AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઘર બનાવતા પહેલાં જાણી લો: લાલ ઈંટ કરતા પણ સસ્તા અને ટકાઉ છે આ 3 વિકલ્પો!

જો તમે પણ તમારું સપનાનું ઘર બનાવવાનું વિચારી રહ્યા છો, તો જૂની લાલ ઈંટો પાછળ નકામો ખર્ચ ન કરો. બજારમાં હવે સિમેન્ટ, ફ્લાય એશ અને પ્લાસ્ટિકની એવી ઈંટો આવી ગઈ છે જે સસ્તી પણ છે અને દીવાલોને આપે છે કાયમી મજબૂતી!

| Updated on: Aug 06, 2026 | 6:39 PM
Share
ઘર બનાવતી વખતે દાયકાઓથી માત્ર લાલ ઈંટોનો જ ઉપયોગ થતો આવ્યો છે, પરંતુ બદલાતા સમય સાથે હવે લોકો તેના નવા અને આધુનિક વિકલ્પો તરફ વળ્યા છે. આજે લોકો ઘરનું બાંધકામ શરૂ કરતા પહેલા બજારમાં ઉપલબ્ધ દરેક મટિરિયલનું પૂરતું રિસર્ચ કરે છે, જેથી ઘર મજબૂત પણ બને અને બિનજરૂરી ખર્ચ પણ બચી જાય.

1 / 7
સિમેન્ટ અને સ્ટોન ડસ્ટમાંથી બનાવવામાં આવતા કૉંક્રીટ બ્લોક્સ અથવા સિમેન્ટ ઈંટોનો વપરાશ ઝડપથી વધી રહ્યો છે. આ ઈંટો સામાન્ય લાલ ઈંટ કરતાં કદમાં મોટી હોય છે, જેના કારણે ખૂબ જ ઓછી ઈંટોમાં મોટી દીવાલ તૈયાર થઈ જાય છે. એટલું જ નહીં, આ ઈંટો વચ્ચે સાંધા પૂરવા માટે સિમેન્ટ અને રેતીનો મસાલો પણ ઘણો ઓછો વપરાય છે.

2 / 7
સામાન્ય લાલ ઈંટો ઘણીવાર કાચી રહી જવાથી કે પાણી વધારે સોંષવાથી સમય જતાં નબળી પડી જતી હોય છે. પરંતુ સિમેન્ટમાંથી બનેલી ઈંટો લાલ ઈંટની સરખામણીમાં બમણું દબાણ અને ભારે વજન સહન કરી શકે છે. આ ઈંટોથી બનેલી દીવાલો ભૂકંપ અને ખરાબ હવામાન સામે વધુ રક્ષણ પૂરું પાડે છે.

3 / 7
થર્મલ પાવર પ્લાન્ટમાંથી નીકળતી રાખ (Fly Ash), રેતી અને સિમેન્ટના મિશ્રણથી બનેલી ફ્લાય એશ ઈંટો છેલ્લા કેટલાક સમયથી લોકોની પહેલી પસંદ બની રહી છે. આ ઈંટો લાલ ઈંટ કરતાં કિંમતમાં સસ્તી તો છે જ, સાથે જ તે પર્યાવરણને પણ કોઈ નુકસાન પહોંચાડતી નથી અને મકાનનું આયુષ્ય વધારે છે.

4 / 7
ફ્લાય એશ ઈંટોની સૌથી મોટી ખાસિયત એ છે કે તે ફેક્ટરીમાં ડાઈ (મશીન) દ્વારા બનતી હોવાથી એકસરખી અને એકદમ સીધી હોય છે. આ કારણોસર દીવાલ ચણતી વખતે તે સપાટ બને છે અને તેના પર પ્લાસ્ટર કરતી વખતે સિમેન્ટ-રેતીનો વપરાશ ખૂબ ઓછો થાય છે, જેથી પ્લાસ્ટરનો મોટો ખર્ચ બચી જાય છે.

5 / 7
બજારમાં હવે ટેકનોલોજીના કારણે નકામા અને રીસાયકલ કરેલા પ્લાસ્ટિકમાંથી પણ ઈંટો તૈયાર કરવામાં આવી રહી છે. પ્લાસ્ટિક ઈંટો લાલ ઈંટ કરતા પણ વધારે મજબૂત હોય છે અને તેની સૌથી મોટી ખાસિયત એ છે કે તે 100% વોટરપ્રૂફ હોય છે, જેથી દીવાલોમાં ભેજ (સીલન) કે પોપડા ઉખડવાની સમસ્યા ક્યારેય આવતી નથી.

6 / 7
જૂની લાલ ઈંટો બાંધકામ દરમિયાન ખૂબ વધારે પાણી સોંષી લે છે, જેનાથી ક્યારેક સ્ટ્રક્ચર નબળું પડે છે. જ્યારે નવી ટેકનોલોજીની સિમેન્ટ, ફ્લાય એશ કે પ્લાસ્ટિકની ઈંટો પાણી ઓછું સોંષે છે. પરિણામે, તમારું ઘર ઓછા ખર્ચમાં, ઝડપથી અને વધુ મજબૂતી સાથે વર્ષો સુધી અકબંધ રહે છે.

7 / 7

ગોલ્ડ માર્કેટમાં શાંતિ કે મોટા તોફાન પહેલાનો સન્નાટો? શું સોનું અચાનક સસ્તું થવાનું છે? જાણી લો માર્કેટના મોટા સંકેત

Follow Us
ભાવનગર જિલ્લામાં 80% વિસ્તારમાં કપાસ અને મગફળીનું વિક્રમ જનક વાવેતર

વાલીઓનો સરકારી શાળાઓ પ્રત્યેનો વિશ્વાસ હવે દિવસેને દિવસે વધ્યો

₹120 કરોડના ટાઈડલ ડેમે વધારી ખેડૂતોની ચિંતા! 40 ફૂટ સુધી જમીન ધોવાઈ

રાજકોટમાં એનાલૉગ પનીર પર પ્રતિબંધ છતાં ઉત્પાદન ચાલુ

સ્પેસએક્સનું અનિયંત્રિત રોકેટ ચંદ્ર સાથે અથડાયું, શુ પૃથ્વીને થશે ખતરો

બિનજરૂરી ખર્ચ વધી શકે છે, પરિવારના સભ્યોનો પૂર્ણ સહયોગ મળશે

ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ

અમદાવાદની શાળાઓમાં રવિવારે સ્વૈચ્છિક વર્ગોને મંજૂરી

વાયબ્રન્ટ ગુજરાત માટે CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી જશે વિદેશ

કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો ડંકો વાગ્યો : DyCM હર્ષ સંઘવી

g clip-path="url(#clip0_868_265)">