13,313 કરોડ રૂપિયાના માલિક ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ તેની ગર્લફ્રેન્ડને કેમ કહ્યું- લોકો તમારી ઈર્ષ્યા કરે છે?
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની ગર્લફ્રેન્ડ જ્યોર્જિના રોડ્રિગ્ઝ સોશિયલ મીડિયા પર બોડી-શેમિંગનો શિકાર બની હતી. પોતાના શરીર પર થઈ રહેલી કોમેન્ટ અંગે જ્યોર્જિનાએ રોનાલ્ડો સાથે વાત કરી, ત્યારે 13,313 કરોડ રૂપિયાના માલિક ફૂટબોલ સ્ટારે તેને કહ્યું કે લોકો તમારી ઈર્ષ્યા કરે છે. હવે જ્યોર્જિનાએ સોશિયલ મીડિયા પર મૌન તોડ્યું છે પોતાની લાગણીઓ વ્યક્ત કરી છે.

ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની ગર્લફ્રેન્ડ જ્યોર્જીના રોડ્રિગ્ઝ સોશિયલ મીડિયા પર તેના ફોટાને કારણે બોડી-શેમિંગનો ભોગ બની રહી છે. તેણીએ હવે આ બાબતે પોતાનું મૌન તોડ્યું છે.

મેલોર્કામાં ફેમિલી વેકેશન દરમિયાન લેવામાં આવેલા બિકીની પહેરેલા તેના ફોટાની સોશિયલ મીડિયા પર ટીકા થઈ હતી, જેમાં કેટલાક લોકોએ તેના શરીર પર કોમેન્ટ કરી હતી.

જ્યોર્જીના રોડ્રિગ્ઝ આનાથી થોડી ચોંકી ગઈ, કારણ કે જ્યોર્જીના માને છે કે તેણી તેની ઈમેજ પર નિર્ભર છે. આ બાબતે મૌન તોડતા પહેલા, તેણીએ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને કહ્યું કે લોકો સોશિયલ મીડિયા પર તેના શરીર વિશે વિવિધ ટિપ્પણીઓ કરી રહ્યા છે. ત્યારે રોનાલ્ડોએ તેની ગર્લફ્રેન્ડને કહ્યું કે લોકો તેની ઈર્ષ્યા કરે છે.

રોનાલ્ડો જણાવ્યા પછી જ્યોર્જિનાએ સોશિયલ મીડિયા પર લખ્યું, "મારું શરીર બદલાશે, જેમ દરેક સ્ત્રીના શરીરમાં થાય છે. મને આશા છે કે તે ઘણા વર્ષો સુધી બદલાતું રહેશે, કારણ કે તેનો અર્થ એ થશે કે હું હજી પણ જીવંત છું."

રોનાલ્ડો અને જ્યોર્જીના લાંબા સમયથી સાથે છે. બંનેએ 2019માં સગાઈ કરી હતી. નેટવર્થની વાત કરીએ તો જ્યોર્જીના 332 કરોડ રૂપિયાની માલિક છે, જ્યારે રોનાલ્ડોની નેટવર્થ 13,313 કરોડ રૂપિયા છે. (PC: Instagram)
IND vs SL: 94 વર્ષ, 38 કેપ્ટન અને 600 ટેસ્ટ… ગાલેમાં ટીમ ઈન્ડિયા રચશે ઈતિહાસ, આવું કરનાર માત્ર ત્રીજી ટીમ બનશે
