RCB vs PBKS : 10 મી ઓવરના ચોથા બોલે કેપ્ટન શ્રેયસ ઐયરની એક ભૂલ.. અને IPL ફાઇનલનો કપ થઈ ગયો RCB ને નામ
IPL 2025ની ફાઇનલમાં RCB અને પંજાબ કિંગ્સ વચ્ચે રોમાંચક મુકાબલો જોવા મળ્યો. શ્રેયસ ઐયરે ક્વોલિફાયરમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ ફાઇનલમાં પણ પંજાબની આશા હતી. પરંતુ કેપ્ટનની એક ભૂલને કારણે પંજાબે હારનો સામનો કરવો પડ્યો..

IPL 2025 ની ફાઇનલમાં, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચે જોરદાર ટક્કર થઈ. પરંતુ આખી મેચમાં એક એવી ક્ષણ આવી જેણે બધાનું ધ્યાન ખેંચ્યું, જ્યારે શ્રેયસ ઐયરની વિકેટ પડી ત્યારે વિરાટ કોહલીએ ઉત્સાહથી ઉજવણી કરી.

આ મેચ પહેલા, કેપ્ટન શ્રેયસ ઐયરે પંજાબ કિંગ્સને ફાઇનલમાં પહોંચાડવામાં મોટી ભૂમિકા ભજવી હતી. ક્વોલિફાયર 2 માં, તેણે મુંબઈ ઇન્ડિયન્સ સામે 87 રનની મેચવિનિંગ ઇનિંગ રમી અને તેની ટીમને પહેલીવાર ફાઇનલમાં પહોંચાડી. આ ઇનિંગ પછી, ઐયરને પંજાબની આશા માનવામાં આવતો હતો.

ફાઇનલમાં, RCB એ પહેલા બેટિંગ કરી અને 190 રનનો પડકારજનક સ્કોર બનાવ્યો. જવાબમાં, જ્યારે પંજાબનો ઇનિંગ આગળ વધી રહ્યો હતો, ત્યારે રોમારિયો શેફર્ડે 10મી ઓવરમાં શ્રેયસ ઐયરને આઉટ કર્યો. ઓફ સ્ટમ્પની બહારથી શોર્ટ લંબાઈનો બોલ હતો, શ્રેયસ અય્યરે કટ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ બેટના કિનારા પર ટચ આવી ગઈ. શ્રેયસ અય્યર પોતે જ વોક થઈ ગયો. જીતેશ શર્માને સંપૂર્ણ ખાતરી હતી અને તેણે રિવ્યૂ લેવા પણ કહ્યું હતું,

આઉટ થતાં જ, વિરાટ કોહલી પોતાની લાગણીઓ પર કાબૂ રાખી શક્યો નહીં અને જોરદાર રીતે ઉજવણી કરી. તેના ચહેરા પર જુસ્સો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. જાણે તે ક્ષણ આખી સિઝનની મહેનતનું પરિણામ હોય.

વિરાટ કોહલી પણ જાણતો હતો કે શ્રેયસ ઐયરની વિકેટ તેની ટીમ માટે કેટલી મહત્વપૂર્ણ છે. બીજી તરફ, પંજાબ કિંગ્સની માલિક પ્રીતિ ઝિન્ટા વિકેટ પડ્યા બાદ ખૂબ જ નિરાશ થઈ ગઈ હતી અને તે સંપૂર્ણપણે નિરાશ થઈ ગઈ હતી.(All Image - BCCI)
વિરાટ કોહલીએ IPL ફાઈનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ, શિખર ધવનને પાછળ છોડી બન્યો નંબર 1... સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો..






































































