IND vs ENG : કેએલ રાહુલ સામે ઈંગ્લિશ ઓપનર્સ પણ ફેલ, ઈંગ્લેન્ડમાં ફટકારી છે સૌથી વધુ સદી
ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણીમાં કેએલ રાહુલ ખૂબ જ સારા ફોર્મમાં છે. લોર્ડ્સ ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે કેએલ રાહુલે શાનદાર સદી ફટકારી અને આ મેદાન પર બે સદી ફટકારનાર બીજો ભારતીય બેટ્સમેન બન્યો. આ સાથે, તેણે ઈંગ્લેન્ડના ઓપનરોને તેમના પોતાના મેદાન પર સદી ફટકારવાના મામલે પાછળ છોડી દીધા હતા. છેલ્લા 7 વર્ષમાં ઈંગ્લેન્ડમાં સદી ફટકારવા મામલે કેએલ રાહુલનો કોઈ મુકાબલો નથી.

ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓપનર કેએલ રાહુલે ઈંગ્લેન્ડ પ્રવાસમાં પોતાનું મજબૂત ફોર્મ ચાલુ રાખ્યું હતું અને લોર્ડ્સ ટેસ્ટમાં 100 રનની શાનદાર ઈનિંગ રમી હતી. હવે માન્ચેસ્ટર ટેસ્ટમાં રાહુલ પર બધાની નજર રહેશે.

ભારતીય ઓપનર કેએલ રાહુલે લોર્ડ્સ ટેસ્ટના ત્રીજા દિવસે આ સિદ્ધિ મેળવી હતી, જે ટેસ્ટ ક્રિકેટમાં તેની 10મી સદી હતી. આ સાથે, કેએલ રાહુલ આ મેદાન પર 2 સદી ફટકારનાર માત્ર બીજો ભારતીય બેટ્સમેન બન્યો હતો.

છેલ્લા 7 વર્ષમાં કેએલ રાહુલની ઈંગ્લેન્ડમાં આ ચોથી સદી હતી. આ પહેલા તેણે લીડ્સ ટેસ્ટમાં પણ સદી ફટકારી હતી, જ્યારે 2021માં તેણે લોર્ડ્સમાં પણ સદી ફટકારી હતી અને તે પહેલા 2018માં તેણે ઓવલમાં સદી ફટકારી હતી.

આ રીતે, કેએલ રાહુલે છેલ્લા 7 વર્ષમાં ઈંગ્લેન્ડની ધરતી પર અન્ય કોઈપણ ઓપનર કરતા વધુ સદીઓ ફટકારી છે. આમાં વર્તમાન ઓપનર બેન ડકેટ અને જેક ક્રોલી તેમજ ભૂતપૂર્વ ઓપનર રોરી બર્ન્સનો સમાવેશ થાય છે.

આંકડા દર્શાવે છે કે 2018થી બેન ડકેટે ઈંગ્લેન્ડ માટે 3 સદી ફટકારી છે, જ્યારે જેક ક્રોલી અને રોરી બર્ન્સે તેમના દેશમાં ફક્ત 2 સદી ફટકારી છે, જે રાહુલ કરતા ઓછી છે. (All Photo Credit : PTI)
ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણીમાં કેએલ રાહુલ ખૂબ જ સારા ફોર્મમાં છે. કેએલ રાહુલ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
