AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Navsari Breaking : ₹120 કરોડના ટાઈડલ ડેમે વધારી ખેડૂતોની ચિંતા ! પૂર્ણા નદી કિનારે 40 ફૂટ સુધી જમીન ધોવાઈ, પાકને નુકસાન

Navsari Breaking : ₹120 કરોડના ટાઈડલ ડેમે વધારી ખેડૂતોની ચિંતા ! પૂર્ણા નદી કિનારે 40 ફૂટ સુધી જમીન ધોવાઈ, પાકને નુકસાન

| Updated on: Aug 06, 2026 | 1:20 PM
Share

₹120 કરોડના ખર્ચે બનેલા ટાઈડલ ડેમના કારણે પૂર્ણા નદીના પાણીનું વહેણ બદલાતા ડેમની બાજુમાં આવેલા પાળામાંથી મોટા પાયે ધોવાણ શરૂ થયું છે. જેના કારણે વીરાવળ અને કસબા ગામની ખેતીની જમીનને નુકસાન પહોંચ્યું હોવાનું ખેડૂતોનું કહેવું છે.

નવસારી જિલ્લાના વીરાવળ ગામ નજીક પૂર્ણા નદી પર નિર્માણાધીન ટાઈડલ ડેમ પાસે જમીન ધોવાણના મુદ્દે વિવાદ વકર્યો છે. એક તરફ ડ્રેનેજ વિભાગના એક્ઝિક્યુટીવ ઈજનેર માત્ર ગૌચરની જમીનમાં જ ધોવાણ થયું હોવાનું કહી રહ્યા છે, તો બીજી તરફ ગ્રામજનો અને ખેડૂતોનો આક્ષેપ છે કે ખાનગી જમીનમાં 40 ફૂટથી વધુનું ધોવાણ થયું છે.

ટાઈડલ ડેમના આજુ બાજુની જમીનો ધોવાઈ

પ્રાપ્ત માહિતી મુજબ, લગભગ ₹120 કરોડના ખર્ચે બનેલા ટાઈડલ ડેમના કારણે પૂર્ણા નદીના પાણીનું વહેણ બદલાતા ડેમની બાજુમાં આવેલા પાળામાંથી મોટા પાયે ધોવાણ શરૂ થયું છે. જેના કારણે વીરાવળ અને કસબા ગામની ખેતીની જમીનને નુકસાન પહોંચ્યું હોવાનું ખેડૂતોનું કહેવું છે.

અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના આક્ષેપ

ખેડૂતોના જણાવ્યા અનુસાર ધોવાણને કારણે અનેક ખેડૂતોના ખેતરોની જમીન કપાઈ ગઈ છે અને આંબાની કલમો પણ પાણીમાં ધોવાઈ ગઈ છે. ઉપરાંત, વીરાવળ ગામની સ્મશાનભૂમિ પણ ધોવાણની ઝપેટમાં આવવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. સમગ્ર મામલે ખેડૂતોનો આક્ષેપ છે કે ડ્રેનેજ વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે આ સ્થિતિ સર્જાઈ છે. ઘટનાની જાણ થતાં સ્થળ પર પહોંચેલા ટાઈડલ ડેમના કર્મચારીઓ અને અધિકારીઓનો ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.

ગ્રામજનોમાં આક્રોશ

બીજી તરફ, ડ્રેનેજ વિભાગના એક્ઝિક્યુટીવ ઈજનેરે જણાવ્યું છે કે હાલ માત્ર ગૌચરની જમીનમાં ધોવાણ થયું છે અને ખાનગી જમીનને નુકસાન થયાના આક્ષેપોની તપાસ કરવામાં આવશે. તેમણે અસરગ્રસ્ત વિસ્તારમાં તાત્કાલિક સમારકામની કામગીરી હાથ ધરવામાં આવશે તેવી ખાતરી પણ આપી છે.

જોકે, ખાનગી જમીનને નુકસાન થયાનો આક્ષેપ કરતા ખેડૂતો હવે આંદોલનના મૂડમાં જોવા મળી રહ્યા છે અને જવાબદાર અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી રહ્યા છે.

Breaking News : રાજકોટના ફોર્ચ્યુન કારખાનામાં શંકાસ્પદ પનીરનું ઉત્પાદન ચાલુ હોવાના આક્ષેપ, જુઓ Video, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
g clip-path="url(#clip0_868_265)">