સોનું હવે આ દેશના કબજામાં ! $100 મિલિયનના વ્યવહાર સાથે ‘ઈતિહાસ’ રચાયો, AI સ્પર્ધા જીતવા માટે લગાવ્યો ‘મોટો દાવ’
દુનિયા જેને માત્ર તેલના કૂવાઓ માટે ઓળખતી હતી, ત્યાંથી શુક્રવારે મોડી રાત્રે એક એવી કિંમતી ખેપ રવાના થઈ કે, જેણે વૈશ્વિક બજારોમાં સનસનાટી મચાવી દીધી છે.

ઇન્ટિરિયર સેક્રેટરીના જણાવ્યા અનુસાર, આ માત્ર શરૂઆત છે. આ એ જ 'ગોલ્ડન પ્લાન' છે, જે ભવિષ્યમાં આધુનિક ટેકનોલોજી અને AIની મહાસત્તા બનવા માટેનો સૌથી મોટો પાયો સાબિત થશે.

અમેરિકાના ઇન્ટિરિયર સેક્રેટરી ડગ બર્ગમે (Doug Burgum) પુષ્ટિ કરી છે કે, શુક્રવારે વેનેઝુએલાથી 100 મિલિયન ડોલરથી વધુનું સોનું અમેરિકા લાવવામાં આવ્યું છે. Fox News સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) સમૃદ્ધિના નવા યુગનું વચન આપ્યું છે અને વેનેઝુએલાથી આવનાર પ્રથમ મહત્વનું 'મિનરલ' સોનાનું બિસ્કિટ (Gold bars) હશે. તેમણે ઉમેર્યું કે, શુક્રવારે વેનેઝુએલાથી 100 મિલિયન ડોલરનું સોનું અમેરિકા પહોંચ્યું છે.

સોનાનો ઉપયોગ ઔદ્યોગિક અને બીજા વ્યાવસાયિક કાર્યો માટે કરવામાં આવશે. બર્ગમે જણાવ્યું હતું કે, વેનેઝુએલા પાસે અંદાજે 500 બિલિયન ડોલરના સોનાના સંસાધનો છે. ત્યાં બોક્સાઈટ અને એલ્યુમિનિયમ જેવા બીજા મહત્વના ખનિજો પણ ઉપલબ્ધ છે, જેની જરૂરિયાત સંરક્ષણ તેમજ ઉપભોક્તા વસ્તુઓ (consumer goods) માટે હોય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ પગલું અમેરિકાને ચીન સામેની AI સ્પર્ધા જીતવામાં પણ મદદ કરી શકે છે.

બર્ગમે જણાવ્યું હતું કે, ગયા અઠવાડિયે તેઓ તેલ અને ગેસ કંપનીઓ તેમજ ખનિજ ક્ષેત્રના ટોચના અધિકારીઓ સાથે વેનેઝુએલા ગયા હતા. તેમના જણાવ્યા અનુસાર, ત્યાં ઉપલબ્ધ તકોને લઈને ઘણો ઉત્સાહ હતો અને ઘણા લોકો વેનેઝુએલા પરત ફરીને આ તકોની શોધ કરવા માંગે છે. તેમણે ઉમેર્યું કે, વેનેઝુએલાના લોકો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો (Donald Trump) આભાર માનશે, કારણ કે તેઓ 2 દાયકાથી વધુ સમય પછી તેમની અર્થવ્યવસ્થાને ફરીથી ખોલવા જઈ રહ્યા છે.

જાન્યુઆરી 2026 માં અમેરિકાએ વેનેઝુએલામાં એક સૈન્ય અભિયાન શરૂ કર્યું હતું. આ અભિયાનમાં રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો (Nicolas Maduro) અને તેમના પત્નીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેમને અમેરિકા લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમના પર નાર્કો-ટેરરિઝમ (નશીલા પદાર્થો દ્વારા આતંકવાદ) અને ડ્રગ્સની હેરાફેરી સહિતના ઘણા આરોપો મૂકવામાં આવ્યા હતા.

વેનેઝુએલા વિશ્વમાં સૌથી મોટો પ્રમાણિત તેલ ભંડાર ધરાવતો દેશ છે. માદુરોને હટાવ્યા પછી અમેરિકાએ વેનેઝુએલાના તેલ સુધી પહોંચવા માટે વાતચીત કરી અને ખાનગી કંપનીઓને વેનેઝુએલાના તેલ ઉત્પાદન તેમજ વેચાણને નિયંત્રિત કરવાની મંજૂરી આપી. વોશિંગ્ટને કેટલાક પ્રતિબંધો પણ હટાવી દીધા અને વેનેઝુએલાના ક્રૂડ ઓઈલના વેપાર માટે લાઈસન્સ મંજૂર કર્યા.
આ પણ વાંચો: દુનિયા યુદ્ધમાં વ્યસ્ત અને ચીન સોનું ભેગું કરવામાં મસ્ત ! શું વિશ્વ પર કોઈ મોટું સંકટ મંડરાઈ રહ્યું છે?
