંકાના સ્ટાઇલિશ ઓપનર તિલકરત્ને દિલશાનનું જીવન પણ પરિવર્તનથી ભરેલું રહ્યું છે. તેનું મૂળ નામ તવાન મોહમ્મદ દિલશાન હતું અને તે મુસ્લિમ પરિવારમાં જન્મ્યો હતો. માતાપિતાના અલગ થયા પછી તેણે માતાનો બૌદ્ધ ધર્મ અપનાવ્યો અને નામ બદલીને તિલકરત્ને દિલશાન રાખ્યું. 'દિલસ્કૂપ' શોટ માટે જાણીતા દિલશાને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10 હજારથી વધુ ODI રન બનાવ્યા છે.

2 / 6
ઈંગ્લેન્ડના વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન જોસ બટલરે પણ પોતાની ઓળખમાં નાનો પરંતુ ચર્ચિત ફેરફાર કર્યો. તેનું પૂરું નામ જોસેફ ચાર્લ્સ બટલર છે, પરંતુ તે લાંબા સમયથી “જોશ” તરીકે ઓળખાતો હતો. સત્તાવાર દસ્તાવેજોમાં સ્પષ્ટતા લાવવા માટે તેણે પોતાના નામની સ્પેલિંગમાં ‘h’ ઉમેર્યું અને Jos માંથી Josh બન્યો.

3 / 6
શ્રીલંકાના સ્પિનર સુરજ રણદીવે પણ જીવનમાં મોટો નિર્ણય લીધો હતો. મુસ્લિમ પરિવારમાં જન્મેલા સુરજનું મૂળ નામ મોહમ્મદ માર્શુક મોહમ્મદ સૂરજ હતું. બાદમાં તેણે નામ બદલીને સૂરજ રણદિવ રાખ્યું. 2010 માં ભારત સામેનો નો-બોલ વિવાદ તેને અચાનક ચર્ચામાં લાવ્યો હતો.

4 / 6
અફઘાનિસ્તાનના સફળ કેપ્ટન અસગર અફઘાને 2018 માં પોતાની અટક બદલી. અસગર સ્ટેનિકઝાઈ તરીકે ઓળખાતા ખેલાડીએ રાષ્ટ્રીય ગૌરવ દર્શાવવા માટે ‘અફઘાન’ અટક અપનાવી. તેના નેતૃત્વમાં અફઘાનિસ્તાને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મહત્વપૂર્ણ સ્થાન બનાવ્યું.

5 / 6
આ તમામ ઉદાહરણો દર્શાવે છે કે ક્રિકેટરો માત્ર મેદાન પર જ નહીં, પરંતુ વ્યક્તિગત જીવનમાં પણ મોટા નિર્ણયો લેતા હોય છે. નામ બદલવું માત્ર ઔપચારિક બાબત નથી, તે વ્યક્તિની ઓળખ, આસ્થા અને વિચારધારાનો પ્રતિબિંબ છે. આ ખેલાડીઓએ પોતાના જીવનમાં નવી ઓળખ સાથે નવી શરૂઆત કરી અને ક્રિકેટ ઇતિહાસમાં અનોખું સ્થાન મેળવ્યું. (PC: PTI/X)

6 / 6

T20 WC Breaking : દક્ષિણ આફ્રિકા એકમાત્ર એવી ટીમ જેની સાથે નથી થઈ આ ધટના, ભારત 8 વખત બન્યું ભોગ

Follow Us
ફ્લાઇટમાં જઈ ચોરી કરતી ગેંગ ઝડપાઈ: બનાસકાંઠા પોલીસે 2 આરોપી પકડ્યા

ચાંદખેડામાં 3 વર્ષની બાળકીના મોતનું રહસ્ય ખુલ્યું - જુઓ Video

વડોદરા: કેનાલ નિર્માણમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, સાંસદે આપી તપાસની સૂચના

રાજકોટ: ધાર્મિક દબાણો હટાવવાના વિરોધમાં કોંગ્રેસની રામધૂન

અમદાવાદ: તળાવોના બ્યુટીફીકેશન મુદ્દે અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠક

નર્મદા કલેક્ટર બેઠક તોફાની: રસ્તા-પાણી મુદ્દે નેતાઓ અધિકારીઓ પર વરસ્યા

અમદાવાદમાં AMC એ પાણીપુરીની લારી સીલ કરી ફટકાર્યો ₹10,000 નો દંડ

Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ

અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video

તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે

g clip-path="url(#clip0_868_265)">