જે સચિન તેંડુલકર 100 સદીમાં પણ ન કરી શક્યા, તે જો રૂટે 34મી સદી સાથે કરી બતાવ્યું

ઈંગ્લેન્ડના દિગ્ગજ બેટ્સમેન જો રૂટે લોર્ડસ ટેસ્ટમાં વધુ એક સદી ફટકારી છે. શ્રીલંકા સામે રમાઈ રહેલી ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાં તેનું બેટ ખૂબ જ સારું પ્રદર્શન કરી રહ્યું છે. જો રૂટે એક જ ટેસ્ટમાં બે સદી ફટકારી છે. ખાસ વાત એ છે કે ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર તેમના કરિયરમાં ક્યારેય એક ટેસ્ટમાં બે સદી ફટકારી શક્યા નથી.

| Updated on: Aug 31, 2024 | 9:32 PM
ઈંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ લંડનના લોર્ડ્સ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ઈંગ્લેન્ડના દિગ્ગજ બેટ્સમેન જો રૂટે પ્રથમ દાવમાં સદી ફટકારી હતી. જે બાદ તેણે બીજી ઈનિંગમાં પણ દમદાર સદી ફટકારી હતી. આ સાથે જો રૂટ એક ખાસ યાદીમાં સામેલ થઈ ગયો છે જેમાં સચિન તેંડુલકર 100 સદી ફટકાર્યા બાદ પણ પોતાનું સ્થાન બનાવી શક્યો નથી.

1 / 5
જો રૂટે આ મેચની પ્રથમ ઈનિંગમાં 206 બોલનો સામનો કરીને 143 રન બનાવ્યા હતા. જ્યારે બીજા દાવમાં રૂટે 1021 બોલમાં 103 રન બનાવ્યા હતા. રૂટની ટેસ્ટ કારકિર્દીમાં આ પ્રથમ વખત છે જ્યારે તેણે ટેસ્ટ મેચની બંને ઈનિંગ્સમાં સદી ફટકારી હોય.

2 / 5
લોર્ડસ ટેસ્ટની બીજી ઈનિંગમાં સદી જો રૂટની ટેસ્ટ કારકિર્દીની 34 સદી છે. જો રૂટે તેની સદી સાથે એલિસ્ટર કુકને પણ પાછળ છોડી દીધો છે. તે હવે ટેસ્ટ ક્રિકેટમાં ઈંગ્લેન્ડ માટે સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. એલિસ્ટર કુકે ઈંગ્લેન્ડ તરફથી ટેસ્ટમાં 33 સદી ફટકારી હતી.

3 / 5
જો રૂટ સૌથી વધુ આંતરરાષ્ટ્રીય સદી ફટકારવાના મામલે હાલમાં રમતા ખેલાડીઓમાં બીજા સ્થાને છે. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ 48 સદી ફટકારી છે. વર્તમાન સમયમાં રમતા ખેલાડીઓમાં જો રુટથી આગળ ભારતનો વિરાટ કોહલી છે. કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ 80 સદી ફટકારી છે.

4 / 5
આધુનિક ક્રિકેટમાં વિરાટ કોહલી, સ્ટીવ સ્મિથ, જો રૂટ અને કેન વિલિયમસન ફેબ-4 તરીકે ઓળખાય છે. આ ચાર ખેલાડીઓમાં જો રૂટ અત્યારે શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યો છે. 2021 ની શરૂઆતથી જો રૂટે ટેસ્ટમાં 17 સદી ફટકારી છે. જ્યારે વિરાટ કોહલી, સ્ટીવ સ્મિથ અને કેન વિલિયમસન મળીને માત્ર 17 સદી ફટકારી શક્યા છે. રૂટ ફેબ-4માં સૌથી વધુ ટેસ્ટ સદી ફટકારનાર ખેલાડી છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">