AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2024 RCB vs GT: શુભમન ગિલ જોતો જ રહ્યો, ગુજરાત ટાઈટન્સે બનાવ્યો આટલો ખરાબ રેકોર્ડ

IPL 2024 ગુજરાત ટાઈટન્સ માટે સારું રહ્યું નથી, જેમણે છેલ્લી સતત બે સિઝનમાં જોરદાર પ્રદર્શન કર્યું છે. પ્રથમ વખત ટીમનું સુકાન સંભાળી રહેલા શુભમન ગિલના નેતૃત્વમાં ગુજરાતનું પ્રદર્શન ઉતાર-ચઢાવથી ભરેલું રહ્યું છે. ટીમ પ્લેઓફની રેસમાં પાછળ જોવા મળી રહી છે અને હવે તેની સાથે કંઈક એવું બન્યું છે, જે છેલ્લી બે સિઝનમાં પણ બન્યું ન હતું.

| Updated on: May 04, 2024 | 10:08 PM
Share
ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે 4 મે, શનિવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ગુજરાત ટાઈટન્સની બેટિંગ ખરાબ રીતે નિષ્ફળ રહી અને પાવરપ્લેમાં કેપ્ટન શુભમન ગિલ સહિત GTનો ટોપ ઓર્ડર સુપર ફ્લોપ રહ્યો હતો.

1 / 5
પોતાની નબળી બોલિંગને કારણે આ સિઝનની શરૂઆતથી જ સતત હારતી રહેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ગુજરાત ટાઈટન્સ સામેની મેચમાં જોરદાર શરૂઆત કરીને શુભમન ગિલની ટીમને મુશ્કેલીમાં મૂકી દીધી હતી. પાવરપ્લેમાં જ ગુજરાતે 3 વિકેટ ગુમાવી દીધી હતી. મોહમ્મદ સિરાજ અને કેમરન ગ્રીને 6 ઓવરમાં જ ટીમની પ્રથમ 3 વિકેટ ગુમાવી દીધી હતી.

2 / 5
પાવરપ્લે પુરો થયો ત્યાં સુધીમાં ગુજરાતની ટીમ માત્ર 23 રન જ બનાવી શકી હતી, જ્યારે તેમની 3 વિકેટ પડી ગઈ હતી. આ સાથે, ગુજરાત ટાઈટન્સનો આ સ્કોર IPL 2024 માં પાવરપ્લેમાં સૌથી ઓછો સ્કોર પણ સાબિત થયો. આ પહેલા આ રેકોર્ડ પંજાબ કિંગ્સના નામે હતો, જેણે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે પ્રથમ 6 ઓવરમાં માત્ર 27 રન બનાવ્યા હતા.

3 / 5
એટલું જ નહીં IPLના ઈતિહાસમાં પાવરપ્લેમાં ગુજરાતનો આ સૌથી નાનો સ્કોર પણ છે. માત્ર આ મેચ જ નહીં પરંતુ આ સિઝનમાં ગુજરાતની ટીમ પાવરપ્લેમાં ઝડપી શરૂઆત કરવામાં નિષ્ફળ રહી છે. આ સિઝનમાં તેમનો પાવરપ્લે રન રેટ 7.54 રહ્યો છે, જે તમામ 10 ટીમોમાં સૌથી ઓછો છે.

4 / 5
બેંગલુરુના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે ગુજરાતની હાલત ખરાબ કરવામાં સૌથી મોટી ભૂમિકા ભજવી હતી, જે આ સિઝનમાં સંઘર્ષ કરી રહ્યો હતો. તેણે બીજી ઓવરમાં રિદ્ધિમાન સાહા અને ચોથી ઓવરમાં કેપ્ટન શુભમન ગિલની વિકેટ લીધી હતી. ત્યાર બાદ છઠ્ઠી ઓવરમાં કેમરૂન ગ્રીને સાઈ સુદર્શનની વિકેટ લીધી હતી.

5 / 5
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ

SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો

g clip-path="url(#clip0_868_265)">