AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એલન મસ્કની કંપની સ્પેસએક્સનું 4 ટન વજન ધરાવતુ રોકેટ 8,700 કિમીની ઝડપે ચંદ્ર સાથે અથડાયું, જુઓ Video

એલન મસ્કની કંપની સ્પેસએક્સનું 4 ટન વજન ધરાવતુ રોકેટ 8,700 કિમીની ઝડપે ચંદ્ર સાથે અથડાયું, જુઓ Video

| Updated on: Aug 06, 2026 | 12:35 PM
Share

એલોન મસ્કની કંપની, સ્પેસએક્સનું 4 ટન વજન ધરાવતા અને સ્કૂલ બસ જેટલા આકારનું રોકેટ, પ્રતિ કલાકની 8,700 કિમીની ઝડપે ચંદ્ર સાથે અથડાયું છે. 18 મહિનાથી અવકાશમાં ફરતા આ કાટમાળના ટુકડાના ક્રેશ અંગેની વિગતો અહીં છે.

ગયા વર્ષથી અવકાશમાં ફરતા સ્પેસએક્સનું ફાલ્કન 9 રોકેટનો એક ભાગ બુધવારે ચંદ્ર પર ખૂબ જ ઝડપથી અથડાયું હતું. ચંદ્ર સાથે રોકેટ અથડાવવાને કારણે સર્જાયેલ સ્થિતિની અસર કેવી થઈ છે તેની સત્તાવાર વિગતો આવવામાં ઘણા કલાકો લાગી શકે છે. જો કે સ્પેસએક્સે જણાવ્યું છે કે, ચંદ્ર સાથે રોકેટની અથડામણ અજાણતા થઈ હતી.

સ્પેસએક્સે એ પણ સ્પષ્ટતા કરી હતી કે, રોકેટનો ટુકડો ચંદ્ર પર તેના પશ્ચિમી ભાગ પર આઈન્સ્ટાઈન ક્રેટર નજીક અથડાવાનો હતો. આ એક એવો વિસ્તાર જે પૃથ્વી પરથી જોવામાં ઘણીવાર મુશ્કેલ હોય છે. અહેવાલો સૂચવે છે કે આ અથડામણ બુધવારે 12:05 વાગ્યાની આસપાસ થઈ હતી. જે લગભગ 8,700 કિમી પ્રતિ કલાકની ઝડપે ધસી આવ્યો હતો. જોકે, ચંદ્રની પરિક્રમા કરી રહેલા અન્ય કોઈપણ અવકાશયાન એવી સ્થિતિમાં નહોતા કે તેઓ આ અથડામણીની તસવીરો લઈ શકે.

હવે લેવામાં આવશે તસવીર

તાત્કાલિક સત્તાવાર પુષ્ટિના અભાવ માટે ઘણા કારણો આપવામાં આવી રહ્યા છે. નાસાના ચંદ્ર રિકોનિસન્સ ઓર્બિટર અને દક્ષિણ કોરિયાના પાથફાઇન્ડર ચંદ્ર ઓર્બિટર પછીથી સ્થળ પરથી પસાર થવાના છે અને છબીઓ મેળવવાના છે. આ તસવીરથી એ બાબતની સ્પષ્ટતા થશે કે 8,700ની ઝડપે ચંદ્ર સાથે અથડાવવાથી ચંદ્રની સપાટી ઉપર કોઈ નવો ખાડો બન્યો છે કે નહીં. વધુમાં, ચંદ્રની ભ્રમણકક્ષાથી તસવીરો મેળવવા અને તેનુ વિશ્લેષણ કરવાની પ્રક્રિયામાં સમય લાગે છે.

એલોન મસ્કે એક વીડિઓ સોશિયલ મીડિયામા શેર કર્યો છે. જોકે, આ વીડિયો એક AI-જનરેટેડ સિમ્યુલેશન છે. નિષ્ણાતો માને છે કે આ દર્શાવે છે કે રોકેટ ચંદ્ર સાથે કેવી રીતે અથડાયું હશે, કારણ કે અથડામણીની અસરના વાસ્તવિક ફોટોગ્રાફ્સ અથવા વીડિઓઝ કેપ્ચર કરી શકાતા નથી.

પાકિસ્તાનનો ખતરનાક ખેલ ! ચીન-તુર્કિયેની સાથે મળીને, કાશ્મીરને બદલે મોદી-શાહના ગુજરાતને બનાવશે ટાર્ગેટ !

Follow Us
g clip-path="url(#clip0_868_265)">